________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૬૩
છે. આમ વીજશક્તિ અને ચુંબકીય શક્તિ પરસ્પર આધારિત છે. બંને શક્તિ ભેગી થઈ વીજચુંબકીય શક્તિ બને છે. તેવા જ પ્રકારની બલ્ક તેનાથી વધુ સૂક્ષ્મ અને વધુ શક્તિશાળી શક્તિ, સજીવ પદાર્થમાં હોય છે. સ્કૂલ વીજચુંબકીય શક્તિ અને ક્ષેત્રના નિયમો, જૈવિક વીજચુંબકીય ક્ષેત્ર અને શક્તિને પણ લાગુ પડે છે. જેમ એક ચુંબકને બીજા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં લઈ જવામાં આવે તો, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. અર્થાત્ એક ચુંબકનો પ્રભાવ તેના ક્ષેત્રમાં આવેલા બીજા ચુંબક અથવા વસ્તુ ઉપર પણ પડે છે. દરેક સજીવ પદાર્થની આસપાસ વીજચુંબકીય ક્ષેત્ર હોય છે, જેને આભામંડળ કહેવામાં આવે છે, અને કિલિયન ફોટોગ્રાફીની મદદથી આ આભામંડળની છબીઓ પણ લઈ શકાય છે. અને એટલે જ પ્રાચીન ઋષિ-મુનિઓએ કહ્યું છે ?
चित्रं वटतरोर्मूले, वृद्धाः शिष्या गुरुर्युवा ।
गुरोस्तु मौनं व्याख्यानं, शिष्यास्तु छिन्नसंशयाः ।। [આશ્ચર્ય છે કે વડના વૃક્ષ નીચે બેઠેલા યોગી-મુનિઓમાં શિષ્યો વૃદ્ધ છે અને ગુરુ યુવાન છે અને એમના કરતાં મોટું આશ્ચર્ય એ છે કે ગુરુનું મૌન એ જ વ્યાખ્યાન છે અને એનાથી જ | શિષ્યોના સંશય દૂર થાય છે.] .
આ રીતે આધ્યાત્મિક રીતે વિકસિત ગુરુઓના સાંનિધ્ય માત્રથી શિષ્યોનો આત્મિક વિકાસ થાય છે અને તેઓમાં અચિન્ત શક્તિઓનો પ્રાદુભવ થાય છે.
ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ભિન્ન-ભિન્ન સંપ્રદાયોમાં ભિન્ન-ભિન્ન પદ્ધતિએ ગુરુ શિષ્યોને આશીર્વાદ આપે છે. આ આશીર્વાદ પણ એક પ્રકારનો શક્તિપાત જ છે. સામાન્ય રીતે આશીર્વાદ લેનાર શિષ્ય આશીર્વાદ આપનાર ગુરુના પગે પડે છે અને તેઓનાં ચરણકમળ પકડી લે છે, અને ત્યાર બાદ ગુરુ તેના મસ્તક ઉપર હાથ મૂકે છે અને આશીર્વાદ આપે છે. આ ક્રિયા દરમ્યાન ગુરના હાથમાંથી નીકળતો વીજપ્રવાહ શિષ્યના મસ્તકમાં થઇ શિષ્યના હાથમાં આવે છે અને તેનો ગુરુના ચરણે સ્પર્શ કરતાં ગુરુના શરીરમાં પ્રવેશ થાય છે. આમ વીજપ્રવાહનું ચક્ર (ઇલેક્ટ્રિક સરકીટ) પૂરું થતાં, ગુરુની શક્તિ શિષ્યમાં આવે છે.આવી શકે છે. અન્ય પરંપરામાં ગુરુ શિષ્યનું મસ્તક સૂંઘે છે, ત્યાં પણ આ પ્રમાણે બને છે.
જૈન પરંપરામાં શ્રમણ ભગવાન મહાવીર, જેનોના ચોવીસમા તીર્થંકર હતા અને તેઓના પ્રથમ શિષ્ય શ્રી ગૌતમસ્વામી હતા. બંનેનો ગુરુ-શિષ્યનો સંબંધ પ્રસિદ્ધ છે. જો કે તેઓનું મૂળ નામ ઇન્દ્રભૂતિ છે અને ગૌતમ તેઓનું ગોત્ર છે. આમ છતાં અત્યારે જેમ મોટા માણસો માત્ર અટકથી ઓળખાય છે, તેમ પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓ ગોત્રના નામથી ઓળખાતા હતા અને અત્યારે પણ એ જ નામથી તેઓની આરાધના કરવામાં આવે છે. જૈન ધર્મગ્રંથ કલ્પસત્રમાં જણાવ્ય પ્રમાણે, ભગવાન મહાવીરસ્વામીની ઉંમર ૪૨ વર્ષ હતી અને ઇન્દ્રભૂતિ ગૌતમની ઉંમર ૫૦ વર્ષ હતી ત્યારે બંનેનો મેળાપ થયો હતો. તે પહેલાં તેઓ ૧૪ વિદ્યાના પારગામી એવા બ્રાહ્મણ પંડિત હતા અને તેઓ યજ્ઞયાગાદિ કરાવતા હતા. તેઓને ૫૦૦ બ્રાહ્મણ શિષ્યોનો પરિવાર હતો. જ્યાં
૧. આ ગૌતમસ્વામી એ બૌદ્ધ ધ્યાયના ગૌતમ બુદ્ધ નથી અને ન્યાય-વૈશેષિક દર્શનના ગૌતમ ઋષિથી પણ ભિન્ન છે.