________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૬૨૧
શ્રીમદ્ રાજચંદ્ર “વચનામૃત'ના ૨૧મા પાઠના ૭૪મા વચનમાં લખે છે : “શ્રી ગૌતમને ચાર વેદ-પઠન કરેલા જોવાને શ્રી મહાવીરસ્વામીએ સમ્યક નેત્ર આપ્યાં હતાં.
ગૌતમ ગણધરની પાત્રતા કેટલી હતી, પવિત્રતા કેવી હતી તેનો ખ્યાલ તો “શ્રી ભગવતીસૂત્ર'ના ૩જા શતકના રજા ઉદ્દેશકનું પ્રથમ ચરણ વાંચીએ ત્યારે જ આવે! જે કોઇને કહ્યું ન હતું તે ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું ?
“હે ગૌતમ ! તે કાળે અને તે સમયે છઘસ્થ અવસ્થાએ હું એકાદશ વર્ષના પયયે, છઠ્ઠ છઠે સાવધાનપણે નિરંતર તપશ્ચય અને સંયમથી આત્મતા ભાવતાં, પૂવનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષમારપુર, જ્યાં અશોક નવખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ
જ્યાં પૃથ્વી શિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, લાંબા કરીને, એક પુદ્ગલમાં દષ્ટિ અડગ રાખીને, અનિમેષ નયનથી, આગળ શરીર સહેજ ઝુકાવીને, યોગની સમાધિથી, સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, વિચારતો હતો.'
- શ્રી મહાવીરસ્વામીને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે, હે પૂજ્ય! “માહણ', ‘શ્રમણ', કે ‘ભિક્ષુ અને નિર્ગથએ ચાર શબ્દનો અર્થ શો છે? તે અમને કહો.”
શ્રી તીર્થંકર પરમાત્મા એ શબ્દોના અર્થ વિસ્તારથી સમજાવતા. ઘણા પ્રકારની વીતરાગ અવસ્થાઓને, અનુક્રમે વિશેષથી વિશેષ તે ચારે વિસ્તારથી સમજાવતા. અને એમ શિષ્યો એ શબ્દોના અર્થ ધારતા.
નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક “આત્મવાદપ્રાપ્ત’ એવો પ્રયોગ કરતા હતા. ટીકાકાર શીલાંકાચાર્ય તે “આત્મવાદપ્રાપ્ત’ શબ્દનો અર્થ એમ કહેતા હતા કે, “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન, પોતાનાં કરેલાં કર્મોના ભોક્તા, વ્યવસ્થાએ કરી દ્રવ્યપર્યાય રૂપ, નિત્યાનિત્યાદિ અનંત ધમત્મિક એવા આત્માને જાણનારા.”
જુઓ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૬, ગાથા ૫ :
'आयवायपत्ते' = आत्मवादप्राप्त आत्मनः उपयोगलक्षणस्थैकजीवस्यासंख्येयप्रवशात्मकस्य संकोचविकासभाजः स्वकृतफलभुजः प्रत्येकसाधारणतया व्यवस्थितस्य द्रव्यपर्यायतया नित्यानित्याधनंतधर्मात्मकस्य वा वाद आत्मवादस्तं प्राप्त आत्मवादप्राप्तः सम्यग्यथावस्थितात्मस्वतत्त्ववेदीत्यर्थः ।
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધત હતા. એકવાર તેઓ આનંદ શ્રાવક પાસે ગયા. આનંદ શ્રાવકે કહ્યું, “મને જ્ઞાન ઊપસ્યું છે. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, “ના, ના. એટલું બધું હોય નહીં. માટે આપ ક્ષમાપના લો.’ આનંદ શ્રાવકે વિચાર્યું કે, આ મારા ગુરુ છે. કદાચ, આ વખતે ભૂલ ખાય, તો પણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી. ગુરુ માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારીને આનંદ શ્રાવકે કહ્યું, “મહારાજ ! સદ્ભુત વચનનો મિચ્છા મિ દુક્કર્ડ કે અસલ્કત વચનનો મિચ્છામિ દુક્કડં ?” આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામીએ કહ્યું કે, “અસલ્કત વચનનો મિચ્છા મિ દુક્કડં.” ત્યારે આનંદ શ્રાવકે કહ્યું, 'મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડ લેવાને યોગ્ય નથી.' એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા અને જઇને મહાવીરસ્વામીને પૂછ્યું. મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે. તમારી ભૂલ છે, માટે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.” “તહત’ કહી ગૌતમસ્વામી ક્ષમાપવા ગયા. જો