________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૧૧
મને આત્મદર્શન કરાવ્યું, સમ્યકત્વનું પાન કરાવ્યું. જ્ઞાનની દક્ષિણા આપી અને રોમરોમમાં વ્યાપેલી મિથ્યાત્વના તાવની અસરને શક્તિહીન બનાવી દીધી. પછી તો દેવાધિદેવના ચરણે મારું મન ઝૂક્યું, શરીર નમ્યુંઆત્માએ સમર્પણભાવ સ્વીકાર્યો. તે સમયે મારી આંખોની ચમક, હૃદયનો આનંદ, મનની પ્રસન્નતા વધવા ઉપરાંત લોહીની બુંદ બુંદમાં અમૃતતત્ત્વનો વાસ થયો!
મહાવીરને જીતવા માટે આવેલો હું પોતે જ જિતાઈ ગયો. અને તેમનું અંતેવાસીપણું સ્વીકાર્યા પછી મને લાગ્યું કે ૧૪ વિદ્યાઓ કે ૪૮ લબ્ધિઓ કરતાં પણ સમ્યફ ચારિત્ર, જ્ઞાન અને દર્શનનો અલ્પાંશ પણ માણસને તારણહાર બને છે.
૬. ગૌતમસ્વામીએ કહ્યું કે...
હે સાધક ! પીળાં ચશ્માંથી સામેવાળાનાં કપડાં પીળાં દેખાય છે, પણ વસ્તુતઃ તે પીળાં હોતાં નથી. તેવી રીતે મારાં ચર્મચક્ષ પર જ્યાં સુધી લોકેષણાજનક મિથ્યાત્વનાં ચશમાં હતાં. ત્યાં સુધી મને રાગ હતો, દ્વેષ હતો અને જિજીવિષા હતી. પણ આજે સમ્યક જ્ઞાનનાં સફેદ ચશ્માં મારી આંખ પર ચડેલાં હોવાથી પહેલાં કરતાં આજનો સંસાર, સંસારનો માનવ, માનવનાં કર્મો, કર્મોની લીલા, લીલાઓથી ભોગવાતાં દુઃખો અને દુઃખોથી રિબાતાં અને સંતપ્ત રહેતાં માનવો, જીવો, ભૂતો અને સત્ત્વો, જેવા છે તેવા પ્રકારે સર્વથા જુદા જ પ્રકારે દેખાઇ રહ્યાં છે.
માન-પ્રતિષ્ઠા મેળવવા માટેની ચરમ સીમાએ પહોંચેલો તે સમયનો ઈન્દ્રભતિ અને આજના ઇન્દ્રભૂતિમાં આકાશ-પાતાળ જેટલો ફરક મને પોતાને લાગે છે. દેવાધિદેવના મુખેથી નીકળતી જ્ઞાનગંગાના અમૃતતુલ્ય ઠંડા પાણી જેવી મધુર વાણી પેટ ભરીને પીઉં છું ત્યારે દીક્ષા પહેલાંનો બધો મારો આડંબર મને પાપ જેવો લાગે છે, તુચ્છ લાગે છે, અને કોરીધાકોર મારી પંડિતાઈ, વાકછટા, ચતુરાઈ ઉપર મને પોતાને જ હસવું આવે છે. પણ હવે તો આ બધી વાતો ભૂતકાળની થઈ ગઈ છે, જેની સ્મૃતિ પણ નિરર્થક છે.
૭. ગૌતમસ્વામીએ કહ્યું કે..
હે સાધક! અજ્ઞાનની મોહમાયા દ્વારા નિર્ણત કરેલો સંસાર અને દુઃખવિયોગ રોગ-શોક-સંતાપ આદિથી પરિપૂર્ણ આ પ્રત્યક્ષ અનુભવાતો સંસાર કંઈક જુદો જ છે. ચર્મચક્ષુથી નહીં પણ જ્ઞાનાનુભવનાં ચક્ષુથી જોઈએ ત્યારે જ યથાર્થ સ્વરૂપે જણાઈ આવે છે.
જ્યાં માનવનું શરીર, ઇન્દ્રિયો અને મન વિનશ્વર હોય ત્યાં તેમના માધ્યમથી ભોગવાતાં સુખો શું ખરેખર સુખ છે? જે સુખની પાછળ રોવું પડે, હાડમારીઓ ભોગવવી પડે, અપમાનિત કે તિરસ્કૃત થવું પડે અને છેવટે શરીર રોગગ્રસ્ત બને તે સંસાર સુખરૂપ શી
DOO