________________
૭૧૬ ]
[ મહામણિ ચિંતામણિ
કર્મનું વિજ્ઞાન અને વિનયમૂર્તિ ગૌતમ
-H. પંચાવટ શ્રી વજનવિજયજી મહારાજ
'' માતા
મોઢામાંથી ચીસ નીકળી જાય, છાતીના ધબકારા વધી જાય, મન બહેર મારી જાય, પડછંદ લાગતું શરીર પલવારમાં જડવત્ બની જાય તેવી કરુણ ધટનાઓ તો સંસારસાગરમાં રોજ નિહાળીએ. પણ કાયાથી ન લેવાયેલા છતાં મનના કોઈ અગોચર ખૂણામાંથી સેવાઈ ગયેલો નાનકડો લાગતો દોષ ક્યારેક આત્માની કેટલી હદે ખાનાખરાબી કરી મૂકે છે તેનો ચિતાર આપણને આ એક નાનકડા લેખ દ્વારા પૂ. પંન્યાસ શ્રી વજુસેનવિજયજી મહારાજશ્રીએ આબાદ રીતે રજૂ કર્યો છે. કર્મની કરામતે મંગળ શેઠને મગર બનાવ્યા, તેમ એક શ્રેષ્ઠિ પણ સંસારના બંધનના તાણાવાણામાં કેવા અટવાયા તે આ ઘટનાનો પ્રસંગ કોઈ યોગ્ય મહાત્મા પાસેથી યોગ્ય સ્થાન ઉપર પૂજ્યશ્રીએ સાંભળેલ. કર્મના નિયમ મુજબ આ રીતે બનવુ એ અશક્ય તો નથી જ,
એમ ભારપૂર્વક પૂજ્યશ્રી જણાવે છે. - પૂજ્યશ્રી વજ્રસેનવિજયજી મહારાજશ્રીના પ્રત્યેક વ્યાખ્યાનમાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીના ઉચ્ચતમ આદર્શોની ઝલક જોવામાં આવે છે. પૂજ્યશ્રીએ ચાલીશથીયે વધુ પુસ્તકોનું પ્રકાશન કરાવરાવ્યું છે. હાલાર પંથકમાં એમના પિતા-મુનિશ્રીએ શાસનપ્રભાવનાની સોંપેલી જવાબદારી બરાબર નિષ્ઠાપૂર્વક અદા કરી રહ્યા છે.
આવો આપણે કર્મવિજ્ઞાનની ઘટનામાં ડોકિયું કરીએ... -સંપાદક
છે.
પ્રભુ..! જે શ્રેષ્ઠિને હું નિયમિણ કરાવીને આવ્યો તે શ્રેષ્ઠિ અહીંથી આયુ ક્ષય થયે કઈ ગતિમાં ક્યાં ઉત્પન્ન થશે..?
હે ગૌતમ....! તે શ્રેષ્ઠિ પોતાની પત્નીના મસ્તક ઉપર લોહીના કડા તરીકે ઉત્પન્ન થઈ ચૂક્યા છે...!
અરે....... ભગવન્ ! આ કંઈ સમજાતું નથી. મેં જેમને ચાર શરણાં સ્વીકારાવીને સતત અરિહંતના રટણમાં એકતાન કર્યા, નિયમણા કરાવીને બધું જ વોસિરાવી દેવા સુધીનું કર્તવ્ય કરીને જ્યારે એ આત્મા...! આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયો ત્યારે જ હું ત્યાંથી દૂર થયો અને આ બાજુ હમણાં જ આવી રહ્યો છું. તો ભગવન્! એટલી વારમાં એવું તે શું બન્યું કે જેથી એ ભવિક આત્મા આવા નિકૃષ્ટ સ્થાને પહોંચી ગયો ?
ચાર ચાર જ્ઞાનના સ્વામી હોવા છતાં પણ એ જ્ઞાનનો ઉપયોગ ન કરતાં બાળક જેમ માતાને પૂછે તેવા જ બાલભાવપૂર્વક આ પ્રશ્નો કરી રહ્યા હતા ત્યારે ભગવંતે કહ્યું કે, હે ગોયમ! જ્યારે તું એ શ્રેષ્ઠિને નિયમણા આદિ કરાવીને નીકળ્યો ત્યાર પછી અરિહંતના ધ્યાનમાં મગ્ન
0000000000000000000000