________________
- ૧૭૦ અરહત નમિને કાલગત થયાને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાંને પાંચલાખ ચોરાશી હજાર નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એંશીમા વરસને સમય ચાલે છે. - - ૧૭૧ અહિત મુનિસુવ્રતને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને અગીયારલાખ
રાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સિકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે.
૧૭૨ અરહત મલ્લિને યાવત્ સર્વદુઃખેથી તદ્દન છૂટા થયાને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવગું વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે.
૧૭૩ અરહત અને યાવત્ સર્વદુખેથી તદન છૂટા થયાને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમલિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ . પ્રમાણે કહ્યું છેઃ અરહત અરના નિર્વાણગમન પછી એક હજાર ક્રોડ વરસે શ્રીમલ્લિનાથ અરહતનું નિર્વાણ અને અરહત મલ્લિના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયા બાદ હવે તે ઊપર આ દસમા સિકાને એંશીમા વરસને સમય ચાલે છે. - એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું
- ૧૭૪ અરહત કંથને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેવું છે તેમ જાણવું.
૧૫ અરહત શાંતિને યાવત્ સર્વદુઃખોથી તદ્ન છૂટા થયાને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું.
૧૭૬ અરહત ધમને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મહિલ વિશે કહેલું છે તેમ જાણવું.
૧૭૭ અરહત અનંતને યાવતુ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને સાત સાગરોપમ જેટલે સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું.