________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૫૯
पुव्वभवनिबद्धगणधर नामगोत्तो जायसंवेगो पव्वईओ ।"
શ્રમણ ભગવાન મહાવીરના ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ અગિયાર ગણધરોએ પણ પોતપોતાના પૂર્વભવમાં ગણધરપદની પ્રાપ્તિને યોગ્ય કોઈ ને કોઈ રીતની વિશિષ્ટ સાધના કરી હતી એવો સંકેત કેટલાક આચાર્યોએ કર્યો છે.”
જૈન સિદ્ધાંતમાં કર્મવાદનું મુખ્ય અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એ એક નિર્વિવાદ સત્ય છે કે પ્રત્યેક પ્રાણી જે-જે પ્રકારે કર્મ કરે છે એ જ કર્મો અનુસાર તે સંસારમાં સામાન્ય પ્રકારનાં કર્મ અથવા વિશિષ્ટ સ્થાન, સ્થિતિ કે સત્તા પ્રાપ્ત કરે છે. તે મુજબ તીર્થંકરપદની પ્રાપ્તિ માટે સાધકે જે પ્રકારની કઠોર સાધનામાંથી પસાર થવું પડે છે એ જ રીતે ચોક્કસપણે, તીર્થંકરપદ પછી સર્વોચ્ચ ગરિમાપૂર્ણ પદની પ્રાપ્તિ માટે પણ સાધકે એનાથી થોડી જ ઓછી કઠોર સાધનાની કસોટી પણ પાર કરવી પડતી હશે. ભદ્રેશ્વરસૂરિ ગણધર ઋષભસેન માટે જે “પુત્વમનિદ્ધાપાદરનામોત્ત” વિશેષણ પ્રયુક્ત કર્યું છે, એથી પૂર્વકાળમાં પ્રખ્યાત પરંતુ પશ્ચાત વર્તી કાળમાં વિલુપ્ત એક પરંપરાનો આભાસ થાય છે કે તીર્થકરોના જે ગણધર હોય છે તેઓ પોતાના પૂર્વભવમાં એક વિશિષ્ટ પ્રકારની ઉચ્ચતમ સાધનાથી ગણધર નામકર્મનું ઉપાર્જન કરી લેતા હોય છે.
આ વિવરણથી ગણધરની મહત્તાનું સહજ જ અનુમાન લગાવી શકાય છે.
વર્તમાન કાળમાં આચાર્ય દિ પદ-પ્રદાન અવસરે કેટલાંક વિધિ-વિધાન અને મંગળ ઉત્સવ થાય છે. સંભવ છે કે એ રીતે ત્રિપદી જ્ઞાન-પશ્ચાત્ ભગવાન વિશિષ્ટ યોગ્યતાવાળા મુનિઓના ચતુર્વિધ સંઘ સમક્ષ ગણધરરૂપને ઘોષિત કરતા હોય અને ઉપસ્થિત ચતુર્વિધ સંઘ અને દેવ-દેવીઓનો સમૂહ હર્ષધ્વનિપૂર્વક મંગલ-મહોત્સવ મનાવી અભિનંદન અને અનુમોદન અભિવ્યક્ત કરતાં હોય. આવશ્યક ચૂર્ણિ, મહાવીર ચરિત્ર અને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં એ મુજબ ઉલ્લેખ છે કે ઇન્દ્રભૂતિ આદિ અગિયારેય ગણધર પ્રભુ મહાવીરની સન્મુખ થોડ ઝૂકીને પરિપાટીમાં ઊભા રહી ગયા હતા. કેટલીક ક્ષણો માટે દેવોએ વાદ્ય-નિનાદ બંધ કર્યો. એ વખતે જગદ્ગુરુ પ્રભુ મહાવીરે સર્વપ્રથમ ઇન્દ્રભૂતિ ગૌતમને લક્ષ્ય કરી એમ કહેતાં કે–“હું તમને તીર્થની અનુજ્ઞા આપું છું” ઇન્દ્રભૂતિના મસ્તક પર પોતાનાં કરકમળોથી સુગંધિત રત્નચૂર્ણ નાખ્યું. પછી પ્રભુએ ક્રમશઃ અન્ય બધા ગણધરોના મસ્તક પર એ જ રીતે ચૂર્ણ નાખ્યું. એ પછી પ્રભુ મહાવીરે પોતાના પંચમ ગણધર આર્ય સુધમનિ ચિરંજીવી જાણીને બધા ગણધરોની આગળ ઊભો કર્યો અને શ્રીમુખે ફરમાવ્યું–તને ધુરીના સ્થાને રાખીને ગણની અનુજ્ઞા આપું છું.” ગણધર પરંપરા :
આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધીના પ્રત્યેક તીર્થકરના ગણધરોની સંખ્યાનો ઉલ્લેખ અહીં કરવો અપ્રાસંગિક નહીં ગણાય. એનાથી ગણધર પરંપરાનું સહજ જ્ઞાન અને અનુમાન થઈ શકશે. જેમ કે
૪ જુઓ : મહાવીર ચરિત્ર 5 ર૫૭ આવશ્યક મલય પ્રવચનસારોદ્ધારા