SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષીરગુણવિશેષીય અધ્યાય ૨૦મા www વતી હાય છે, તેથી એ ગાયાનું દૂધ વિરે ચન કરાવે છે પેટને વધુ સાફ કરે છે, એ કારણે ગાયાના દૂધને ‘રસાયન” કહ્યું છે; એમ ગાયાના દૂધના એ ખાસ ગુણુ કહેવામાં આવ્યા છે. ૧૯ વિવરણ : યરકે સૂત્રસ્થાનના ૨૭મા અધ્યાયમાં અને સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૫ મા અધ્યાયમાં આ ગાય–ભેંસના દૂધના ગુણા સંબંધે આવું જ કહેલું છે. ૨૦–૨૨ ૯૭૩ www ભેંસના દૂધના હીન ગુણા कृमिकीटपतङ्गैश्व सर्वैरपि तृणाश्रितैः ॥ २० ॥ सह नानातृणं हीनं महिष्यो भक्षयन्ति हि । અવાન્તિ તોયાનિ ગર્ભાનિ ચ વિશેષતઃ ॥રશ્ एतस्मात् कारणत्तासां क्षीरं कषायशीतलम् । शीतत्वाद् दुर्जरं स्निग्धं (गुरु) दाहनिबर्हणम् । ગવાં ક્ષીાચાપમુળ મદ્દિવીળાં પથો મતમ્ ॥રરા | ભેસા ઘાસમાં રહેલ કૃમિ, કીડા, પતંગિયાં તથા સર્વાંની સાથે પણ અનેક જાતનાં ઘાસ ખાઈ જાય છે; તેમ જ હલકાં ઘાસ પણ અવશ્ય ખાય છે; તેમ જ પાણીમાં વધુ પ્રવેશ કરે છે અને ( મેલા પાણીના ) ખાડાઓમાં પડી રહે છે, એ કારણે તે લેસાનાં દૂધ, કષાય–તૂરાં અને શીતલ હાય છે; તેમ જ શીતલ તથા વધુ સ્નિગ્ધ-ચીકણાં, હાવાના કારણે જ-પચવાં મુશ્કેલ હેાય છે; તેમ જ દાના નાશ કરનારાં પણ હેાય છે; છતાં ઉપર કહેલ કારણથી તે ભેસાનાં દૂધને ગાયાના દૂધ કરતાં ઓછા ગુણવાળું માન્યુ છે. ૨૦-૨૨ વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૨૭ મા અધ્યાયમાં અને સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૫ મા અધ્યાયમાં આ સંબંધે આમ જ કહ્યું છે. ૨૩,૨૪ ઊંડીના દૂધના ગુણા મહારાયતયા વામ(ન)મવુ પ્રાયસેવનાત્ । પત્તુત્વાશ્વ ધનત્વાશ્ચ મત્સ્ય પુર્દિષ્ઠર પયઃ ॥ ર ॥ ખુદ્દ પૃથં ચ નિષ્ટિ મધુરૂં ચ વિરોષતઃ | અલ્પાદાતયોટ્ટોળાં ત્રિયં ડડવળ વયઃ રદ્દી | બકરીના દૂધના ગુણા अजानामल्पकायत्वात् कटुतिक्तानिबर्हणात् । अल्पत्वाच्च बलित्वाच्च लघु दोषहरं पयः ॥२३॥ अल्पत्वात्तद्धनं क्षीरं धनत्वादपि बृंहणम् । શીતં સંપ્રાપ્તિ મધુર વયં વાતાનુજોમનમ્ ॥૨૪ બકરીઓનાં શરીર નાનાં હાય છે અને તે બકરીએ તીખાં તથા કડવાં પણ ઘાસ વગેરેના ત્યાગ કરતી નથી, પર`તુ ( ઊંટ | મૂકે આકડા અને અકરી મૂકે કાંકરા-ઊંટ ફક્ત આકડો જ છેડે છે અને બકરી ફક્ત કાંકરા જ છેડે દે-એટલે કે) બધુંયે ખાય છે, તે કારણે તેમ જ એ બકરી કદમાં ભલે નાની હાય છે, પણ ખળવાન હાય છે, તેથી એ બકરીનું દૂધ પચવામાં હલકુ હોય છે અને દોષને દૂર કરનાર પણ હાય છે; ઉપરાંત તેનું દૂધ પણ ઓછું નીકળે છે, તેથી તેનુ દૂધ વધુ ઘાટુ' પણ હોય છે, તે કારણે બૃંહણ એટલે પૌષ્ટિક પશુ હાય છે અને શીતલ હેાઈ મળેાના સંગ્રહ. કરનાર-રોકનાર પણ હાય છે; તેમ જ એ બકરીનું દૂધ મધુર હાઈ ખલવર્ધક અને વાયુનું અનુલેામન કરનાર અથવા વાયુની અનુકૂળ પ્રવૃત્તિ કરનાર પણ હોય છે. ૨૩,૨૪ ઊંટડીનું શરીર માટુ હાય છે એટલે કે તેના દૂધને રહેવાનું સ્થાન ઘણું માટુ તથા રંગે શ્યામ કાળું હોય છે; તેમ જ એ ઊંટડી લગભગ મધુર પદાર્થીનું જ સેવન કરે છે; વળી તે ઊંટડીનું દૂધ પ્રમાણમાં ઘણું અને ઘાટું હાય છે, તે કારણે એ ઊંટડીનું દૂધ ખલવ ક અને પુષ્ટિકારક પણ હોય છે. વળી તે ઊંટડીનુ દૂધ ગુરુ હાઈ પચવામાં ભારે હોય છે, વૃષ્ય અથવા વીય વધક હોય છે અને વિશેષે કરી મધુર પણ કહ્યું છે; તેમ જ ઊટડીઓને આહાર અથવા ખારાક પણ ઓછે! હાય છે, તે કારણે તેઓનું દૂધ પ્રિય અથવા પ્રીતિકારક થાય છે અને (સ્વાદમાં ) લગાર
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy