________________
૭૫૮ ]
[ મહામણિ ચિંતામણિ
ધર્મપરિષદ તરફ ફંટાયા હતા. દેવો અને માનવોને આકર્ષતા નિગ્રંથ ભગવાન મહાવીર સર્વજ્ઞ, સર્વદર્શી અને ત્રિકાળજ્ઞાની છે એમ જાણીને ઇન્દ્રભૂતિ હુંકાર કરીને સંચય. તેને મહાવીર પાખંડી લાગ્યા. તેમને પડકારવા અને શાસ્ત્રાર્થમાં હરાવવા તે અધીરા બન્યા. ત્રિભુવન ગુરુ મહાવીરને સિંહાસન પર બેઠેલા અને દેવોથી સમવસરણમાં પૂજાતા જોઇને ઇન્દ્રભૂતિનો મોહ દિગંતમાં પેઠો. જેમ દિવસે ચોર નાઠે તેમ તેમના ક્રોધ, માન, માયા અને મદ નષ્ટ થયા. સૂર્ય જેવા તેજસ્વી ભગવાનના રૂપથી અંજાયેલા 'ઇન્દ્રભૂતિને પહેલાં તો ઇન્દ્રજાલની ભ્રમણા થઈ; પરંતુ ભગવાન મહાવીરે જ્યારે તેમને ઇન્દ્રભૂતિ’ કહી બોલાવ્યા ત્યારે તે ચકિત થયા.
ભગવાન મહાવીરની યોગનિષ્ઠ સમતા અને સ્થિરતાથી ઇન્દ્રભૂતિનો અહંકાર ઓગળી ગયો. શ્રમણ ભગવાન મહાવીરની કરુણા, વાત્સલ્યપૂર્ણતા અને મૈત્રીભાવનાથી ઇન્દ્રભૂતિના હૃદયમાં દ્વાર ઊઘડી ગયાં. ભગવાનની સરળતા, મધુરતા, ઋજુતા, સંયમ અને અહિંસાવૃત્તિએ ઇન્દ્રભૂતિની કઠોર સ્પર્ધકવૃત્તિને નાથી. જીવના અસ્તિત્વ અંગેની ઇન્દ્રભૂતિની વિમાસણનું ભગવાન મહાવીરે તક અને આગમ પ્રમાણથી સમાધાન કર્યું. ભગવાન મહાવીરના ઉપદેશથી પ્રભાવિત થયેલા ઇન્દ્રભૂતિ પાંચસો શિષ્યો સાથે ભગવાનના પ્રથમ શિષ્ય બન્યા. ભગવાન મહાવીરે સ્થાપેલા અગિયાર ગણધરોમાં ગૌતમસ્વામી પ્રથમ ગણધર બન્યા. ગૌતમસ્વામી ભગવાન મહાવીર સાથે સ્નેહને તાંતણે બંધાયા. શિષ્ય અને ગુરુનો આ સંબંધ પ્રબળ પ્રેરક બની રહ્યો.
શ્રી ગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીરની નિશ્રામાં ત્યાગ, વૈરાગ્ય, તપશ્ચર્યા અને સંયમપૂર્વક યોગસાધનામાં રત થયા. કામવાસનારહિત સહનશીલતા પૂર્વક આત્મશુદ્ધિના યજ્ઞમાં
શાસ્ત્રોનું ગહન અધ્યયન, વ્રત, કઠોર તપ અને સતત આત્મનિરીક્ષણ દ્વારા નિજાનંદની મસ્તીમાં પડ્યા. શ્રમણ જીવનના આચારોનું દઢ રીતે પાલન કરતા ગૌતમસ્વામી ધર્મસંઘના નાયકપણા અને ગણધરપણાનો ભાર પણ ભૂલી ગયા.
આવા પ્રખર તેજસ્વી સાધક યોગનિષ્ઠપણાની સિદ્ધિઓ અને લબ્ધિઓ અનાયાસ પામે તે | સ્વાભાવિક છે. આવા મહાત્માઓને યોગસાધનાથી અદ્વિતીય શક્તિઓ વિનાપ્રયત્ન પ્રાપ્ત થાય છે. અલબત્ત, આત્મસાક્ષાત્કારના મહાપુરુષાર્થમાં રમમાણ થતા યોગીઓ ચમત્કારો કરીને સસ્તી પ્રસિદ્ધિ પામવાના લોભી હોતા નથી. તેમને ગર્વના લાલનપાલનમાં રસ હોતો નથી. તેઓ કંચન અને કીર્તિના ભૂખ્યા પણ હોતા નથી. ગુરુ ગૌતમસ્વામી આ શ્રેણીના સાધક હતા. તે ઋજુ સ્વભાવના, વિવેકી, વિનયી અને શુદ્ધ અંતઃકરણવાળા હતા. ગુરુ ગૌતમસ્વામી અનંત સિદ્ધિઓ અને લબ્ધિઓના સ્વામી હતા. સિદ્ધિઓ અને લબ્ધિઓનાં પ્રલોભનોથી તે મોહિત થયા ન હતા. આત્મસાધનાના પોતાના માર્ગેથી આ સિદ્ધિઓ અને લબ્ધિઓ તેમને દૂર લઈ જઈ શકી ન હતી. ધનસંપત્તિ, યશ કે દુન્યવી વિષયો તેમને સ્પર્શવા સક્ષમ ન હતાં. અપ્રમત્ત રહેવાની શ્રમણ ભગવાન મહાવીરની સલાહને ગૌતમસ્વામીએ ગાંઠે બાંધી હતી. સંસાર પ્રલોભનોથી ભરેલો છે. તેમાં જીવનારે પળે પળે જાગૃત રહેવાની આવશ્યકતા છે. મોહાદિ શત્રુઓથી સાવધ રહેવું એ યોગીઓ માટે અનિવાર્ય આવશ્યકતા છે.
આ ગૌતમસ્વામીની પ્રખર સાધનાથી સિદ્ધિઓ અને લબ્ધિઓએ તેમના હૃદયને પોતાનું આશ્રય- સ્થાન બનાવ્યું હતું. તેમના હાથના સ્પર્શ માત્રથી અનેકના રોગ, દુઃખ અને દારિદ્ર નાશ પામ્યાં