________________
=
કરોડો મંત્રજાપના આરાધક સરલસ્વભાવી સાધ્વીરત્ના. પ. પૂ. સાધ્વીજી
પદ્મયશાશ્રીજી મ. સા. ના
સંયમજીવનની અનુમોદનાર્થે... ચાર દાયકા પૂર્વે ઝાલાવાડમાં ધ્રાંગધ્રા શહેરની પુણ્યવતી ધરા પર ધમપ્રભાવક, વિદ્વદ્રય, પરોપકારી, પ. પૂ. આચાર્યદવ ૧૦૮ વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા., શાસન પ્રભાવક પ. પૂ. યુગદિવાકર આચાદવ વિજયધર્મસૂરીશ્વરજી મ. સા., સાહિત્ય કલારત્ન પ. પૂ. વિજયયશોદેવસૂરિજી મ.સા., શતાવધાની પ. પૂ. વિજયજયાનંદસૂરીશ્વરજી મ.સા. સપરિવારની પાવનકારી નિશ્રામાં, તેમ જ વિદુષી સાધ્વીજી (દીક્ષાગુરુ) પ્રિયંવદાશ્રીજી મ. સા. અનેક સાધ્વીવંદના સાંનિધ્યે સંયમજીવનનો સ્વીકાર કર્યો! અણમોલ સંયમ જીવન ! મહોપકારી ગુરુદેવ! પ્રેમાળ સહાધ્યાયી, સ્વાધ્યાય આવશ્યક ક્રિયા, જાપ, ધ્યાન, તપ, દર્શન, જ્ઞાન, ચારિત્રની અનુપમ આરાધનામાં વડીલોની સુશ્રષામાં ઝુકાવ્યું!
સંયમરથ નિરાબાધ ચાલતો હતો કિંતુ પૂર્વકત કર્મોદયે અસહ્ય જીવલેણ દર્દીની અવિરત હારમાળા ચાલી રહી છે ત્રણેક દાયકાથી. વ્યથા, વેદનામાં પણ આપનો સમત્વભાવ, સમતા અદૂભૂત છે. સહવાની શક્તિ પાસે અમારા સહનું અને આપશ્રીએ જ્યાં-જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં-ત્યાંના સંઘનાં ભાઈ-બેનો તેમ જ આપની બીમારીમાં જૈન-જૈનેતર ડૉ. વગેરે સહુનાં શિર આપનાં ચરણોમાં ઝૂકી પડ્યાં છે. આપની અનુમોદના કરી રહ્યા છીએ !
અસહ્ય દર્દોમાં આપની પ્રસન્નતા, એકાગ્રતા, શાસનપ્રભાવના, વાંચન, અભ્યાસ, શ્રાવક-શ્રાવિકાઓના જીવનમાં ધર્મજાગૃતિ લાવવી, પ્રેરણા દ્વારા અનેક કાર્યોમાં પરમાત્માની ભક્તિ, સેવા, પ્રભાવના અને નાનાં નાનાં બાળકોમાં સંસ્કારનું સિંચન વગેરે કાર્યો કરાવતાં રહો છો ! આપની જીવદયા પ્રત્યેની અનહદ લાગણી હોય અનેક ગામોમાં તેમ જ બનાસકાંઠા જિલ્લામાં આપની પ્રેરણા, શુભાભિલાષાથી અમારા કુટુંબીજનોને તેમ જ જ્યાં જ્યાં આપના ચાતુમસ થયા છે ત્યાંના સંઘ તરફથી તેમ જ ભાવુકો તરફથી દાનનો પ્રવાહ વહાવ્યો છે. સંઘનાં કોઈ પણ કાર્યો હોય તે આપની સૂઝબૂઝથી અત્યોત્તમ પૂર્ણ કરાવો છો નાનાં ક્ષેત્રોમાં સાતેય ક્ષેત્રોને યથાશક્તિ પ્રમાણે નવપલ્લવિત કરાવી રહ્યાં છો. આપની પ્રેરણા-નિશ્રા ધારીલાગામ હાલ મુંબઈ રહે છે ! કચ્છ કટારીઆ તીર્થનો સંઘ નીકળેલ ! અમરેલીમાં ઇટથી ઇમારત આપની જ પ્રેરણાથી તન-મનનો પૂરેપૂરો ભોગ અને ધન દ્વારા ભવ્ય, અનુપમ, નૂતન જિનાલય શ્રી ગિરનાર મંડન તથધિરાજ શ્રી નેમિનાથ ભગવંતનું જે અદ્વિતીય આકાર પામ્યું છે. આપના સંયમજીવનની ભૂરિ ભૂરિ અનુમોદના સહ અંતઃસ્તલની શુભાભિલાષા.
આપના દર્શનોત્સુક, ભવદીય કૃપાકાંક્ષી સ્વ. મોહનલાલ દેવચંદ શેઠ હ વસંતબહેન મહેતા. સ્વ. જમનાદાસ દેવચંદ શેઠ હ પ્રવીણકુમાર શેઠ, સ્વ. નંદલાલ દેવચંદ શેઠ, હર પરિવાર. સ્વ. ચંદુલાલ દેવચંદ શેઠ હઃ પરિવાર. સ્વ. જયાકુંવરબેન જેઠાલાલ શેઠ પરિવાર પાનેલી, સ્વ. ચંચળબેન રતિલાલ ભીમાણી પરિવાર ચિત્તલ, મહેતા હરકુંવરબેન હરગોવિંદદાસ, અમરેલી. વોરા માનકુંવરબેન તલકચંદ મોટામાચીયાળા, મહેતા ચંપાબહેન પ્રભુદાસ કાલીદાસ, રાજકોટ. શ્રી વિમળાબહેન અનોપચંદ ગાંધી, અમદાઆવાદ. શ્રી વિજયાલક્ષ્મી પૂનમચંદ બાલુભાઈ દોશી, ઉના. શ્રી પુષ્પાબેન સી. શાહ, પૂના. શ્રી પ્રભાકુંવરબેન નંદલાલ શેઠ, તથા નાના ભૂલકાંઓ. હાર્દિક ધીરેન્દ્રકુમાર સંઘવી, માનસી ભૂપેન્દ્રકુમાર મહેતા, નીરવ ભૂપેન્દ્રકુમાર મહેતા, હાર્દિક મનીષકુમાર ભીમાણી તથા ભક્તિવંત સદ્દગૃહસ્થો.