________________
૬૨૪ ]
[ મહામણિ ચિંતામણિ
કમ-મંદ હોય, યા માનવ-યા માનુષી પૂર્વકર્મોના ગાઢ સંસ્કારે જડ હોય, આગ્રહી હોય, કદાગ્રહી હોય, અરે ! અહંકાર-કામ-ક્રોધ-લોભ-વાસના-વિકૃતિથી આપણું દિલ-દિમાગ-દેહયષ્ટિ ઊભરાતાં હોય, આપણામાં નમ્રતા આવતી જ ન હોય, મનમાં એવું લાગે મારે જ્ઞાની બનવું છે ...વિનયી બનવું છે... ધ્યાની બનવું છે...પ્રસન્નમના, પ્રસન્ન-પ્રશાંત હૃદયી બનવું છે...યોગી બનવું છે...મારે અંતરની આરસીનાં દર્શન કવાં છે...તમને એવું લાગે હું નિર્દેશ-કઠોર છું... મારે કોમળ કમળ જેવા સૌરભવંત-ધવલ-નિર્મળ બનવું છે...માનવીની તમન્નાઓ-ઝંખનાઓ સાગરના છેડાથીયે વિશેષ છે...માનવ મનમાં ચાહે મારે ધંધામાં પ્રગતિ સાધવી છે હું શેર દલાલ...કિંગ બનું, હું હીરા ઉદ્યોગનો ઉદ્યોગપતિ બનું...માનવ ભોગ, યોગ, ત્યાગના ત્રિવેણીમાં અટવાઇ ગયો છે... અને ન જાને એને ઇચ્છા થઇ ...મારે વિરાગી બનવું છે... શ્રમણ બનવું છે... શ્રેષ્ઠ સાધક–યોગી બનવું છે...ભૌતિક યુગનો માનવ અનેક મહત્ત્વાકાંક્ષાઓમાં જીવતર જીવી રહ્યો છે...ઇચ્છાઓ પૂરી કરવી છે ? બસ એકાદ સંકલ્પ ....તીવ્ર સંકલ્પ કરો...તમો જે બનવા ચાહતા હશો એ ગૌતમના મંત્ર-નામસ્મરણથી નિઃશંક સફળતા સહ અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી—માલિક બની શકશો !
...
કોઇ સવાલ નથી...નામ મંત્રાનુષ્ઠાન ગૌતમનું.... ! શ્રદ્ધાસુમન, સમર્પણ ભાવ તમારા ! શ્રદ્ધાથી કથીર જો કાંચન બની શકતું હોય, સંકલ્પબળથી પથ્થર જો પારસ બની શકતું હોય તો ગૌતમના અજપાજપ વિધિ પુરસ્સર મંત્રાનુષ્ઠાનથી શું ન બની શકો...સ્થિરતા, ધીરતા, શ્રદ્ધાપૂર્વકની સાધના ફળ્યા સિવાય રહે નહીં...! યોગીઓમાં મૂર્ધન્ય મહાયોગીશ્વર ગૌતમની યોગસિદ્ધિની એક ઝલક માણીએ...
કરોડો દેવ-દાનવ-માનવની સભા વચ્ચે પ્રભુ વીર મધુર અસ્ખલિત વાણીપ્રવાહ વહાવી રહ્યા હતા... ગૌતમ પણ એ દેશનામાં તલ્લીન બની ચૂક્યા હતા... પ્રભુ વીર અષ્ટાપદ મહાતીર્થનું અદ્ભુત વર્ણન વાણીમાં વહેવડાવતા હતા, અને વીરના મુખકમળમાંથી એક વાત સ૨કી, અષ્ટાપદ મહાતીર્થની સ્પર્શના કોઇ પણ જીવાત્મા કરે તો આ જ ભવે મુક્તિગામી થાય! પ્રભુની વાણી સાંભળી...ગૌતમ ગણધરે કહ્યું...પ્રભુ ! હું કેવો હતભાગી ! મારા હાથે મારા પછીયે કેટલાય દીક્ષિત થયા. અપૂર્વ યોગસાધના, આરાધના, અખંડ ઘોર તપસ્યાના પ્રભાવે મુક્તિગામી, અપુનર્ભવી બન્યા ! પ્રભો! ઓ મારા વ્હાલા વી૨ ! હું હજુ રખડી રહ્યો છું. ન તો મને કેવલ્યરત્ન ઉત્પન્ન થયું, ન તો હું મુક્તિયાત્રી યોગ્ય સાધક બની શક્યો ? પ્રભુ ! કેવો દુર્ભાગી? પ્રભો ! હું ખેદથી, અજંપાથી, શાશ્વતધામ-પરમપદ (મોક્ષ)ની પ્યાસથી તરફડી રહ્યો છું.
પ્રભુ ! આપની વાણીમાં આજે જ સાંભળ્યું... કે...અષ્ટાપદના એકવાર સ્પર્શનથી, દર્શનથી...આ જ ભવે ભવ્યાત્મા મોક્ષગામી બને, શાશ્વત સુખના સ્વામી બને, વાસી બને ! આજ્ઞા આપો... હું પણ અષ્ટાપદે જઇ તીર્થસ્પર્શના, દર્શન કરી, મુક્તિયાત્રાની રિઝર્વેશન ટિકિટ કઢાવી, મુક્તિપુરીનો ગ્રીન કાર્ડ કઢાવી શાશ્વત-કાયમનો મુક્તિવાસી બનું એવી મારી ઝંખના છે. પ્રભુ વદ્યા : જહા સુખમ્ ! સર્વલબ્ધિસંપન્ન ! યોગાકર ! વિનયના ભંડાર ગૌતમઅષ્ટાપદ ભણી ઊપડ્યા...અષ્ટાપદની તળેટીએ પધાર્યા....અષ્ટાપદના ગગનચુંબી ઉત્તુંગ શિખરો જાણે આકાશમાં તરતા ન હોય ? અલૌકિક વિરલ દેશ્ય જોઇ શ્રી ગૌતમ ગણધર આશ્ચર્યમુગ્ધ બન્યા...! ક્ષણવાર વિચારના વમળે અટવાયા...વ્યોમ સાથે આલાપતા ઉત્તુંગ ગિરિવર ! શે ૫ર્વતારોહણ થાય ? પણ... જેના ચરણે શરણે લબ્ધિ, શક્તિ-સિદ્ધિ રમતી હોય એમને શું વિષાદ ? વિષાદ-ખેદને ખંખેરી નાખ્યા ! સ્મિત વેરતા ગૌતમ સૂર્યકિરણના સહારે, અરશ્મિઓને સોપાન બનાવી...ગૌતમ એક પળમાં અષ્ટાપદની ગોદમાં આવી ચઢ્યા ! અષ્ટાપદની યાત્રાર્થે