________________
૭૩૨ ]
[મહામણિ ચિંતામણિ
મંત્રરાજપીઠ અને (૫) યોગપીઠ–એ મુજબ પાંચ પીઠ અથવા પાંચ પ્રસ્થાન સ્વરૂપ આ સૂરિમંત્ર છે. વિધિપૂર્વક અને આમ્નાય સહિત આ સૂરિમંત્રની સાધના કરીને ભૂતકાળમાં અનેક વખત અનેક સૂરિપુંગવોએ અવસર મુજબ શાસન અને સંઘની પ્રભાવના તથા રક્ષા કરી છે. અહીં એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઇએ કે- સૂરિમંત્રની સાધના કરીને સિદ્ધિ મેળવીને સિદ્ધ બનવું એ એક જુદી વાત છે અને કેવળ જાપ કે આરાધના કરવી એ એક જુદી વાત છે. અહીં સિદ્ધ એટલે મંત્રસિદ્ધ બનવું એ અર્થ અભિપ્રેત છે. આજે પણ જો સાધના દ્વારા આ મંત્ર સિદ્ધ કરવામાં આવે તો એનો અજોડ અને અમોઘ પ્રભાવ જોવા મળે તેમ છે. એનાથી અંતરિક્ષજી–શિખરજી કે કેશરિયાજીના પ્રશ્નો ચપટી વગાડતામાં ઊકલી જાય. પરંતુ કમનસીબી આપણા સૌની કે આજે આપણને એવા કોઈ ભડવીર સૂરિમંત્રના સિદ્ધ સાધકની પ્રાપ્તિ થઈ નથી.
ગુરુ ગણધર ગૌતમસ્વામીજીએ તો આપણને સૂરિમંત્ર આપ્યો અને પૂર્વાચાર્યોએ પરંપરાગત આપણા સુધી એ પહોંચાડેલ છે. પણ કંઈક ભવિતવ્યતા કહો કે પછી જે સમજો તે આપણી પાસે સૂરિમંત્ર જેવું અમોઘ સાધન હોવા છતાં અત્યારે તો આપણી હાલત નોંધારા જેવી થઈ ગઈ છે.
કેવલજ્ઞાનની ઝંખના ૬ ઇચ્છા અને ઝંખનામાં ફરક છે, ઇચ્છા એ સામાન્યથી હોય છે, જ્યારે ઝંખનામાં એ ઇચ્છાની તીવ્રતા એકદમ વધી જાય છે. ગુરુ ગૌતમસ્વામીને પોતાને કેવલજ્ઞાન જલદી પ્રાપ્ત થાય એની સતત ઝંખના રહેતી હતી. તેવામાં શાલ અને મહાશાલ (બંને ભાઈઓ) ગાગલિ (તેમનો ભાણેજ) પિઠર (તેમના બનેવી) યશોમતી (તેમની બહેન, પિઠરની રાણી) એ પાંચેય દીક્ષિત થયાં પછી અને ભગવાનની પાસે સમવસરણમાં પહોંચતાં તો કેવલી બની જાય છે. આ આખી કથા પણ ખૂબ જ સમજવા જેવી છે, પરંતુ અહીં એમ કરવા જતાં વિષયાંતર થઈ જાય. ગુરુ ગૌતમસ્વામીજીને તેઓને કેવલજ્ઞાન થઈ ગયું એ જાણીને ખૂબ જ અવૃતિ થઈ જાય છે. “આ બધાંને કેવલજ્ઞાન થઈ ગયું અને હું જ રહી ગયો?” કેવલજ્ઞાન માટેની કેવી ઝંખના! પોતે ચાર જ્ઞાનના ધારક હોવા છતાં એક નાના બાળકની જેમ બીજાને થાય અને મને કેમ નહિ? એમ વિચારે છે. તીવ્ર ઝંખના વિના આવો ભાવ આવે નહિ.
પ્રકૃષ્ટ પુજાઈ એ અવસરે તેમને સાન્તન મળે તે માટે અને તાપસોનો ઉદ્ધાર થવાનો છે એ બધું જોઇ-સમજીને ભગવાને અષ્ટાપદ તીર્થની યાત્રાનો મહિમા દેશનામાં કહ્યો. તે બીજાની પાસેથી સાંભળીને, ભગવાનની પાસે આવીને, ભગવાનની રજા લઈને ગૌતમસ્વામીજીએ અષ્ટાપદ તીર્થની યાત્રા કરી, પંદરસો ને ત્રણ તાપસીને પ્રતિબોધ પમાડ્યો, ક્રમશઃ તે દરેકને કેવલજ્ઞાન થઈ ગયું.
પરંતુ ગૌતમસ્વામીને આ વાતની જ્યારે ખબર પડી ત્યારે તો એમની રહીસહી ધીરજ, પણ ખૂટી ગઈ. ભગવાને એ અવસરે વાત્સલ્યભરપૂર વાણીથી એમને જે કહ્યું તે અત્યંત મહત્ત્વનું છે. એમની વ્યાકુળતા દૂર કરવા માટે ખુદ ભગવાન પોતે જ વિવિધ પ્રકારે, પ્રયત્નપૂર્વક એમને સાત્ત્વન આપે એવી પ્રકૃષ્ટ પુન્યાઇ તો ગુરુ ગૌતમસ્વામીની જન્મ