________________
ઉપર ]
[ મહામણિ ચિંતામણિ
માત્ર તેમનું પ્રતિકૃતિથી દર્શન, વંદન, નમન કરવાનું છે. કિંતુ એ મહાનિધાન આદરણીય માત્ર ગણધરપદને પ્રાપ્ત કરનારને અંતરના, અંતઃસ્તલના અદમ્ય ભાવો, ઊર્મિઓ હૃદય-સરોવરમાં વામ-વામ ઉછાળા મારે છે. એક-એક પ્રસંગ સ્મરણપટ પર આવે છે.
૧. શ્રી ઇન્દ્રભૂતિ ગણધરવાદમાં ભગવાનને પ્રશ્નો કરે, અગ્યારે વિપ્ર ભગવાનના શિષ્ય બને તેમાં પ્રકૃષ્ટ, પ્રબળ પુણ્યોદય. પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર. કેટલું આશ્ચર્ય થાય !
૨. ભગવતીજીમાં પણ પ્રશ્નોત્તર- હે ભંતે! અને ગોયમા! કેટલા સભાવો પરસ્પરના !! પ્રચંડ પુન્યની અનંતાનંત રાશિ ! દિવ્ય અનુભૂતિ મગજને તરબતર કરી દે છે.
૩. ગુરુકૃપા, શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ, પચાસ હજાર શિષ્યોને દીક્ષાનાં પ્રદાન કર્યા એ વિનયમૂર્તિએ ! ગુરુ-આજ્ઞા અને ગુરુદેવને સાડા ત્રણ કરોડ રોમ-રોમમાં જેમને બિરાજમાન કર્યા હતા !
૪. દિલની વિશાળતા, કૃતજ્ઞતા, ગંભીરતાદિ ગુણોએ ઇતિહાસ જ્વલંત રાખ્યો છે. સદ્ગણોની ગંગોત્રી વહે છે. પરમાત્માની આજ્ઞા શિરમાન્ય કરી, અષ્ટાપદ તીર્થની મંગલ યાત્રાર્થે પ્રસ્થાન કર્યું. સ્વલબ્ધિબળે, સૂર્યકિરણોના સ્પર્શમાત્રથી આરોહણ કર્યું ! ચોવીસે પરમાત્માની સ્તુતિ-સ્તવના કરી. જગચિંતામણિ ચૈત્યવંદન રચ્યું. આપણને પણ આપ્યું. એ ગુરું ગૌતમે પેલા જટાધારી તાપસોને વિમાસણમાં મૂકી દીધા. તેઓ ભૂખ્યા હતા.એક નાનું ભાજન (પાત્ર) તેમાં પરમાહa (ખીર) વડે પારણાં કરાવ્યાં. સો-બસો નહિ પણ પંદરસો હતા. એક અંગુષ્ઠ વડે –“અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર' આ પંક્તિએ અત્યારે પણ પ્રભાવ પાથર્યો છે. તાપસીને હેરત દીધું! મનોમન દઢ સંકલ્પ કરી લીધો ! આવા શાંત, પ્રશાંત, મહાજ્ઞાની ગુરુનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું.
૫. શ્રી ગૌતમ વિલાપના રચયિતા માણક્યસિંહસૂરિજી મહારાજે સુમધુર સ્વરે ગદ્ગદ કંઠે ભાવ પૂર્વક, અસ્મલિત પ્રવાહે ગાયું છે જે વાંચતાં આપણું હૃદય રડી પડે છે. સ્તબ્ધ થઈ જવાય છે. ગૌતમસ્વામીની અનન્ય શ્રદ્ધા, ભક્તિ-પ્રીતિ, સમર્પણભાવ, બાળપણના ઓલંભા | ઓળઘોળ એ આ રચનાર ઉપર બની જવાય છે ! દેવવંદન રચયિતા જ્ઞાનવિમલસૂરિ અને નયનવિજયજીએ કોઈ જુદી અગોચર રચના કરી બધું જ પીરસ્યું છે. અલૌકિક અદ્ભુત છે ! અમૃતરસ!
૬. પ્રભુને અલિંભા આપતાં કેવળજ્ઞાન પ્રગટ થયું એ પણ અનેરું આશ્ચર્ય છે ને મહાવીર પ્રભુનું નિવણિ–એક જ્યોત બુઝાઇ, ગૌતમસ્વામીની કેવળજ્ઞાનજ્યોત પ્રગટ થઈ !
પ્રબળ પુણ્યવંતા ગુરુ–ગુણની ગૌરવગાથા ઇતિહાસના મંગલ પૃષ્ઠ લખાણી!
૭. મહાજ્ઞાની, મેધાના તીવ્ર શક્તિશાળી, અનંત ઉપકારી, પ્રજ્ઞામૂર્તિએ શાસનને મહામોલ જૈન શાસનને અનુપમ પ્રદાન કર્યું છે. જૈન શાસન એવા આગમગ્રંથોની આધારશિલા છે એવી ત્રિપદીનું ગુંથન કર્યું !
૮. બેસતા વર્ષે ધવલ પ્રભાતે માંગલિક સહ શ્રી ગૌતમસ્વામીનો રાસ અચૂક સાંભળવા ઉપાશ્રયના પ્રવચન હૉલમાં ચિક્કાર મેદની ભેરાઈ. ગુરુ ભગવંતો મધુર કંઠે સુણાવે, શ્રોતાના મસ્તક ડોલતાં હોય; ધન્ય માતા, ધન્ય પિતા, અને ધન્ય ગુરુ! આ શબ્દો કર્ણપટ પર પડતાં જ ઓવારી જવાય છે. હૃદયથી નમી પડાય છે. આવા તો શ્રેણીબદ્ધ પ્રસંગો મનોભૂમિમાં વપન થઈ ગયા છે.