________________
ઘીમાં તરબોળ કરી ખાવા લખ્યું છે, જ્યારે બીજી સંહિતાઓ તલના તેલની ભલામણ કરે છે. આમાં એક સાત દિવસને લસણને પ્રયોગ લખે છે. લસણને આ કાયાપલટ કરે છે. આંખના ખીલ માટે આમાં ચીમેડ વાપરી છે અને નિર્મળીનું ફળ પણ બતાવ્યું છે. પાણી ભજનના મધ્યમાં પીવાનું લખે છે. આજકાલ કપોનો ઉપયોગ થતો નથી, પણ આ સંહિતાને વાચક જરૂર ક૯પ કરશે જ તેવું સચોટ લખાણ છે.
આ સંહિતામાં દેશકાળને બહુ જ ઊંડે વિચાર કર્યો છે. જેમકે કચ્છ, કાશી, બંગાળના લોકોએ તીક્ષણ દ્રવ્યોથી ભેજન તૈયાર કરવાં. નર્મદાકિનારો અને પટણાવાળાઓએ પિયાએ પીવી. તેલ, તુવેર, કળથી, કાંદા વગેરે ખાવું. આ રીતે આખી સંહિતામાં ફીઝિયેલજી સમાયેલી છે.
વળી કલ્પસ્થાનમાં લખે છે કે દરેક માણસના ડાબા સ્તનની નીચેના ભાગમાં આમાશય રહેલ છે. તેમાં જઈને ખોરાક પચે છે અને તે ખોરાકને રસ બની તે શરીરની પ્રત્યેક ધાતુઓમાં ફેલાઈને ધાતુઓને પુષ્ટ બનાવે છે. ખેરાકના કિટ્ટમાંથી શરીરના બધા મળેની ઉત્પત્તિ થાય છે. તાજી છાશ ચિ ઉત્પન્ન કરે છે, પુષ્ટિ કરે છે અને બળની વૃદ્ધિ કરે છે. એવી સામાન્ય જનતાને ઉપયોગી ઘણી વાતે આ સંહિતામાંથી મળી રહે છે. આ આખી સંહિતામાં સમગ્ર જીવનની વાત ચર્ચા છે માત્ર એકલાં જ ઓસડિયાં નથી. છેલ્લું ખિલસ્થાન છે. માનસરોગને આધિ કહ્યા છે. તેના પણ સાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય એમ ભેદ પાડ્યા છે.
આ સંહિતામાં તેલને બદલે ઘીની યેજના વધુ છે. જે બાળક તરતનું જમ્મુ હેય તેને બેરના ઠળિયા જેટલી ઘીની માત્રા આપી શકાય છે, તે પછી પાંચ દિવસથી દશ દિવસ સુધીનાં બાળકને તેથી કંઈક અધિક ઘીની માત્રા આપી શકાય. આહારને કશ્યપે મોટું ઔષધ માન્યું છે. “યૂષ” અથવા ઓસામણને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. આવાં ૨૪ પ્રકારનાં ઓસામણ લખ્યાં છે. તેમાંય મૂળાનું ઓસામણ, લસણનું ઓસામણ અને દાળમાં નાખેલાં આમળાંનું ઓસામણ ખૂબ ધ્યાન ખેંચે છે. લૂણને યૂષ પણ વાયુ માટે લખ્યો છે. કાંજીને ઉપયોગ પણ વાયુમાં ખૂબ કર્યો છે. આ ઓસામણે કેવી રીતે તૈયાર કરવા તેની વિધિ પણ સુંદર બતાવી છે.
વળી પાન ૭૮૬ ઉપર લખે છે કે “યુવાન સમર્થ વૈદ્ય મૂળને પાણીમાં બાફી લઈ નીચોવી લેવા, પછી તે મૂળાને તેલ કે ઘી રૂપ નેહમાં મૂંજી નાખી તેમાં આદાન-જળને પ્રક્ષેપ કરવો એમ તૈયાર કરેલા તે “મૂલકયૂષનું સેવન બધાયે રેગોને વિનાશ કરનાર થાય છે.”
આ રીતે ગરીબ માત્રને સ્વાથ્ય મળે તેવાં સુંદર ઓસામણે લખી કશ્યપે આમ જનતાની સેવા કરી છે. ચરકે ૨૭ વાગૂ-“ખીચડી” લખી છે ત્યારે કશ્યપે