________________
ચિત્રવિવરણ
ચંડકૌશિકના પૂર્વભવ
ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગેાચરી વહેારવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પરિક્રમવા માટે હિતચિંતક શિષ્યે ગુરુને ઇરિયાવહી પડિક્કમતાં, ગેાચરી પડિમતાં અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં–એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભાળી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને ક્રોધમાં તે શિષ્યને મારવા દોડવા, પણ અકસ્માત એક થાંભલા સાથે અફળાતાં તપસ્વી સાધુ કાળધમ પામ્યા. ત્યાંથી તેઓ જયેાતિષ્ક વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે આશ્રમમાં પાંચસે તાપસાના સ્વામી ચૈડકોશિક નામે તાપસ થયા. તેને પેાતાના આશ્રમ ઉપર એટલેા બધા માહ હતા કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઈ ફળ-ફૂલ તોડે તે તેજ વખતે ક્રોધે ભરાઈ, કુહાડા લઇને મારવા દોડે-એક વખતે તે તાપસ થાડા રાજકુમારોને પોતાના આશ્રમના બાગમાંથી ફળ તેાડતા જોઈ ક્રોધે ભરાયા. કુહાડા લઈ મારવા ધસી જતા હતા, તેટલામાં અચાનક કુવામાં પડી ગયા અને ક્રોધના અધ્યવસાયથી મરીને તેજ આશ્રમમાં પેાતાના પૂર્વભવના નામવાળા દિવિષ સર્પ થયે.
83
મહાવીર પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગ્ગધ્યાને સ્થિર રહ્યા–પ્રભુને જોઈ ક્રેાધથી ધમધમી રહેલા તે સર્પ, સૂર્ય સામે દૃષ્ટિ કરી, પ્રભુ તરફ દૃષ્ટિવાળા ફેંકે અને રખેને પ્રભુ પેાતાની પર પડે એવા ભયથી પાછા હઠી જાય. એટલું છતાં પ્રભુ તેા નિશ્ચલ જ રહ્યા. આથી તેણે વિશેષ વિશેષ દૃષ્ટિવાળા ફેંકવા માંડી; તથાપિ એ જવાળા પ્રભુને તા જળધારા જેવી લાગી ! ત્રણ વાર દૃષ્ટિજવાળા છેડવા છતાં પ્રભુનું એકાધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રાષે ભરાયા. તેણે પ્રભુને એક સખ્ત ડંખ મા તેને ખાત્રી હતી કે “મારા તીનું વિષના પ્રતાપ એટલેા ભયંકર છે કેપ્રભુ હમણાં જ પૃથ્વી ઉપર મૂતિ થઈને પડવા જોઈએ;' પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢયું; ઊલટું ડંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
વિસ્મય પામેલા ચંડકોશિક સર્પ ઘેાડીવાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પેાતાનામાં પણ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં. ૧ ચંડકોશિકને શાંત થએલા જોઈ પ્રભુએ કહ્યું કેઃ ‘હું ચંડકૌશિક ! કંઇક સમજ અને મુઝ-એધ પામ!' પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસરતે કરીજ હતી, એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણુ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ (પેાતાના પૂર્વભવ સંબંધીનું) જ્ઞાન ઉત્પન્ન થયું.તે પેાતાના ભયંકર અપરાધાના પશ્ચા
૧. આવી જ એક વાત બુદ્ધ વિષે જાતક નિદાનમાં છે. ઉળુવેદ્યામાં (ભગવાન) બુદ્ધ એકવાર ઉજીવેલાસ્ય નામના પાંચસે। શિષ્ય વાળા જલિની અગ્નિરાળામાં રાતવાસેા રહ્યા, જયાં એક ઉગ્ર આશીનિય સર્પ રહેતા હતા. બુદ્ધે તે સર્પને જરાપણ ઈજા પહોંચાડવા સિવાય નિસ્તેજ કરી નાંખવા ધ્યાન-સમાધિ આદરી. સર્વે પણ પેાતાનું તેજ પ્રગટાવ્યું, છેવટે બુદ્ધના તેજે સર્પતેજના પરાભવ કયેર્યાં. સવારે બુદ્ધે એ જટિલને પે।તે નિસ્તેજ કરેલા સર્પ બતાન્યા. એ એઈ એ જિટલ બુદ્ધના પેાતાના શિષ્યા સાથે ભક્ત થયા.