________________
૬૧૮ ]
[ મહામણિ ચિંતામણિ
શુભ-લાભ સમજીએ અને દૈનિક જીવનમાં પણ સદાચાર-સદ્વિચાર સાથે સમતામૂલક પ્રવૃત્તિ કરીએ. શ્રદ્ધા-વિવેક-ક્રિયાવાન શ્રાવક થઇએ અને શરીરથી આત્મા તરફની દિશામાં ચાલનારા સજગ સતત શ્રમણ થઇએ તો સંભવ છે કે ક્યારેક આપણા જીવનમાં પણ ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર સદેશ દીપમાલિકા યા પ્રકાશપર્વ ઊજવવાનો પ્રસંગ આવે. આ ઉજ્જ્વળ-ઉન્નત ભવિષ્યની આશામાં પ્રાતઃસ્મરણીય ગુરુશિષ્ય' લેખનો ઉપસંહાર કરું છું.
ગૌતમસ્વામીનું નિર્વાણ સ્થળ : રાજગૃહીનગર - વૈભારગિરિ
શ્રી વૈભાાંગાર જ્યાં ગૌતમસ્વામી નિર્વાણ પામ્યા
દુષ્ટ દૂરે ટળે સ્વજન મેળો મળે, આધિ વ્યાધિ ને ઉપાધિ નાસે; ભૂતનાં પ્રેતનાં જોર ભાંજે વલી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે.