________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૮૩
મૃગાપુત્રની માતાથી લઈ અનેક શિષ્યોના પિતા જેવા પાર્શ્વપ્રભુના કેશી ગણધર પણ તેઓથી પ્રભાવિત થઈ ગયા, કેશી ગણધરે તો ગણધર શ્રી ગૌતમની ગૌરવવંતી ગુણવાણીના વહેણમાં વહી જઈ સશિષ્ય પ્રભુ વીરનો પંથ સ્વીકાર્યો. આમ વડેરા પણ નાનેરાના વશ થયા. પૃષ્ઠચંપાના રાજવી સાલ–મહાસાલ ઉપરાંત ગાંગલ રાજવી માતા-પિતા સહ વૈરાગી બન્યા ગૌતમ પ્રભુથી જ, અને પરમાત્માના પવિત્ર દર્શન પૂર્વે જ કેવળી પણ બની ગયા, આ જ ગણધરશ્રીની ગુપ્ત લબ્ધિથી.
L] મનસ્વી અને માની લાગતા એક વખતના ઇન્દ્રભૂતિ મહાવીરના મમતાળ જેવા પરિચયથી એવા નમ્ર-વિનમ્ર બની ગયા હતા કે અવધિજ્ઞાનની ક્ષેત્રમયદા વિષે આનંદ શ્રાવક સાથે થયેલ ધર્મચર્ચામાં થાપ ખાઈ ગયા, ત્યારે પોતાના ગુરુવર પાસે સત્યનો ખુલાસો લઈ ખુલ્લા દિલથી સામે ચડી માફી પણ માગી આવ્યા. આ પ્રસંગે પુરાવો પ્રકાશ્યો કે સાધુથી શ્રાવકની આશાતના ન કરી શકાય, કારણ કે તેમ થયે તીર્થની સંઘની અને તીર્થકરની જ આશાતના થાય. વિનયગુણની પરાકાષ્ઠા તો ત્યારે તરવરતી હતી, જ્યારે તેઓ બધોય બોધ હોવા છતાંય બુદ્ધિ-બાહોશીને બંધ બારણે રાખી, બે હાથ જોડી બીજા બધાય બાળજીવોના પ્રતિબોધ માટે વીરપ્રભુના ચરણે રહી વિવિધ પ્રશ્નો કરતા રહેતા અને એક એક જવાબને જડીબુટ્ટી જડી જવા સમાન સમજી પ્રસન્ન મનથી વધાવતા હતા. છત્રીસ હજાર પ્રશ્નો ને ઉત્તરોથી ઉત્તમતા ધારણ કરતું ભગવતીસૂત્ર સાક્ષી પૂરે છે, આ ગુરુ-શિષ્ય બેલડીનાં સ્વાધ્યાય તપની. '
[સ] -સત્ય-સિદ્ધિનો સત્ય પ્રસંગ તો ત્યારે સર્જાણો જ્યારે પોતાને તે જ ભવમાં મોક્ષ મળશે કે નહિ તેની ખાતરી કરવા અષ્ટાપદ તીર્થનાં આઠ જંગી પગથિયાં પગથી નહિ પણ ચારણલબ્ધિથી ચડી ગયા. કોડિન્ન, દિન્ન અને સેવાલ નામના ત્રણ તાપસપતિઓ આ જ અષ્ટાપદ ઉપર જવા તીવ્ર તપસ્યા આદરી અટકી ગયા હતા, જ્યારે તે પંદરસો તાપસોની અસફળતા સામે સૂર્યનાં સૌરકિરણો પકડી સફળતાપૂર્વક છેક શિખર સુધી સ્પર્શના કરી પાછા હેમખેમ વળ્યા–જે જોઈ જાદુઈ ઘટનાથી જાણે મોહાણા હોય તેમ પંદરસોએ પંદરસો તાપસોએ તેમની પાસે દીક્ષા લીધી. તે તમામ તાપસોને પરમાત્મા વીર સુધી પહોંચતાં ક્રમથી કેવળજ્ઞાન લાધી ગયું.
[૨] –મહાવીર પ્રભુએ પોતાના નિવણિને નજીક જાણ્યું ત્યારે પરમ વિનય શિષ્યના સવાંગી વિકાસનો સમય પાકેલો જાણી ગૌતમસ્વામીને રાગના બંધનથી મુક્ત કરવા, વીતરાગ કેવળી બનાવી દેવા દેવશમાં નામના બ્રાહ્મણના બોધના બહાને બીજે ગામ મોકલ્યા. દિવાળીની રાત્રે પ્રભુનો મોક્ષ થયો. તે દુર્ઘટના જાણતાં જ ગૌતમ તાબડતોબ પાછા ફર્યા, ઘણું રડ્યા ને બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે આંસુ વહાવતાં કઠોર કર્યો પણ વહી ગયાં. પોતાને સામાન્ય સાધક સાધુ અને ગુરુવરને સિદ્ધ થયા જાણી, પોતાની પોતાના ગુરુથી દૂરી દૂર કરવા જાણે શુદ્ધિ-બુદ્ધિ સાંપડી હોય, લબ્ધિ હાથ લાગી હોય તેમ એકત્વ ભાવના ભાવતા ભાવતા જ બેસતા વરસના બ્રાહ્મમુહૂર્ત કેવળજ્ઞાન લાધી ગયું. દેવતાઓ પણ નમી પડ્યા ગુરુ ગૌતમને, કેવળજ્ઞાનનો ઉત્સવ કરી નૂતન વર્ષના અભિનંદન પણ પાઠવ્યા. બસ, ત્યારથી દિવાળીના દીવા ને નવા વરસની ! વધામણી વ્યવહારમાં વર્તન-પ્રવર્તન પામી. આજે પણ દિવાળી ગુરુ પ્રભુ વીરના માનમાં તથા બેસતું વરસ ગૌતમપ્રભુના માનમાં સાધના આરાધના, તપ-ત્યાગથી ઊજવાય છે.