________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
" [ ૬૫૭
ગણધર : અર્થ અને મહત્ત્વ
–. તેજસિંહ ગૌs
શાસ્ત્રીય પરિભાષામાં ગણધર શબ્દનું મહત્ત્વ અત્રે આલેખાયું છે. જ્ઞાન એ પ્રકૃતિનો પરમ મંગલ પદાર્થ છે. જ્ઞાન એ વિરાટ શક્તિ છે. જ્ઞાન એ સદ્ગુણો છે.....અને જ્ઞાન એ પરમ સુખ છે.
શક્તિ + સદ્દગુણ + સુખ વગેરેનો સરવાળો આપણા ગણધર ગૌતમ છે. આગમમાં આવેલ ગણધરનો અર્થ અને મહત્ત્વ અને માર્મિક રીતે દર્શાવેલ છે...સાથે ચોવીશ તીર્થકરોના ગણધરોની સંખ્યા પણ આ લેખમાંથી મળી રહેશે. સંપાદક
ગણધરનો વાસ્તવિક અર્થ ગણ અથવા શ્રમણસંઘને ધારણ કરવાવાળા ગણના અધિપતિ, સ્વામી કે આચાર્ય થાય છે. આવશ્યકવૃત્તિમાં અનુત્તર જ્ઞાન, દર્શન આદિ ગુણોના ગણ-સમૂહને ધારણ કરનારને ગણધર કહેવાયા છે.
એક જ પ્રકારની વાચનાવાળા સાધુ સમુદાયને ગણ અને એ સાધુ સમુદાયની વ્યવસ્થાનું સંચાલન કરવાવાળા મુનિને ગણધર કહેવામાં આવ્યા છે.'
જૈન ઇતિહાસ અને પરંપરામાં તીર્થકર' શબ્દ જેટલો પ્રાચીન અને અર્થપૂર્ણ છે એટલો જ પ્રાચીન અને અર્થપૂર્ણ છે ‘ગણધર' શબ્દ. તીર્થકર તીર્થ અર્થાત સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને વિકારૂપ ચતુર્વિધ સંઘના નિર્માતા તથા ધૃતરૂપ જ્ઞાનપરંપરાના પુરસ્કર્તા હોય છે, જ્યારે ગણધર સાધુ-સાધ્વીરૂપ સંઘની મયદા-વ્યવસ્થા અને સમાચારીના નિયોજક, વ્યવસ્થાપક તથા તીર્થંકરની અર્થરૂપ વાણીને સૂત્રરૂપમાં સંકલન કરવાવાળા હોય છે.
આગમ વાત્મયમાં ગણધર શબ્દ મુખ્યત્વે બે અથમાં પ્રયુક્ત છે. તીર્થંકરના મુખ્ય શિષ્ય જે એ (તીર્થકર) દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાનનું દ્વાદશાંગીના રૂપમાં સંગ્રથન કરે છે, એમના ધર્મસંઘને નિમિત્ત ગણોની દેખરેખ કરે છે, પોતપોતાના ગણના શ્રમણોને આગમવાચના દે છે એમને ગણધર કહેવામાં આવે છે. અનુયોગદ્વારસૂત્રમાં ભાવ પ્રમાણ અંતર્ગત જ્ઞાન-ગુણના આગમ નામક ભેદમાં દર્શાવાયું છે કે ગણધરોના સૂત્ર આત્મગમ્ય હોય છે. બીજા શબ્દોમાં તેઓ સૂત્રોના કર્તા છે.
૧. અનુત્તરશાનદશનાદિ ગુણાનાં ગાં ધારીત ગણધરઃ /- આવશ્યક નિયુક્તિ ગાથા ૧૦૬૨ વૃત્તિ. ર. જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ ભાગ-૨, પૃ. ૩૧. ૩ ઈન્દ્રભૂતિ ગૌતમ : એક અનુશીલન છુ. ૧૦