________________
૬૧૨ ]
[મહામણિ ચિંતામણિ
O
OD
આદર્શ શિષ્ય : ગુરુ ગૌતમસ્વામી જેમ એક દાર્શનિક તરીકે આપણી સમક્ષ આવે છે, તેમ એક આદર્શ શિષ્ય તરીકે પણ આવે છે. હકીકતમાં તો ગૌતમસ્વામીનું જીવન શ્રમણ ભગવાન મહાવીરના સંદર્ભ વગર સમજવું શક્ય જ નથી. ગૌતમસ્વામીને ભગવાન મહાવીરના પ્રક્ષેપમાં જ જોવા વધુ ન્યાયી બની રહે છે. શો સંબંધ છે આ “ગોયમ’ અને ‘ભંતે' પદોનો? શાસ્ત્રો કહે છે, આ સંબંધ માત્ર તેઓના વર્તમાન જીવનનો જ નહીં, પણ ભવોભવ જૂનો સંબંધ છે. આ સંબંધ જુગ જુગ જૂના કાળ સુધી લંબાયેલો, સ્નેહતંતુથી બંધાયેલો છે. શાસ્ત્રોમાં, બંને– શ્રમણ ભગવાન મહાવીર અને તેમના ગણધર શિષ્ય ગૌતમ અભિન્ન બની ગયા છે. તેઓ ભગવાનના આદર્શ શિષ્ય હતા અને ભગવાન મહાવીરની અખંડ ભક્તિ એ તેઓની સાધનાનું પ્રેરક બળ હતું. ગૌતમને એક તરફ તીવ્ર ઝંખના હતી ધર્મ પામી, ઘાતી અને અઘાતી કર્મોનો આત્યંતિક નાશ કરી મોક્ષને પામવાની. અને બીજી તરફ હતી. ભગવાન મહાવીર પ્રત્યેની આસક્તિ અને અનુગ્રહ, જે મોક્ષપ્રાપ્તિમાં બંધનરૂપ હતું. પોતાના નિવણ સમયે ભગવાને વિચાર્યું, ‘આજે હું મોક્ષ પામવાનો છું. ગૌતમનો મારા પર ખૂબ જ સ્નેહ છે. એ સ્નેહને કારણે જ ગૌતમ હજી સુધી કેવળજ્ઞાનથી વંચિત છે. એટલા માટે કોઈ એવો ઉપાય કરવો જોઈએ, કે જેથી તેનો સ્નેહ નષ્ટ થાય, સમભાવ, વીતરાગભાવ ઉત્પન્ન થાય. આમ વિચારી ભગવાને ગૌતમસ્વામીને કહ્યું, ‘ગૌતમ, નજીકના ગામમાં દેશમાં નામે બ્રાહ્મણ છે તે તારા ઉપદેશથી પ્રતિબોધ પામશે. માટે તમે તેને ઉપદેશ આપવા જાઓ.’
ભગવાન મહાવીરની આજ્ઞાને શિરોમાન્ય ગણી ગૌતમ દેવશમનેિ ઉપદેશ આપવા ચાલ્યા ગયા. તેઓના ઉપદેશથી દેવશમીને પ્રતિબોધ પ્રાપ્ત થયો. આ તરફ ભગવાન મહાવીરને નિવણિ પ્રાપ્ત થયું. ગૌતમસ્વામી દેવશમનેિ પ્રતિબોધ કરીને પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં દેવતાઓની વાણી દ્વારા તેમને ભગવાનના નિવણના સમાચાર મળ્યા. સમાચાર સાંભળતાં જ તે મૂર્ણિત થયા. ભાનમાં આવ્યા ત્યારે વિચારવા લાગ્યા કે, ભગવાન તો અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર ધરાવનાર હતા. તેઓએ કયા કારણથી પોતાના અંત સમયે મને દૂર મોકલ્યો? આટઆટલા સમયથી આપની સેવા કરતો રહ્યો, પણ અંતિમ સમયે આપનાં દર્શન ન કરી શક્યો ?..વિચારોને અંતે ગૌતમસ્વામીને જ્ઞાન થયું કે, અત્યાર સુધી તેઓ ભ્રમમાં હતા. તેઓ નિરાગી અને નિર્મમમાં મમતા રાખતા હતા. આ રાગદ્વેષ વગેરે તો સંસારનું કારણ છે. તેનો સર્વથા ત્યાગ કરવામાં ભગવાને પોતાના અંતિમ સમયે મારો ત્યાગ કર્યો છે...આ શુભ વિચાર આવતાં જ તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શ્રેષ્ઠ સાધક : ગુરુ ગૌતમસ્વામીની દાર્શનિક પ્રતિભા અને ઉત્તમ શિષ્યપણાની સાથે ! તેઓ શ્રેષ્ઠ સાધક તરીકે પણ આપણી સમક્ષ ઊપસી આવે છે. તેઓ એક “મહાસંત, શ્રેષ્ઠ સાધક અને સિદ્ધપુરુષ' હતા. શાસ્ત્રમાં તેઓને સાચા “મુમુક્ષુ ધર્મપુરુષ' તરીકે સંબોધવામાં આવે છે. મુમુક્ષુનો એકમાત્ર અભિલાષ અને પુરુષાર્થ મોક્ષ માટે જ હોય. ગૌતમસ્વામી સાચા મુમુક્ષુ ધર્મપુરુષ હતા. તેઓનું જીવન એક ઉત્કટ અને મહાન સાધક અને તપસ્વીનું જીવન હતું. એટલા માટે તેઓને ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર અને ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા અને શરીરના સંસ્કારો ત્યજનારા તરીકે બિરદાવવામાં અને સ્તવવામાં આવે છે.