________________
ઉ૦૮ ]
* [ મહામણિ ચિંતામણિ
શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે...
–. આ. શ્રી ભક્તિસૂરિજી સમુદાયના ૫. પંચાwવર
શ્રી પ્રવિંદવિજયજી મહારાજ (કુમારશ્રમણ)
શ્રી ગૌતમસ્વામી પોતે ગણધર બન્યા પહેલાં જ્ઞાનના અભિમાન અને અતિરેકમાં કેવી કેવી વિપરીત પરિસ્થિતિ સર્જી હતી; અને ભગવાન મહાવીરના દર્શન ને વાણીથી અહમનું વિસર્જન, આત્મદર્શન અને સમ્યકત્વનાં પાન ગણધરપદની અને પ્રાંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઇ હતી તેનું તેમ જ સંસારની અસારતા. મૈત્રી ભાવના, સામાયિક, દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, આદિ વિષયોનું નિરૂપણ ક્રમે ક્રમે સ્વયં તેઓ સાધકને ઉપદેશીને કરતા હોય એ રીતનું આલેખન પ્રસ્તુત લેખમાં પૂ. પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજશ્રીએ સુંદર અને રોચક ભાષામાં કર્યું છે.
પૂ. પંન્યાસશ્રી સ્વ શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન હતા. વળી ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ પદવીથી વિભૂષિત હતા. સાવિશારદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા)ની દિવ્ય કૃપાથી તેઓશ્રીએ આજ સુધીમાં વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. તેમાં ભગવતીસૂત્રના તેમના ગ્રંથ પ્રકાશનો જૈન સમાજને અપાયેલી મૂલ્યવાન ભેટ ગણી શકાય તેવા છે. આગમગ્રંથોના વિવેચક તરીકે તેઓ ખ્યાતનામ બન્યા છે. અનુયોગ દ્વારસૂત્ર, બાર વ્રત આદિ પુસ્તકો સાહિત્યજગતને તેમની મોટી દેન ગણી શકાય. ધાર્મિક અને નૈતિક શિક્ષણ માટે ચંદનબાળા કન્યા શિબિરનો શુભ પ્રારંભ તેમની જ પ્રેરણાથી થયો. સરળતા, વિનમ્રતા અને સમતાની મૂર્તિ સમા પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ હમણાં જ તા. ૨૨-પ-૯૫ના રોજ સ્વર્ગવાસી બન્યા. આ પ્રકાશન-પ્રવૃત્તિ માટે પૂજ્યશ્રીને ખૂબ જ અનન્ય લાગણી હતી.
-સંપાદક
૧. ગૌતમસ્વામીએ કહ્યું કે... - હે સાધક ! તારા મનની ગ્રંથિઓને છેદવા માટે હું જે કંઈ કહું તે ધ્યાન દઈને સાંભળજે. કેમ કે, હું પણ એક દિવસ તારા જેવો જ ગૃહસ્થ હતો. પુત્ર-પરિવાર અને ધર્મપત્નીની અનુકૂળતા હોવાથી મારી ગૃહસ્થાશ્રમીથી હું સંતુષ્ટ હતો, તૃપ્ત હતો.
(૧) ૧૪ વિદ્યાઓ અને મંત્ર-જંત્ર-દોરાધાગા કરવામાં હું પારગામી હતો. (૨) પઠનપાઠન ઉપરાંત સારામાં સારો વ્યાખ્યાતા હતો, પાઠક હતો. (૩) મારી આંખના સંકેતથી દેવદેવીઓ પણ મને અનુકૂળ રહેતાં હતાં.