________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૨૩
---------
-------
--
--------
-
--------
--
-
-
-
DODOVODVODOVOD
0000000D
રાગ સરાગી સ્વામી ઉપર કદી ન ખોટું લાગે મુક્ત ક્યો બોજામાંથી રાગ વધારે જાગે પ્રશસ્ત રાગી ગૌતમ સેવક વીર વીર ઉચ્ચારે...રાગી, ચાર જ્ઞાનના સ્વામી ગૌતમ કેવલ થાતું અટકે પ્રમાદ ટળવા શ્રી ગૌતમનો વીર પ્રભુને ખટકે અનેક શિક્ષા એને આપે પ્રમત્ત દોષને ટાળે...રાગી0 સમય માત્ર પણ પ્રમાદ ભંડો ગૌતમ ચિત્તમાં ધારો વિતરાગીનાં જાવન જાણો આગમ વયણ વિચારો નિરમોહી શાસનના સ્વામી સ્યાદ્વાદ અધિકારે...રાગી નિજ નિવણી નજીક જાણી એક અખતરો કીધો અન્ય જીવનો ઉદ્ધાર કરવા અળગો ફેંકી દીધો સિદ્ધ થયાના સમાચારથી રડતો ચડ્યો વિચારે.રાગી, હું રાગી ને પ્રભુ વીતરાગી સમજ્યો વાત ન સાચી શાન તણો ઉપયોગ ન મૂકયો માત્ર રાગમાં રાચી મોહ રાય આતમને પાડે ગુણ ઠાણે અગિયારે રાગી. રાગ છૂટતો અંતરમાંથી પહોંચ્યા પંચમ જ્ઞાને ચી મંગલમાં સ્થાન ધરાવે પ્રથમ હતા અભિમાને નારાયણ વંદે શુભ ભાવે ગૌતમ જીવન સુધારે.રાગી,
-નારાયણ ચત્રભૂજ મહેતા, ભાવનગર.
૯ (નવ) કરોડનો વિક્રમરૂપ જાપ
૫. પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના અને પૂ. જિનશાસન શણગાર આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.ના પરિવારના પૂ. મુનિશ્રી વિદ્યાધરવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી રવિચંદ્રવિજયજી મ.ની નિશ્રામાં સં. ૨૦૪હ્ના પાલિતાણા ચાતુર્માસ દરમ્યાન અનંતલબ્લિનિધાન, રોગનવિખાદિનો નાશ કરનાર, શાંતિ. આપનાર અને જેનું નામ પણ મંગલ છે, એવા શ્રી ગુરુ ગૌતમસ્વામી જાપ કરાવવામાં આવતાં ૯ (નવ) કરોડનો વિક્રમરૂપ જાપ થયો હતો. જાપનું પદ : “ૐ હ્રીં શ્રી અરિહંત ઉવજઝાય શ્રી ગૌતમસ્વામિને નમઃ.”