________________
૬૦૮ ]
[ મહામણિ ચિંતામણિ
એકવાર અપાપાનગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ મહાયજ્ઞ કરાવતો હતો. તેમાં પંડિત તરીકે ઇન્દ્રભૂતિ પધાર્યા છે. અપાપાનગર તરફ આવતાં દેવવિમાનો આકાશમાં દેખાતાં હતા. પોતે વિચાર્યું કે, હું જ્યાં હોઉં ત્યાં દેવોને પણ આવવું પડે. પરંતુ એક ક્ષણમાં જોયું તો દેવવિમાનો આગળ જવા લાગ્યાં.
બીજી બાજુ, મહસેન વનમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર પધાર્યા છે. દેવીદેવતા-માનવો વગેરે તેમનાં દર્શન માટે જઈ રહ્યાં હતાં. આ જાણી ઇન્દ્રભૂતિએ વિચાર્યું કે, હું સર્વજ્ઞ છું. મારા હોવા છતાં બીજો સર્વજ્ઞ કોણ છે? જો હોય તો, મારા ૫૦૦ શિષ્યો સાથે લઈને તેને પરાજિત કરવા જાઉં.
જ્યાં સમવસરણની પાસે પહોંચ્યા ત્યાં ભગવાન તેમને તેમના નામથી બોલાવે છે. ઇન્દ્રભૂતિ કહે : હું વાદ કરવા આવ્યો છું.’ ભગવાને કહે : “વાદ નહીં પણ સમાધાન કરવા આવ્યા છો.
ક્યારેક આખો હાથી નીકળી જાય ને પૂંછ રહી જાય, તેમ સર્વ વિદ્યાસમ્પન્ન ઇન્દ્રભૂતિને એકમાત્ર શંકા રહી ગઈ કે જીવ છે કે નહીં? ભગવાન તેમની શંકાનું સમાધાન કરે છે. ઋજુ અને સરળ એવા ઇન્દ્રભૂતિએ ભગવાનને કહ્યું : “મારો અને ૫૦૦ શિષ્યોનો સ્વીકાર કરો.” ભગવાને સૌને દીક્ષા આપી. વૈશાખ સુદ અગિયારસનો એ દિવસ ધન્ય બની ગયો.
નામ પ્રમાણે, એટલે કે ગૌતમમાં રહેલા ‘ગૌ એટલે સાક્ષાત્ કામધેનુ, ‘ત’ એટલે સાક્ષાત્ કલ્પતરુ ને ‘મ' એટલે સાક્ષાત્ સુરમણિ હતા. સુરગવિ, સુરતરુ અને સુરમણિનો ત્રિવેણીસંગમ હતો.
શ્રી ગુરુ ગૌતમ સમરીએ, ઊઠી ઊગમતે સુર;
લબ્ધિનો લીલો ગુણનીલો, દેખી સુખ ભરપૂર.” : આવા શ્રી ગુરુ ગૌતમસ્વામીને જે સ્મરે તે અવશ્ય સુખ મેળવે છે.
શ્રી ગુરુ ગૌતમ વૃયોવૃદ્ધ, સંયમવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ હતા. વેદવિદ્યા તેમ જ યજ્ઞવિદ્યાના આચાર્ય અને પ્રજ્ઞાના પુંજ એવા ગૌતમસ્વામી શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિનો સમન્વય કરવા માટે મહાસેતુ હતા. પ્રભુ વીરના શાસનના શ્રેષ્ઠ પ્રવાહક ને પથદર્શક હતા. દ્વાદશાંગીના રચયિતા, ચૌદ પૂર્વધારી ને શ્રમણ સંસ્કૃતિના ધ્વજધારી, વીર-ઉપદેશના વાહક, શાસનના કલ્પવૃક્ષ, અનુપમ રિદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિના અખંડ નિધાન, અનંત જીવોના તારક, શ્વેતામ્બર-દિગમ્બર વગેરે સર્વ સંપ્રદાયો અને સર્વ ગચ્છોમાં વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવનાર હતા. તેઓશ્રી ઘોર તપસ્વી, દીપ્ત તપસ્વી તપ્ત તપસ્વી અને મહાતપસ્વી હતા. દીક્ષા લીધી ત્યારથી નિર્વાણ પામ્યા ત્યાં સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર હતા. સકલ લબ્ધિના નિધાન હતા.
અમૃતમય અંગુઠડો ઠવિઓ પાત્ર મોજાર;
ખીર ખાંડ વૃત ભરિયો મુનિ દોઢ હજાર.” તેઓશ્રી ચરણલબ્ધિથી તળેટી પહોંચ્યા, ને જંઘાચરણ લબ્ધિથી અષ્ટાપદ પહોંચ્યા. અક્ષીણ લબ્ધિના પ્રભાવથી ૧૫૦૦ તાપસોને પારણાં કરાવ્યાં. તાપસોએ વિચાર્યું, આ તો સર્વલબ્લિનિધાન છે. ૫૦૦ ને ગણધરની ઉત્કૃષ્ટતા વિચારતાં ને પારણું કરતાં કેવળજ્ઞાન, ૫૦૦ ને માર્ગમાં ને ૫૦૦ ને સમવસરણ જોતાં કેવળજ્ઞાન. તેમની મુખાકૃતિ જ એવી હતી કે તેમને જોઈને કેટલાય જીવો પામી જતા. પ્રભુની ગોચરી પણ હંમેશાં તેઓ જ લાવતા. અનંત લબ્ધિના માલિક છતાં