________________
ચિત્રવિવરણ
બંનેના હાથ તદ્દન ખાલી જ છે, ફક્ત જમણા હાથનો અંગૂઠો અને તર્જની-અંગૂઠા પાસેની આંગળી–ભેગી કરીને “પ્રવચનમુદ્રા'એ બંને હાથ રાખેલા છે.
ચિત્ર ૩: જૈન શ્રમણે પાસિકા-શ્રાવિકાઓ.ચિત્ર ૨ વાળી પ્રતમાંના તે જ પાના ઉપર આ બંને શ્રમણોપાસિકાઓ છે. ચિત્ર ૨ વાળી પ્રતમાં ચીતરેલી સાધ્વીઓના ઉપદેશથી આ પ્રતિ લખાવનાર જ હશે તેમ મારું માનવું છે. આજે પણ શ્રાવિકાઓ સાધ્વીઓના ઉપદેશથી કેટલાંયે ધાર્મિક કાર્યો કરે છે. બંને શ્રાવિકાઓ કિંમતી-બહુમૂલ્ય વસ્ત્રાભૂષણથી સુસજિજત થઈને બંને હાથની અંજલિ જોડીને ઉપદેશ શ્રવણ કરતી સ્વસ્થ ચિત્તે બેઠેલી છે. - ચિત્ર રના સાધવીઓના ચિત્રમાં નવા પ્રકારનું ચિત્રવિધાન દષ્ટિએ પડે છે. બે પાત્રોને ગેઠવવાની તદ્દન નવીન રીત દેખાય છે. અઘરું કામ પણ ઘણી ખૂબીથી પાર પાડયું છે. ચિત્ર ૩નાં સ્ત્રી-પાત્રોની બેસવાની રીત, અલંકાર, વસ્ત્રા અને ખાસ કરીને માથાની સુશોભના સંસ્કાર અને ખાનદાની દર્શાવે છે.
ચિત્ર ૪: લક્ષમીદેવી. પાટણના સંધના ભંડારની “કલપસૂત્ર અને કાલકકથાની તાડપત્રની વિ. સં. ૧૩૩૬ (ઈ. સ. ૧૨૭૯)ના જેઠ સુદ પાંચમને રવિવારના રોજ લખાએલી તાડપત્રની હસ્તલિખિત પત્ર ૧૫રની પ્રતિમાંનાં સાતે ચિત્રો ૪ અને ૭થી ૧૧ અને ૪૮ તરીકે અત્રે રજૂ કરેલાં છે. આ પ્રતના પાના ૧૫૨ ઉપરથી ચિત્રનું કદ ૨૪૨ ઇંચ છે. મિ. બ્રાઉન આ ચિત્ર અંબિકાનું છે કે લક્ષ્મીનું તે બાબત માટે શંકાશીલ છે. આ ચિત્ર લહમીદેવીનું જ છે અને તે બાબતમાં શંકા રાખવાનું કાંઈ જ કારણ નથી. દેવીના ઉપરના બંને હાથમાં વિકસિત કમળ છે." નીચેનો જમણો હાથ વરદ મુદ્રામાં છે અને ડાબા હાથમાં બીજેરાનું ફૂલ છે. દેવીના શરીરનો વર્ણ પીળો, કંચુકી લીલી, ઉત્તરાસંગને રંગ સફેદ, વચ્ચે લાલ રંગની ડિઝાઈન, વસ્ત્રના છેડા લાલ રંગના, ઉત્તરીય વસ્ત્ર-સાડીને રંગ સફેદ, વચ્ચે કીરમજી-કથ્થાઈ રંગની ડિઝાઈન, અને કમળના આસન ઉપર ભદ્રાસને બેઠક.
પાટણના સંધના ભંડારની તાડપત્રની હસ્તલિખિત સંવત ૧૩૪૪ના માગશર સુદી રને રવિવારના રોજ લખાએલી પ્રતનાં બંને ચિત્રો પ-૬ તરીકે અત્રે રજૂ કરેલાં છે.
ચિત્ર ૫ઃ બે શ્રાવકો. ચિત્રમાં બે ઊભા રહેલા શ્રાવકે પોતાની સામે કોઈ વ્યક્તિની સાથે વાતચિત કરતા હોય તેવી રીતે એકેક હાથ ઊંચો રાખીને ચિત્રકારે અત્રે રજૂ કરેલા છે. ચિત્રને કેટલોક ભાગ ઘસાઈ ગએલે હોવા છતાં પણ બંનેની દાઢી તથા બંનેના ખભા ઉપરનું ઉત્તરાસન અને કમ્મર નીચેનું ઉત્તરીય વસ્ત્ર સ્પષ્ટ દેખાય છે. તેરમાં સકામાં ગુજરાતના ગૃહસ્થ કઈ જાતનાં
૩ જુઓ કુટનોટ ૧૬. x 'Fig. 20. A goddess (Ambika ?). from folio 152 recto of the same MS. as Figure 9. A fourarmed goddess, dressed in bodice, dhoti and scarf sits on a cushion. In her two upper han:ls sbe holds lotuses; her lower right possibly holds a rosary; in the lower left an object which I cannot identify.'
- The story of Kalak.' pp. 120. ५ 'कमलपज्जलंतकरगहिअमुक्कतोयं ।'
–‘બીપસૂત્રમ્ (વારસામૂત્રમ્) પત્ર ૧૪. दक्षिणहस्तमुत्तानं विधायाधः करशाखां प्रसारयेदिति वरदमुद्रा ॥ ४ ॥'
_* નિખત્રિકા' પત્ર ૨.