________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૫૫
જે માટે ગૌતમે જવાબ આપ્યો કે પ્રજ્ઞા વડે જ ધર્મતત્ત્વનો નિશ્ચય કરી શકાય છે. શરૂઆતના મુનિઓ ‘ઋજુ-જડે’ એટલે કે સરળ પણ જડ હતા, તેથી તેમને ધર્મ સમજવો મુશ્કેલ હતો અને પાળવો સહેલો હતો. અને છેવટના મનિઓ વક્રજડ હતા તેથી તેમને ધર્મ સમજવો સહેલો હતો, પરંતુ પાળવો મુશ્કેલ હતો. તેથી તે બંનેને મહાવ્રતો સ્પષ્ટ દર્શાવવાં પડ્યાં. પરંતુ એકથી ત્રેવીસમા તીર્થંકરના સમયમાં મુનિઓ સરળ તેમ જ બુદ્ધિમાન હતા, તેથી તેમને બ્રહ્મચર્યવ્રત સ્પષ્ટ જુદું ન પાડતાં ચાર વ્રતો કહ્યાં.
કેશીએ એ જવાબથી સંતુષ્ટ થઈ વસ્ત્ર પહેરવા–ન પહેરવા બાબતમાં તે બેના વિધાનમાં તફાવત પડવાનું કારણ પૂછ્યું.
ગૌતમે કહ્યું, “પોતાના વિશિષ્ટ જ્ઞાન વડે જુદા જુદા સાધુઓનો અધિકાર સમજીને બંને તીર્થકરોએ ધર્મનાં જુદાં જુદાં સાધન ફરમાવ્યાં છે. પરમાર્થિક રીતે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ જ મોક્ષનાં સાચાં સાધનો છે. અને તે બાબતમાં તો બંને તીર્થકરો એકમત છે. બાહ્ય વેશ વગેરેનું પ્રયોજન તો એટલું જ છે કે તેના વડે લોકોને ખબર પડે કે આ સાધુ કયા પંથનો છે, તથા સાધુને પોતાને સંયમનિર્વાહમાં તે ઉપયોગી થાય, તેમ જ પોતે અમુક ધર્મનો છે એવું તેને ભાન રહે.
એ સાંભળી કેશીએ કહ્યું, “હે ગૌતમસ્વામી! તમારી પ્રજ્ઞા સુંદર છે. તમારા ઉચિત ઉપદેશથી મારા બંને સંશયો દૂર થઈ ગયા છે, એમ જાણો.
ત્યાર બાદ કેશીએ ગૌતમને આધ્યાત્મિક સાધનાને અંગે બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા, અને તેમણે આપેલા જવાબોથી પ્રસન્ન થઇ, છેલ્લા તીર્થકર મહાવીરના માર્ગ અનુસાર પાંચ મહાવ્રતવાળો ધર્મ શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યો.'
મહાવીરકથામાં ગૌતમે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાના પ્રસંગનું પણ સુંદર રીતે નિરૂપણ કરવામાં આવેલ છે. આ નિરૂપણ મુજબ ગૌતમની મહાવીર ભગવાન ઉપર અતિશય મમતા હતી, અને તે મમતા જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં આડે આવતી હતી. ભગવાને તેમની તે મમતાનો છેદ કરવા તેમને નજીકના ગામમાં દેવશમાં નામે બ્રાહ્મણને ઉપદેશ આપવા મોકલી દીધા હતા. દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફરતાં ગૌતમને પ્રભુના નિવણની ખબર માર્ગમાં જ મળે છે. છેક છેવટની ક્ષણે જ તેમને ભગવાનથી દૂર રહેવાનું થતાં તેમના દુઃખનો પાર રહ્યો નહીં. અહીં ગૌતમની કરુણ મનોવ્યથા જ ગૌતમને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રેરણારૂપ બને છે.
ખરે જ! મહાવીર ઉપર–તેમના શરીર ઉપર અત્યંત મમતા બાંધીને તથા તેમના ઉપર જ બધો આધાર રાખીને હું પૂરેપૂરું આત્મબળ દાખવતો ન હતો. એ વસ્તુ તારા ધ્યાન ઉપર લાવવા જ પ્રભુએ આમ નહીં કર્યું હોય ? તો હવે હું વસ્તુ માત્રથી નિરપેક્ષ બની તથા શરીરની પણ પરવા કર્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા જ કટિબદ્ધ થાઉં. પ્રભુ તેના જીવવામાં બીજો રસ પણ હવે શો છે? આમ આટલી વાત સમજાતાં જ ગૌતમસ્વામીને પણ કેવળજ્ઞાન થઈ ગયું. પ્રતિભા પરિચય : -
ધાર્મિક પરંપરા મુજબ ગૌતમસ્વામીનાં કેટલાંક સ્વતંત્ર મંદિરો તેમ જ કેટલાક અન્ય
અમારા પર