________________
૧૫૩ પુરુષાદાનીય અરહંત પાર્શ્વને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્વે માનવદેહે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આગિક જ્ઞાન હતું ઇત્યાદિ તે બધું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું ચાવતું દાયિકોમાં -ભાગના હકદારોમાં-દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુને બીજે માસ, ત્રીજો પક્ષ એટલે પિોષ માસનો વદિપક્ષ આવ્યો અને તે પિષ માસના વદિ. પક્ષની અગ્યારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવો, માન, અને અસુરોની મોટી સભા- મંડળી સાથે ઇત્યાદિ બધું ચાવત્ શ્રીભગવાન મહાવીરની હકીક્ત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે “પાર્શ્વનાથ ભગવાન વાણારસી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે આભરણે માળાઓ અને બીજા અલંકારને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લેચ કરે છે, કેચ કરીને પાણી વગરનો અદ્રમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રને જોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસે પુરુષો સાથે મુંડ થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી.
૧૫૪ પુરુષાદાનીય અરહંત પાર્વે હમેશાં શરીર તરફના લક્ષ્યને વસાવેલ હતું, શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગો દેવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને એઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એઓ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પિતા ઊપર આવવા દે છે.
૧૫૫ ત્યાર પછી તે પાર્શ્વ ભગવાન અનગાર થયા યાવત્ ર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને વ્યાશી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચોરાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચિત્ર માસને વ૦ દિ. પક્ષ આવ્યો, તે ચૈત્ર માસની વશિ. ચોથના પક્ષે દિવસને ચડતે પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાર્શ્વ અનગાર, પાણી વગરને છટભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રને જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવત્ કેવલ ''ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું યાવત્ તેઓ જાણતા અને જેતા વિહરે છે.
૧૫૬ પુરુષાદાનીય અરહત પાસને આઠ ગણો તથા આઠ ગણધરો હતા, તે જેમકે; ૧ શુભ, ૨ અજઘોસ-આર્યોસ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સેમ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર, અને ૮ જસ.