________________
૬૦૨ ]
[ મહામણિ ચિંતામણિ
છે, જેમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીના સવાલ-જવાબ મળે છે. ગૌતમસ્વામી અતિ આદરભેર ભંતે' સંબોધન કરીને મહાવીરને પ્રશ્ન પૂછે અને મહાવીર “ગોયમ જેવા હેતભર્યા શબ્દો સાથે એનો ઉત્તર આપે. ભગવતીસૂત્રના છત્રીસ હજાર જેટલા પ્રશ્નો અને ઉત્તરોમાં જૈન દર્શનનાં બધાં જ પાસાંઓનો સમાવેશ થઈ ગયો છે.
આટલી બધી રિદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિ ધરાવનારા ગૌતમસ્વામીનું હૃદય નિર્મળ અને નિખાલસ હતું. યોગસાધના દ્વારા સતત આત્મદર્શનની ઉત્કટ તાલાવેલી હતી. વિશાળ ધર્મસંઘના નાયક હોવા છતાં અહંકારથી સાવ અલિપ્ત હતા. જ્ઞાનનો સાગર હોવા છતાં ગર્વ કદી એમને સ્પર્શતો નહીં. આથી જ ભગવાન મહાવીરના ગૃહસ્થ શિષ્ય આનંદ શ્રાવકની પાસે જઈને ગદ્ગદ કંઠે “મિચ્છામી દુક્કડમ્ આપીને ક્ષમા યાચે છે. આ રીતે અનેક જીવોના ઉદ્ધારક હોવા છતાં પોતાના પ્રભાવનો અહંકાર એમને સ્પર્શી શકતો નહીં. ભવ્ય અને ભદ્ર એમની પ્રકૃતિ હતી. કષાયો, કલેશો, કર્મો અને દોષોને દૂર કરવાની એમની પ્રવૃત્તિ હતી અને નીતરેલા નીર જેવી નિર્મળ અને પરોપકારી એમની વૃત્તિ હતી.
મહાવીરસ્વામી પ્રત્યેના એમના પ્રશસ્ત રાગને કારણે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત નથી એ હકીકતમાં પણ ગૌતમસ્વામીન જાણે સક્ષ્મ વિનય પ્રગટ થાય છે! પોતાને કેવળજ્ઞાન થાય તો પ્રભુની વાણી પ્રત્યુત્તરરૂપે મેળવી શકાય નહીં. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીની પ્રશ્નોત્તરીમાં માત્ર આધ્યાત્મિક જ નહીં, બલ્બ લૌકિક સમસ્યાઓનું પણ માર્ગદર્શન આ સંવાદોમાં મળે છે. ભગવાન બુદ્ધ અને શિષ્ય આનંદ, શ્રીકૃષ્ણ અને અર્જુન, સૉક્રેટિસ અને પ્લેટોના જેવા સંવાદોમાંથી જગતને નવીન દર્શન મળ્યું છે. આવા સંવાદો કઠિન વિષયોને પણ સુગમતાથી સમજાવે છે. ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર વચ્ચેના સવાલ-જવાબ ત્રણ લોક, ત્રણ કાળ, ચારે ગતિ તેમ જ ચારે અનુયોગોને આવરી લે છે. જૈન ધર્મમાં વૈયાવચ્ચનો એટલે કે સેવાભાવનાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. માંદા સાધુની વૈયાવચ્ચને પ્રભુપ્રાપ્તિનો માર્ગ ગણવામાં આવ્યો છે. આ અંગેનો ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી વચ્ચેનો સંવાદ લાક્ષણિક છે.
ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે : “હે ભગવન્! જે માંદા સાધુની માવજત કરે છે તે ધન્ય છે કે જે આપને દર્શનથી પામે એ ધન્ય છે?”
મહાવીર કહે છે: “હે ગૌતમ! જે માંદાની માવજત કરે છે તે ધન્ય છે.” ગૌતમસ્વામી પૂછે છે, “હે ભગવાન ! આપ એવું શા પરથી કહો છો ?” ભગવાન મહાવીર કહે “હે ગૌતમ! જે માંદા સાધુની સેવા કરે છે તે મને દર્શનથી પામે છે.”
આવા સવાલ-જવાબમાં ગૌતમસ્વામીની જિજ્ઞાસુ બાળક જેવી સરળતા અને જાગૃતિ પ્રગટ થાય છે, તો ભગવાન મહાવીરનું વાત્સલ્ય દેખાય છે. ગૌતમસ્વામીના આ પ્રશ્નોનું વિષયવાર વર્ગીકરણ કરીને એનો તુલનાત્મક અભ્યાસ કરવો ઘટે. આ પ્રશ્નોમાંથી જગતને ગણધરવાદ સાંપડ્યો છે. આ કારણે જ ભગવાન મહાવીરની સાથોસાથ ગૌતમસ્વામીનું નામ પ્રત્યેક જિનમંદિર કે ઘરમાં એટલા જ પ્રેમથી અને ભાવપૂર્વક સાથોસાથ ગવાતું રહ્યું છે.
ગૌતમસ્વામીને કેવળજ્ઞાન સાંપડ્યું ત્યારે એમની ઉંમર ૮૦ વર્ષની હતી. એ પછી બાર