________________
ચિત્રવિવરણ
Plate XXXII
ચિત્ર ૧૧૮ઃ ત્રિશલાની કુક્ષિમાં ગર્ભનું સંક્રમણુ. પાટણ ૩ના પાના ૧૧ ઉપરથી. વન માટે જુઓ ચિત્ર ૮૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૧૧૯ શયનગૃહમાં ત્રિશલા, પાટણ ૩ના પાના ૧૨ ઉપ૨થી. વષઁન માટે જીએ ચિત્ર ૮૩નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં શયનમંદિરમાં ત્રિશલા માતા અર્ધજાગ્રત અવસ્થામાં સૂતેલાં છે. પગના ઉપરના ભાગમાં સૂર્ય અને ચંદ્ર બે મહાસ્વપ્ના ચીતરેલાં છે.
Plate XXXIII
૩૯
ચિત્ર ૧૨૦: ત્રિશલાના શાક અને હર્ષ. પાટણ ૩ના પાના ૨૭ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વન માટે જુઓ ચિત્ર ૮૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્રમાં માતા હથેલી ઉપર મુખ ટેકવીને શાકસાગરમાં ડૂબેલાં દેખાય છે. માતાના મરતક પાછળ ફરતું આભામંડલ રત્નજડિત છે. માતાની પાછળ એક સ્ત્રી-પરિચારિકા ચામર વીંઝતી ઊભેલી છે અને સામે શ્રીજી એ શ્રીએ, અનુક્રમે હાથમાં ફૂલની છાબ તથા પેાપટ અને વીણા હાથમાં પકડી રાખીને ત્રિશલા માતાને આશ્વાસન આપતી ઊભેલી છે. સામે ઊભેલી બંને સખીઓના મસ્તક ઉપર સુંદર ડિઝાઈનવાળા ચંદરવા આંધેલા છે. આ ચિત્રમાંની ચારે સ્ત્રીઓના ચહેરા રોકમગ્ન છે. આ ચિત્રનાં ચારે સ્ત્રીપાત્રાએ પહેરેલાં કિંમતી રેશમી વસ્રોની જુદીજુદી ડિઝાઇના, આપણુને તે સમયના ગુજરાતના કારીગરે કેવા સુંદર કાપડનું વણાટકામ તથા છાપકામ કરતા હશે તેના નમૂનાઓ પૂરા પાડે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ગર્ભના ફરકવાથી ત્રિશલા માતાના હર્ષના પ્રસંગ જોવાના છે, ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં અવધિજ્ઞાનના ખળથી, માતાના મનાગત સં૯૫ જાણી લીધા, પછી તેમણે પેાતાના શરીરના એક ભાગ સ્હેજ કંપાળ્યેા. ગર્ભ સહિસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદના પાર ન રહ્યો. તેમના બન્ને નેત્રામાંથી ઉલ્લાસભાવ ઝરવા લાગ્યા. મુખરૂપી કમલ સહસા પ્રફુલ્લિત થયું અને શમેરોમમાં આનંદના પ્રવાહ ઝરવા લાગ્યા. તેમણે પેાતાની સખીઓ વગેરેને કહ્યું, કે ખરેખર, મારા ગર્ભ સહિસલામત છે.
ચિત્રમાં ત્રિશલા માતા આનંદમાં આવી જઈને, ડાબા હાથમાં દપૅણુ પકડીને તેમાં પેાતાના ચહેરા જોતાં જોતાં, સામે ઊભી રહેલી અને સખીઓને જમણેા હાથ ઊંચા રાખીને પોતાના ગર્ભ સહિસલામત છે, તેમ કહેતાં જણાય છે. આ ચિત્રમાંની ત્રણે સ્રીઓનાં કપડાંની તથા માથા ઉપરના ચંદરવાના કાપડની ડિઝાઇના પણ ખાસ પ્રેક્ષણીય છે.
ચિત્ર ૧ર૧ઃ જન્મ-મહેાત્સવ. પાટણ ૩ના પાના ૨૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ઇન્દ્રના મસ્તકની પાછળનું રત્નજડિત આભામંડલ તથા મસ્તકના ઠેઠ ઉપરના ભાગમાંનું રત્નજડિત છત્ર, અને પલાંઠી નીચેની મેરુ પર્વતની આકૃતિ તથા મેરુ પર્વતની જમણી માજુએ બે હાથમાં ફૂલની માળા લઈને ડુંગર પર ચઢતા એક પુરુષ અને ડાબી બાજુએ એ હાથમાં ફૂલની છાખ લઈને ચઢતા બીજો એક પુરુષ દેખાય છે. આટલા પ્રસંગે। ચિત્ર ૨૪થી આ ચિત્રમાં વધારે છે.