________________
પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫ ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
૧૪૯ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત, જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચિત્ર મહિનાને ૧૦ દિ ને સમય આવ્યો ત્યારે તે ચિત્ર ૧૦ દિ. ચોથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ મર્યાદાવાળા પ્રાણત નામના કલ્પ- સ્વર્ગ–માંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતે હતે એ સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રને ચોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
૧૫૦ પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઇત્યાદિ બધું આગળ શ્રી ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પોતાના ઘરમાં પ્રવેશ . ” યાવત “માતા સુખે સુખે તે ગર્ભને ધારણ કરે છે.”
૧૫૧ તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુને બીજે માસ, ત્રીજો પક્ષ અને પિોષ મહિનાને વ૦ દિવ ને સમય આવ્યે ત્યારે તે પિષ વ૦ દિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતને પૂર્વભાગ તથા પાછલે ભાગ જોડાતા હતા તે સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રને રોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ નામના પુજાને જનમ આપ્યો.
, અને જે રીતે પુરુષાઢાનીય અરહંત પાર્શ્વ જનમ પામ્યા તે રાત ઘણા દે અને દેવીઓ વડે યાવત્ ઊપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કેલાહલવાળી પણ થઈ હતી.
બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્શ્વ” ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી ચાવત્ “તેથી કરીને કુમારનું નામ “પાર્શ્વ હે”
૧૫ર પુરૂષાદાનીય અરહંત પાર્શ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક દેએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવત્ તેમને આ પ્રમાણે કહ્યું - “હે નંદ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર! તારો જય થાઓ જય થાએ યાવત્ “તે દે એ રીતે “જયજય’ શબ્દનો પ્રયોગ કરે છે.'