________________
(૬) લોગસ્સ સૂત્રની ગાથાના શબ્દ સાથેનું ચિત્ર જોવાની સમજ ચિત્રમાં વચ્ચે ગાથાની લીટીવાર કુલ ૨૪ તીર્થકર મૂક્યા છે.
પહેલી ગાથામાં ક્રમશઃ લોગસ્સ ઉજ્જો અગરે' આદિ પદથી જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાગમ (રાગાદિ-નાશ) અતિશય, પૂજાતિશય સૂચવ્યા, તે ચિત્રમાં વચ્ચે મથાળે દર્શાવ્યા પ્રમાણેના પ્રતિક સામે લાવી યાદ કરવાના. બધા તીર્થકર એ પ્રમાણે સૂર્ય જેવા પંચાસ્તિકાય પ્રકાશક, સમવસરણ પર તીર્થ સ્થાપક, મિત્ર-શત્રુ પર રાગાદિવિજેતા, અને અષ્ટપ્રાતિહાર્યની શોભાને અઈ યોગ્ય જોવાના “ચઉપીસ” પિન્નચોવીસ પણ એમાં “પણ” શબ્દથી સર્વ દેશ-કાળના બીજા અનંત તીર્થંકર સૂચવ્યા, તે ૨૪ ની આસપાસ ને પાછળ જોવાના.
બીજી-ત્રીજી ચોથી ગાથા બોલતાં એની દરેક લીટીવાર ચિત્ર પ્રમાણે એટલા જ તીર્થંકર દેખાવાના. દા.ત. ઉસભ-મજિએ તો પહેલી લીટીમાં ઋષભદેવ- અજિતનાથ” એ બે તીર્થકર સમલેવલ પર દેખાય, એમની નીચે ચોથાપાંચમા, એમ છેલ્લે ત્રેવીસમાં-ચોવીસમા દેખાય. આ દરેક ભગવાન વળી પ્રાતિહાર્ય સહિત અને એ દરેકના ચરણકમળે માથુ નમેલું દેખાય.
૨ | ૧ | ૩
૨ |
૨ |
૧
પાંચમી ગાથામાં “ચઉવીસ પિ' થી અને બીજા અનંત જિનવર જવાના, એ પણ હાથ જોડી નિર્મળ અને અક્ષય સ્વરૂપ જોઈ એમના પ્રસાદ-પ્રભાવની માંગણી કરવાની અર્થાત પ્રભાવ ઝીલીએ એવી અભિલાષા કરવાની-પ્રસપ્રસન્નતાકૃપા-કરૂણા આ બધુ તીર્થકર એમના અચિંત્ય પ્રભાવસ્વરૂપ છે.
છઠ્ઠી ગાથામાં જોવાનું કે બધા તીર્થંકરનું ત્રણે લોકમાં કીર્તન-વંદન(મૂર્તિ દ્વારા) પૂજન થયેલું છે. અને એ મંત્રસિદ્ધ વિદ્યાસિદ્ધ આદિમાં શ્રેષ્ઠ શુદ્ધબુદ્ધ- મુક્તસિદ્ધ છે એ જોવાનું. ભાવ આરોગ્ય- મોક્ષ માટે બોધિલાભ (વીતરાગ સુધીનો જૈન ધર્મ) અને ઉત્તમ ભાવ સમાધિ આપો એમ પ્રાર્થના કરવાનું.
સાતમી ગાથામાં ચિત્રમાં છેક નીચે બતાવ્યા પ્રમાણે ચંદ્ર-સૂર્ય સાગર કરતાંય અધિક નિર્મળ, પ્રકાશક તથા સિદ્ધશિલા પર બિરાજમાન સિદ્ધા તરીકે જોતા મોક્ષ આપો એવી પ્રાર્થના કરવાની.