________________
૬િ૨૮ ]
[ મહામણિ ચિંતામણિ
ઉદ્ભવે. ગૌતમ મૃદુ બન્યા.....અહંકાર ઓગળી ગયો...અંતર, મન મહાવીર પ્રતિ ઓવારી ગયો...!! ગૌતમ પોતાના સમગ્ર અસ્તિત્વથી મુક્ત થઈ, મહાવીરમાં કાયમને માટે શૂન્ય બની....સ્થિર રહ્યા !
જગતમાં પ્રેમના સંબંધો બંધાય છે. ગુરુ-શિષ્યના સંબંધો જોડાય છે...પણ સમર્પણ શાશ્વત ટકાવવું મુશ્કેલ છે
ગૌતમનો મહાવીર સાથે શાશ્વત પ્રેમ-સમર્પણ ભાવ....નિવણિયાત્રા પછી પણ સિદ્ધ છે સ્વરૂપે...પ્રભુ મહાવીરની જ્યોતિમાં જ્યોતરૂપે મુક્તિપુરીમાં...શાશ્વત રહ્યો !...કેવો ગૌતમનો પ્રેમ! ગુરુ-શિષ્યના પ્રેમ-સમર્પણની વિરલ ઘટના “ગીનીસ બુકમાં નોંધાવા જેવી ખરી ! જગતના ઇતિહાસમાં આવી ઘટના જવલ્લે જ બને છે. વિદ્વત્તા સાથે અહંકાર અને ઉદ્ધતાઈ ભળે તો વ્યક્તિનું જીવતર ઝેર (પોઈઝન) બની જાય ! ગૌતમ મહાવીરના સંગે રંગે ચડ્યા....તો...એમનું જીવન અમૃતતુલ્ય બની ગયું...
“તમહંછાપિ અમૃતાય!” ગૌતમ મહાવીરના નામની રાતદિન ઔષધિ સેવન કરતાં કરતાં સ્વયં અમૃતતુલ્ય બની ગયા. સ્વયં મહાવીર બની ગયા ! પ્રભુ વીરના અનન્ય કૃપાપાત્ર પ્રાપ્ત પ્રથમ ગણધર ગૌતમ વીરવિયોગે, વીરવિલાપે કારતક સુદ પ્રતિપદાના શુભ દિવસે કૈવલ્યરત્નને મેળવી, જગદુદ્ધારક બન્યા. પ્રાને મુક્તિગામી બન્યા...એક કવિની શાયરી યાદ આવે છે......
“માન જિયો પર હુમો, राग कियो गुरुभक्ति, खेद कियो केवल लह्यो,
મુત નૌતમ શત્તિ!” ગોતમસ્વામીની મિતાક્ષરી જીવનયાત્રા...આ રહી....જંબુદ્વીપ, ભરતક્ષેત્ર, મગધ દેશાત્તર ગત ગોબર નામ ગામ. પિતા વસુભૂતિ વિપ્ર, માતા પૃથ્વીદેવી, પુત્ર ઇન્દ્રભૂતિ ગૌતમ ગોત્રીય. ૫૦ વરસ ગુહસ્થાવાસમાં. ૩૦ વરસ પ્રભ વીરની સેવા કરી... ૧૨ વરસ કેવળી તરીકે દીઘય ભોગવી, સિદ્ધપદને વય. પ્રાન્ત ચૌદ વિદ્યાના જાણકાર, સંસારી અવસ્થામાં નારીરસથી લુબ્ધ મહાવીરના સંગે સંસારથી ક્ષુબ્ધ....[પૂર્ણ ત્યાગી બન્યા] રૂપરૂપથી લસલસતી કાયા ! સાત હાથ પ્રમાણ દેહયષ્ટિ ! ચાલો આજથી સંકલ્પ કરીએ...ગુરુ ગૌતમનાં નામસ્મરણથી, જીવનમાં તપ ત્યાગ, તિતિક્ષાના પરમોપાસ્ય બની, વિનયવિવેક, લબ્ધિના ભંડાર બની...પામર જીવોને પરમ પદના પથિક બનાવીએ એ જ મંગલ કામના!.
બોલીએ ગૌતમ સ્વામી કી જય || સર્વારિષ્ટ પ્રણાશાય, સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિ-નિધાનાય, ગૌતમસ્વામિને નમઃ ||
પ્રાતઃસમયે એકાદ સંકલ્પ પૂર્વક ગુરુ ગૌતમના મંત્રનો જાપ કરવો. મંત્ર :- ૐ નમો ભગવતે સર્વલબ્ધિસંપાય સવભિષ્ટાર્થદાયિને શ્રી ગૌતમસ્વામિને નમઃ | નિત્ય મંત્ર-જપથી સફળતા તમારાં ચરણો ચૂમશે !
* * *