________________
૬૩૪ ]
[ મહામણિ ચિંતામણિ
પરમાત્મા મહાવીર દેવના મહાપ્રયાણની વાત ઇન્દ્રભૂતિ ગૌતમે ત્યારે જાણી, જ્યારે તેઓએ પ્રાતઃકાલીન જનરવ તથા દેવવાણી સાંભળ્યાં. નિરાધાર બાળકની જેમ તેમને પિતાનો ચિરવિરહ અસહ્ય થઈ પડ્યો. તેઓ “વીર ! વીર !'નું રટણ કરતાં-કરતાં ભાન-સાન ગુમાવી બેઠા. ક્ષણવારમાં ફરી ભાનમાં આવી, નિર્મમત્વ ભાવ, વીતરાગ ભાવ આદિના ચિંતનમાં લીન થઈ ગયા. ચિંતનસાગરમાં તેઓએ એવી ઊંડી ડૂબકી લગાવી કે તેમના હાથમાં અણમોલ મોતી આવી ગયું, પોતે મોહમુક્ત થઈ ગયા અને કેવલજ્ઞાન-સંપન્ન થઈ ગયા. મહાવીર પ્રભુની નજીક પહોંચવાનું અમોઘ બળ તેઓએ પ્રાપ્ત કરી લીધું. એક જ્ઞાનરૂપી સૂર્યના અસ્ત હોવાની સાથે જ, થોડી જ ક્ષણોમાં બીજા જ્ઞાનસૂર્યનો ઉદય થઈ ચૂક્યો !! સામાન્ય રીતે માન જ્ઞાનપ્રાપ્તિમાં અને મોહમુક્તિમાં અવરોધરૂપ બને છે. પરંતુ ઇન્દ્રભૂતિ માટે આ જ ! આશ્ચર્યકારક ઘટના બની. તેઓએ માનને લીધે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોહમુક્તિ સાધી. દષ્ટિમાં પરિવર્તન આવવા સાથે જ રૂપ-સ્વરૂપ-સ્થિતિ આદિ સર્વ બદલાઈ જાય છે.
શ્રી ગૌતમ સ્વામીજી સ્વયં સંપૂર્ણતાથી સંપન્ન બની ગયા. બાર વર્ષ સુધી તેઓએ પોતાના કેવલજ્ઞાનના અલૌકિક પ્રકાશથી વિશ્વને પ્રકાશિત કર્યું અને પરમ જ્ઞાનના પ્રકાશને વિશ્વભરમાં ફેલાવ્યો.
આણાએ ધમ્મો, ‘સમય ગોયમ મા પમાયએ' જેવાં પરમાત્માના પાવન વચનોને ઇન્દ્રભૂતિ એટલાં આત્મસાત્ કરી ગયા હતા કે તેઓની રગેરગમાં મહાવીરવાણીની જ ઝંકૃતિ થઈ રહી હતી– જાણે કે એમનું જીવન જ મહાવીરમય થઈ ગયું હતું !
ગૌતમના નામનો મહિમા ગૌરવપૂર્ણ છે. વખતોવખત અણમો ખમાસમણાણે ગોયમાઈશું મહામુખીણ' પદનું સ્મરણ તેમ જ ઉચ્ચારણ એ વાતનું ધોતક છે કે જિનશાસનમાં ગોયમ’ નામ પોતે જ પ્રભાવશાળી છે. તે નિદ્રાધીનની ભવનિદ્રાને ભગાડી મૂકનાર છે.
પરમાત્મા મહાવીરનાં ઉપદેશ-પદો પર નજર નાખતાં એમ લાગે છે કે સ્થળે સ્થળે ગૌતમ જ જાણે કે પરમાત્માના શ્રોતા છે! “ગોયમાં, એવું વયાસી’ એ પ્રમાણે પરમાત્માએ ગૌતમને જ લક્ષમાં રાખીને કહ્યું છે, પણ તે સર્વ જનને કલ્યાણકારી નીવડ્યું છે.
ગૌતમે પોતાની પ્રત્યેક શંકાનું સમાધાન મહાવીર પાસેથી જ પ્રાપ્ત કર્યું છે. તેઓ લબ્ધિસંપન્ન હતા, એટલે ગન્તવ્ય પ્રતિ ગતિશીલ થઈ શકતા હતા. એ જ કારણે અષ્ટાપદ મહાતીર્થ પર પહોંચીને સ્વયં સિદ્ધિપદનો નિશ્ચયાત્મક નિર્ણય કરવામાં સક્ષમ અને સફળ થયા છે.
‘ગણધર' શબ્દની વ્યાખ્યા કરતાં શ્રી મલયગિરિ આચાર્ય જણાવે છે : “નુત્તરજ્ઞાનદર્શનાલિશર્માને ઘરતિ તિ ધર: | લોકોત્તર સ્થિતિ પ્રદાયક એકમેવ અદ્વિતીય પ્રજ્ઞાપક જ્ઞાનદર્શનાદિ ધર્મગણોના ધારક ગણધર હોય છે.
યોગવિંશિકા નામના ગ્રંથમાં લખ્યું છે : “અત્યન્તા જોવર શ્રદ્ધા સ્થી વ્રતોડનુઇના તીર્થ कृत्वं श्रद्धासमन्विताद् गणधरत्वम् ।'
'यथार्थ वक्तास्त्वाप्तम्'
આપ્ત યથાર્થ વસ્તુસ્થિતિના પ્રવક્તા હોય છે. એવા વક્તા દ્વારા દષ્ટ અને પ્રદર વખ્તત્વમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને તથા સર્વદા સર્વથા સ્થિરતા ધારણ કરીને અનુસ્થિત થવાની પરિણતિથી પરિણત થયેલો આત્મા ગણધરત્વ પ્રાપ્ત કરે છે.