________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૭
ભગવાન તેત્રીસમું ચોમાસુ રાજગૃહમાં રહ્યા હતા. કાલોદાયી વગેરે પણ ત્યાં જ હતા. ભગવાનની પાંચ અસ્તિકાય, એમાંના ચાર નિર્જીવ અને એક સજીવ હોવાની તથા ચાર અરૂપી અને એક રૂપી હોવાની વાત હજી પણ એમને સમજાતી ન હતી.
એક વાર ગૌતમસ્વામી રાજગૃહમાં ભિક્ષા લેવા નીકળ્યા હતા. તેઓ ભિક્ષાચય કરીને પાછા ફરતા હતા ત્યારે કાલોદાયી વગેરેએ એમને બોલાવીને એમની પાસે પોતાની શંકાઓ રજૂ કરી અને એનું સમાધાન કરવા વિનંતિ કરી.
ગૌતમસ્વામીએ એમની શંકાઓનું સમાધાન આપીને પોતાના જ્ઞાનનો આડંબર રચવાને બદલે બધી શંકાઓનું સમાધાન મેળવી શકાય એવી ભગવાનની દેશના પદ્ધતિની પાયાની વાત સમજાવતાં કહ્યું : “હે દેવાનુપ્રિયો ! જે વસ્તુનું અસ્તિત્વ છે એનો અમે ઇનકાર કરતા નથી અને જે વસ્તુની હયાતી નથી એ હોવાનું કહેતા નથી. મતલબ કે જે છે એ હોવાનું અને જે નથી તે નહીં હોવાનું કહેવાની ભગવાનની પદ્ધતિ છે. આ ઉપરથી તમે તમારી શંકાઓનું સમાધાન મેળવી લેશો.”
પણ ગૌતમના આવા ગૂઢ ખુલાસાથી કાલોદાયી વગેરે અન્ય ધર્મ-મતના અનુયાયીઓનું સમાધાન ન થયું એટલે તેઓ સ્વયં ભગવાન પાસે પહોંચ્યા અને પોતાની શંકાઓનું સંતોષકારક સમાધાન મેળવીને તેઓની પાસે દીક્ષિત થઈ ગયા.
એમ લાગે છે કે ભગવાનના પ્રવચનના મુદ્દાઓ અંગેની શંકાઓનું સવિસ્તર સમાધાન ગૌતમસ્વામીએ પોતે આપીને સ્વયં એના યશના ભાગી થવાને બદલે કાલોદાયી વગેરે ભગવાન | પાસે આવે એવી સ્થિતિ સર્જી એની પાછળ એમનો એક જ આશય હોવો જોઈએ કે એ જીવોનો ઉદ્ધાર થાય અને ભગવાનનો અને એમના ધર્મતીર્થનો મહિમા વિસ્તરે. આવા નિર્મોહી અને ભવ્ય હતા ગુરુ ગૌતમસ્વામી.
(૭) હેતભરી શિખામણ અને મીઠો ઠપકો રાજગૃહના એક પરાનું નામ નાલંદાવાસ હતું અને એનું એક ઉપવન હસ્તિધામ નામે હતું. એમાં મેતાર્ય ગોત્રના ઉદક પેઢાલપુત્ર નામે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક નિગ્રંથ રહેતા હતા. એક વાર ગણધર ગૌતમસ્વામી ત્યાં પધાર્યા.
એ સમયે કુમારપુત્ર નામના ભગવાન મહાવીરની પરંપરાના શ્રમણ નિગ્રંથો ઠેર ઠેર વિચરતા અને શ્રાવકોને વ્રત લેવરાવતી વખતે ધૂળ અહિંસાવ્રતના પાલન માટે આ પ્રમાણે નિયમ કરાવતા “બીજાઓની–રાજા વગેરેની–બળજબરીને કારણે કોઈ ગૃહસ્થ કે ચોરને બંધનમાં નાખવારૂપ હાલતા-ચાલતા જીવોની એટલે કે ત્રસ જીવોની હિંસાને બાદ કરતાં, અને બધી હિંસાથી બચી શકાતું ન હોય તો બને તેટલી – થોડી પણ હિંસાથી બચી શકાય એવી ભાવનાથી પ્રેરાઈને, હું હાલતા-ચાલતા ત્રસ જીવોની હિંસા નહીં કરું.”
ઉદક પઢાલપુત્ર નિગ્રંથને, ભગવાન મહાવીરના મતના શ્રમણ નિગ્રંથો દ્વારા શ્રમણોપાસકોને કરાવવામાં આવતી હિંસાત્યાગની આ પ્રતિજ્ઞામાં દોષ લાગતું હતો. પેઢાલપુત્ર તર્કશીલ અને બુદ્ધિશાળી નિગ્રંથ હતા, એટલે એમને હતું કે ક્યારેક ભગવાન મહાવીરના કોઈ સમર્થ