________________
}
અનશે કે હું દેવાનુપ્રિયે! તમે ખરાખર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશેા.
એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઈંદ્રિયાએ અને શરીરે હીણા નહીં પણ ખરાખર સંપૂર્ણ–પૂરા થશે, સારાં લક્ષણવાળા થશે, સારાં વ્યંજનવાળા થશે, સારાં ગુણ્ણાવાળા થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉંચાઇમાં ખરાખર પૂરે હશે, ઘાટીલાં અંગેાવાળા તથા સર્વાંગ સુંદર-સર્વઅંગેાએ સુંદર-હશે, ચંદ્ર જેવા સૌમ્ય હશે તથા મનેાહરનમણા, દેખાવે વહાલા લાગે તેવા, સુંદર રૂપવાળા અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવા હશે.
- ૯ વળી, તે પુત્ર, જ્યારે ખાલવય વટાવી સમજણ્ણા થતાં મેળવેલી સમજણુને પચાવનારા થઈ જુવાન વયમાં પહેાંચશે ત્યારે તે રિગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને-એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમા ઇતિહાસને-મહાભારતને-છઠ્ઠા નિઘંટુ નામના શબ્દકેશને જાણનારા થશે.
તે, એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રોને સાંગેાપાંગ જાણનારા થશે, રહસ્યસહિત સમજનારા થશે, ચારે પ્રકારના વેદોના પારગામી થશે, જેઓ વેદ્ય વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારા પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગાના વેત્તા-જાણકાર થશે, ષ્ટિતંત્ર નામના શાઅનેા વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિત શાસ્ત્રમાં, આચારના ગ્રંથામાં, શિક્ષાના-ઉચ્ચારણના શાસ્ત્રમાં, વ્યાકરણ શાસ્ત્રમાં, છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાઅમાં, જ્યાતિષશાસ્ત્રમાં અને એવા બીજાં પણ ઘણાં બ્રાહ્મણશાસ્ત્રોમાં અને રિવાજકશાસ્રોમાં એ તમારા પુત્ર ઘણા જ પંતિ થશે.
૧૦ તા હૈ દેવાનુપ્રિયે! તમે ઉદાર સ્વપ્ના જોયાં છે યાવત્ આરાગ્ય કરનારાં, સંતેાષ પમાડનારાં, દીર્ઘઆયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો તમેં જોયાં છે.
૧૧ પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નાના ફુલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઇ, ત્રુઠી યાવત્ દશ નખ ભેગા થાય. એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગીઃ
૧૨ હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહી છે. એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારૂં કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારૂં ભાખેલું એ ભવિષ્ય સાર્જુ છે, હે દેવાનુપ્રિય! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય! મેં એવું ઈચ્છેલું છે, હે દેવાનુપ્રિય! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે-પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય! એ તમારૂં વચન મેં ઇચ્છેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય! જે એ હકીકત તમે કહેા છે તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે સ્વપ્નોનાં લેાને