________________
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૭, ત્રીજો ભોઈવાડો, ભુલેશ્વર, મુંબઈ–૪૦૦ ૦૦૨ શોપ નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ રોડ, મુંબઈ-૨
શ્રતોદ્ધારનું ભવ્ય કાર્ય જણાવતાં અતિશય આનંદ થાય છે કે વિકરાળ એવા આ કલિકાળમાં અદ્ભુત એવું શ્રી જિનશાસન મળ્યું છે.....ને તેની યત્કિંચિત્ ભક્તિ દ્વારા ઋણમુક્તિ ને આત્મભક્તિના શુભ લક્ષ્યથી પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પ. પૂ. આચાર્યદિવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટની સ્થાપના થઈ. કોઈપણ જાતના ગચ્છભેદ, પક્ષભેદ કે સંપ્રદાયભેદને વચ્ચે ન લાવી શાસનના સાત ક્ષેત્રની તન-મન-ધનથી થાય તેટલી નિઃસ્વાર્થભાવે ભક્તિ કરી લેવાના જ સાધ્યને સામે રાખી ટ્રસ્ટે ૧૨ વર્ષમાં ધાર્યા કરતાં અનેકગણી પ્રગતિ સાધી છે.
> નૂતન મંદિર નિર્માણજીર્ણોદ્ધાર > ઉપાશ્રય નિર્માણ, સાધુ-સાધ્વીજીઓના તથા મુમુક્ષુઓના અધ્યયનાર્થે પાઠશાળાઓના
નિર્માણ–વિશાળકાય જ્ઞાનભંડારોના નિર્માણ-સાધર્મિકોની યથાયોગ્ય ભક્તિ. > શાસ્ત્રો ને આગમગ્રંથોના સંશોધન-સંપાદન-લેખન-પુનર્મુદ્રણ-પ્રતિલિપીકરણ. > વિહારનાં સ્થાનોમાં યથાયોગ્ય સગવડો. > દીક્ષાર્થીઓનાં બહુમાન આદિ અનેકવિધ પ્રવૃત્તિઓ, ટ્રસ્ટના નેજા હેઠળ પૂજ્ય આચાર્ય
ભગવંતોની સૂચના મુજબ ચાલી રહી છે.....સર્વતોવ્યાપી આ પ્રગતિ દિનપ્રતિદિન વધતી જ રહી છે..
બધાં જ ક્ષેત્રોની ભક્તિ કરવાની સાથે સાથે વર્તમાન દ્રવ્ય ક્ષેત્રકાળભાવને સામે રાખી ટ્રસ્ટે શ્રુતભક્તિના કાર્યમાં હાલ વિશેષ લક્ષ કેન્દ્રિત કર્યું છે....કારણ સુધમસ્વિામી–હેમચંદ્રસૂરિ મહારાજ–ઉપા. યશોવિજયજી મહારાજ હરિભદ્રસૂરિ મહારાજ અભયદેવસૂરિ મહારાજ–શીલાંકાચાર્ય– મલયગિરિ મહારાજ આદિ અનેક વિદ્વાન પૂર્વાચાર્યોએ જે અઢળક શ્રુતસંપત્તિનું નિર્માણ કર્યું છે, તેનું રક્ષણ-જતન કરવાની આજના કાળની તાતી જરૂર છે. શ્રુતજ્ઞાન છે તો જ શાસન છે....ભૂતકાળમાં પ્લેચ્છોનાં આક્રમણો, દ્વેષીઓના શાસન પ્રત્યેના દ્વેષ અને ઈષ્ય, આપણા જ અંદરોઅંદરના વિખવાદ, સૌથી વધારે તો શ્રુતજ્ઞાનની સરિયામ ઉપેક્ષાથી ને વિદેશીઓના પ્રપંચી ધવપેચોથી કલ્પના ન કરી શકાય એટલો આપણો શ્રુતખજાનો હત-પ્રહત થઈ ગયો છે !....હવે તો બચ્યું છે એટલું પણ બચાવી રાખવાની આપણી પ્રથમ ફરજ છે, તો જ ભાવિ પેઢીમાં શ્રુતના વારસાનું સંક્રમણ થવાથી શાસનસરિતા અવિચ્છિન્નપણે વહ્યા કરશે !....