________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૦૫
એટલે કે મોક્ષનું બીજ જો કોઈ પણ હોય તો ‘વિનય.’ વિનયગુણ વિના મોક્ષ કદાપિ મળતો નથી. તેથી જ તો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં સૌપ્રથમ અધ્યયન વિનય અંગે છે. અને પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં “જ્ઞાનદર્શનવારિત્રો વીરઃ || ૬-૨૨ || નામનું સૂત્ર મૂકીને વિનયની મહત્તા પ્રદર્શિત કરી છે. માટે આવા પરમ વિનયધર શ્રી ગૌતમસ્વામીનું સ્મરણ મરણ પર્વત શ્રેયસ્કારી છે.
- વિનયગુણ શ્રી ગૌતમસ્વામી મહારાજાના રોમેરોમમાં ઠસોઠસ વસેલો હતો. જ્યારથી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવંતને સર્વજ્ઞ તરીકે સ્વીકાર્યા ત્યારથી બસ મહાવીર પરમાત્મા જ મારા માટે સર્વસ્વ. તુંહી તુંહી ભાવની વિશિષ્ટ પરાકાષ્ઠા જ સમજો. જ્યારે પરમાત્મા પર બહુમાન પ્રગટે છે ત્યારે અવશ્ય અહંભાવ ઓગળે છે. અને અહંભાવ ઓગળે છે ત્યાં વિનયગુણ ખીલ્યા વિના રહેતો નથી.
શ્રી ગૌતમસ્વામી મહારાજાને પણ એવી જ રીતે વિનયગુણ ખીલ્યો, જે શ્રી ગૌતમસ્વામી મહારાજા પરમાત્મા વીપ્રભુના પ્રથમ શિષ્ય છે, પ્રથમ ગણધર છે, દ્વાદશાંગીના રચનાર છે. ‘દ્વાદશાંગી સંપૂર્ણ સત્ય છે,' એવી મહોર પરમાત્મા વીરપ્રભુએ મારેલી છે. સ્વયં ચાર જ્ઞાનના ધણી છે. દીક્ષા લેતાંની સાથે ૫૦૦ શિષ્યોનો પરિવાર છે. અનંત લબ્ધિના નિધાન છે. “જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન ઊપજે જ' આવી વિશિષ્ટ શક્તિના ધારક છે. “પરમાત્મા તીર્થંકરદેવ જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થાય જ.' એવો નિયમ નથી. છતાં આવા ગણધર ગૌતમસ્વામીનો વિનય....નમ્રતા..ગજબના...!
પેલા આનંદ શ્રાવકનો એક પ્રસંગ છે. આનંદ શ્રાવકને ઘેર ગૌતમસ્વામી પધાર્યા છે. ત્યાં આનંદ શ્રાવકને લાંબી મર્યાદાવાળું અવધિજ્ઞાન થયું છે. આનંદ શ્રાવક શ્રી ગૌતમસ્વામીને કહે છે કે, ભગવંત ! મને આટલી મર્યાદાવાળું અવધિજ્ઞાન થયું છે.’ તરત જ શ્રી ગૌતમસ્વામી કહે છે :
“ભાગ્યશાળી ! આટલી મર્યાદાવાળું અવધિજ્ઞાન શ્રાવકને થાય નહિ. તમો મિચ્છા મિ દુક્કડ ઘો.”
પરંતુ આનંદ શ્રાવક કહે છે કે, “મને તો સ્પષ્ટ દેખાય છે. ત્યારે ગૌતમસ્વામી મહારાજે કહ્યું કે, તો તો હું ભગવંતને પૂછી આવું.”
અહીં વિનયની પ્રતીતિ સ્પષ્ટ અનુભવગોચર થઈ આવે છે. જે ચાર જ્ઞાનના ધણી છે, શ્રુતકેવલી છે, વિદ્વત્તાના પારાવાર છે, માત્ર ઉપયોગ મૂકવાની જ જરૂર છે, અર્થાત્ માત્ર વિચારવાની જ જરૂર છે, છતાં વિનય વિવેકનો પાર નથી. હું ભગવંતને પૂછી આવું.” એમ કહે છે !
આવી વ્યક્તિને શું કહેવું !
ભોળા, ભદ્રિક, વિનીત શિષ્ય શ્રી ગૌતમસ્વામી. તેમને તો ઉપયોગ મૂકવાનો વિચાર જ નથી આવતો. ‘મારે ઉપયોગ મૂકવાની જરૂર જ શી ?' એવું પણ તેમના મનમાં હોય.
તેઓ તો પહોંચ્ય ભગવંત પાસે, અને કહ્યું, “ભગવંત! શ્રાવકને આટલી મર્યાદાવાળું અવધિજ્ઞાન સંભવે ?”
ભગવંતે કહ્યું, “હા ગૌતમ ! જા, આનંદ શ્રાવકને મિચ્છા મિ દુક્કડં દઈ આવ.”