SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ વિષમજ્વર નિર્દેશીય અધ્યાય ૧ લે A અને ક્રિયાઓ દ્વારા જ્યારે અત્યંત શાંતિ પામે છે ત્યારે માણસ સુખી થાય છે; એમ જ્વરની શીતપૂર્વની પ્રવૃત્તિમાં એ માટું કારણ જે હાય છે, તેને અહીં ખરાખર કહેલ છે. ૫૭,૫૮ માણસને દાહપૂર્વકના જ્વર આવે છે તેનાં કારણ मथ कस्माज्ज्वरो जन्तोर्जायते दाहपूर्वकः । 8 વ હેતુ ત્રાહિ યહીયસ્ત્યાઘુદ્દાદતઃ ॥૨॥ मत्युदीर्ण यदा पित्तं वायुनाऽल्पेन मूच्छितम् । मनुबद्धं रसस्थाने श्लेष्मणाऽल्पबलेन च ॥ ६०॥ दाहः पूर्व तदा जन्तोः शीतमन्ते प्रवर्तते । खोद्वेपकः सप्रलापस्मृतिबुद्धिप्रमोहनः ॥ ६१ ॥ હવે માણસને કયા કારણે દાહપૂર્વક જ્વર ઉત્પન્ન થાય છે? એના ઉત્તર પણ આ જ છે કે, તેમાં પણ ખળવાન હેતુ તે આ જ કહેલ છે કે, જે કાળે માણસના શરીરમાં પિત્ત ઘણું વિકાર પામીને કાપ્યું હાય, ત્યારે તે જ પિત્ત, એછા પ્રમાણવાળા વાયુ સાથે મૂર્છિત થઈ-મળીને રસના સ્થાન -આમાશયમાં અનુસરે છે; અને ત્યાં એછુ' બળ ધરાવતા કફ સાથે પણ તે મૂતિ થઈ મળે છે; પછી તે સ્થિતિમાં ત્યાં આમાશયમાં પિત્તની અધિકતા હૈાવાથી પ્રથમ દાહ ઉત્પન્ન થાય છે અને છેલ્લે કફ પ્રવૃત્ત થાય છે એટલે કે પેાતાનું કામ કરવા લાગે છે, ત્યારે કપારી સાથે પ્રલાપ–અકવાદ સ્મરણશક્તિના પ્રમાહ તથા બુદ્ધિનેા કે જ્ઞાનશક્તિના પણ અત્યંત માહ ઉત્પન્ન થાય છે. ૫૯-૬૧ ઉપર્યુક્ત એય જ્વર સંસગ જ છે तावेतौ शीतदाहादी ज्वरौ संसर्गसंभवा । असाध्यः कृच्छ्रसाध्यो वा दाहपूर्वी ज्वरस्तयोः ॥६२ ઉપર એ જ્વરે જે કહ્યા જેમાં પ્રથમ ટાઢ વાઈ ને દાહ ચાલુ થાય છે તે પહેલા અને જેમાં પ્રથમ દાહ ઉત્પન્ન થઈને પાછળથી શીત જણાય છે તે ખીજો જ્વર, ૭૪૩ wm એ એયની ઉત્પત્તિ સ'સગ થી જ થાય છે; અને તેમાંના જે બીજો દાહપૂર્વક ઉત્પન્ન થાય છે તે અસાધ્ય અથવા કૃષ્ટ્રસાધ્ય હોય છે. વૃદ્ધજીવકના પ્રશ્ન प्रत्यनीकगुणाः सन्तो दोषा वातादयः कथम् । संभूय कुर्वते रोगान्नान्योऽन्यं शमयन्ति च ॥ ६३॥ વાતાદિ દાષા એટલે કે વાત, પિત્ત અને કફ-એ ત્રણે, એકખીજાથી વિરુદ્ધ ગુણાવાળા છે, છતાં તેએ એકઠા મળી રાગેાને કેમ કરે છે? અને તે ( એકખીજાથી વિરુદ્ધ હાઈ) એકબીજાને કેમ શમાવી દેતા નથી ? ૬૩ કાશ્યપને પ્રત્યુત્તર સ્વમાવાટ્યૂબળાોવા માન્યોન્યશમનાઃ સ્મૃતાઃ। यस्मात्तस्माद्बहुविधाः संसृष्टाः कुर्वते गदान् ॥ ६४ વિદ્ધા મુળતોડ્યોન્યં જાય સવાો યથા । તેઓ સ્વભાવથી જ દૂષણરૂપ છે એટલે કે દૂખ્યાને કૃષિત કરવાના જ તેઓના મૂળ સ્વભાવ છે; તે જ કારણે તેઓ ઢાષા કહેવાય છે, તેથી જ તેઓ એકખીજાનું શમન કરનારા કે એકબીજાને શાન્ત કરી દેનારા થઈ શકતા નથી, પણ એ જ કારણે-એટલે કે દોષરૂપ જ હાઈ એકબીજા સાથે મળીને અનેક પ્રકારના રાગેાને જ ઉત્પન્ન કરે છે; જેમ સત્યાદિ ગુણા એકબીજાથી વિરુદ્ધ હેવા છતાં એકબીજા સાથે મળીને (એક ખીજાથી વિરુદ્ધ એવાં ) કાર્યને ( અવશ્ય ) કરે જ છે. ૬૪ વૃદ્ધજીવકના પ્રશ્ન शिरः संतप्यते कस्माज्ज्वरितस्य विशेषतः ॥६५॥ सति सर्वाङ्गतापे च शैत्यं भवति पादयोः । જે માણસ જવરથી યુક્ત થયા હોય તેનું ખાસ કરી મસ્તક કેમ વધુ સંતાપ પામે છે-આખાયે શરીર કરતાં માથાના તપારા વધારે કેમ હેાય છે ? તેમ જ જવરવાળા માણસનાં બધાં અંગેામાં તારા હાય છતાં તેના બેય પગ શીતળ કેમ હાય છે? ૬૫
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy