________________
પવિત્ર કલ્પસૂત્ર Plate XXXIV ચિત્ર ૧૨૨: ચૌદ સ્વપ્ન, પાટણ ૩ના પાના ૧૩ ઉપરથી. વાચકોની જાણ ખાતર અત્રે - તેનું ટુંક વિવેચન કરવામાં આવે છે.
(૧) હાથી. ચાર મહાન દંશળવાળ, ઊંચે, વરસી રહેલા વિશાળ મેઘ જે અને વૈતાઢય પર્વતના જેવો સફેદ, તેના શરીરનું પ્રમાણ શક્રેન્દ્રના એરાવત હાથીના જેવડું, સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળો, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપ્નમાં જોયો. હાથી એ પરમ મંગલકારી તથા રાજ્યચિદ્યોતક છે.
(૨) વૃષભ. શ્વેત કમલનાં પાંદડાંઓની રૂપકાંતિને પરાજિત કરતે, મજબૂત, ભરાવદાર, માંસપેશવાળ, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળો અને સુંદર શરીરવાળે વૃષભ બીજા સ્વપ્નમાં જે. તેનાં અતિશય ઉત્તમ અને તીક્ષણ શિંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાંત સુશોભિત અને વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે.
(૩) સિંહ. ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિંહ જે. તે પણ મેતીના હાર, ચંદ્રનાં કિરણ ને રૂપાના પર્વત જે ત, રમણીય અને મને હર હતા. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીક્ષણ દાઢ વડે તેનું મુખ શોભી રહ્યું હતું. તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી, સાથળો વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો. તેનું પુછ કુંડલાકાર અને શોભાયમાન હતું, તે વારંવાર જમીન સાથે અફળાતું અને પાછું કુંડલાકાર બની જતું. તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતો હતો. આ લક્ષણવંત સિંહ આકાશમાંથી ઊતરતે અને પોતાના મુખમાં પ્રવેશ કરતે ત્રિશલા ક્ષત્રિયાણીએ જ. સિંહ પરાક્રમને ઘાતક છે.
(૪) લક્ષમીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળાં લહમીદેવીનાં ચોથા સ્વપ્નમાં દર્શન થયાં. તે લહમીદેવી ઊંચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમલરૂપી મનહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મોટી આકૃતિ લક્ષ્મીદેવીની છે. તેના કમલરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જુઓ ક૬૫સૂત્ર સુબાધિકા વ્યાખ્યાન બીજું.
(૫) ફૂલની માળા. પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજોને સરસ લેવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે.
) પૂર્ણ ચન્દ્ર. છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુકલપક્ષના પખવાડિયાની પૂણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જે. ચન્દ્ર નિર્મળતાને ઘાતક છે અને બીજા પક્ષે અંધકારને નાશક છે.
(૭) ઊગતો સૂર્ય. સાતમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યો. સૂર્ય અતુલ પરાક્રમને દ્યોતક છે.
() સુવર્ણમય વજદંડ. આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી વજા જોઈ તેના ઉપલા ભાગમાં શ્વેત વર્ણન એક સિંહ ચીતરેલ હતો. વિજ એ વિજયનું ચિહ્યું છે.