________________
પ૯૪ ]
[ મહામણિ ચિંતામણિ
મન ગૌતમ બને તો મહાવીર સ્ટેજે મળે.
મનનું મટી જવું મનનું ન હોવું એ જ મહાવીરનો મેળાપ છે, પરમાત્માની પ્રતીતિ છે, પરમ સત્યનો સાક્ષાત્કાર છે.
એક પ્રગટેલા દીવા પાસે, અપ્રગટ દીવો આવ્યો, પ્રગટેલાની લપેટમાં આવતાં જ, અપ્રગટ પણ પ્રગટી ગયો. ગુરુ દીવો... ગુરુ દેવતા.વાહ ગુરુ મહાવીર...!
વાહ શિષ્ય ગૌતમ! ભગવાન આપણને દાસ રાખવા નથી માગતા. આપણે ભલે ભગવાનને કહીએ કે, “હું તમારો દાસ છું.” પણ ભગવાન તો કહે કે, “તું મારા જેવો થઈ જા.” ભગવાન સાથે જોડાયેલી ચેતના પણ યોગ્ય સ્થાને પહોંચાડે જ. •
" માટી જ ઘડારૂપે બને, પણ માટી જંગલમાં કે ખાડામાં પડી રહે તો..? ઘડાપણું પ્રાપ્ત થાય..? અને એ પણ યાદ રાખવાનું કે માટીના ઘડા બને, પણ બધી માટીના નહિ!
ઉપાદાન તત્પર હોય તો ભગવાન સત્વર છે જ. પ્યાસ જાગે તો કૂવો હાજર જ છે. શિષ્ય તૈયાર હોય તો ગુરુ સામેથી આવીને મળે છે. પરમાત્મા તમને પોકારે છે. તમારી તૈયારી હોય તો તે મળવા તૈયાર જ છે. પાવાપુરીમાં મહાવીર પ્રભુ પધાર્યા, શા માટે? તેનું આ રહસ્ય છે. ' ગુરુ પૂર્ણ વીતરાગી હતા....તો શિષ્યમાં રાગનો એક અંશ પણ રહેવા ન દીધો. શિષ્ય પોતાને સર્વજ્ઞ માનતો હતો તો તેને સર્વજ્ઞ ગુરુએ પૂરેપૂરો સાથ આપ્યો. બે વચ્ચે અભેદ કાર્યકર બન્યો એટલે બે ન રહ્યા. રહ્યો માત્ર વીતરાગ-સર્વજ્ઞ એવો એક આત્મા. જેમાં આવા ગુરુ-
શિષ્યની બેલડી જામે, એ શાસનનો સૂર કેવો હોય...?
જ્ઞાન ભીતરમાંથી પ્રગટે ત્યારે એ અનુભૂતિ બને છે. આત્માનું ઐશ્વર્ય એ જ્ઞાન છે, અને પરમાત્માનું ઐશ્વર્ય એ કેવળજ્ઞાન છે. જ્ઞાન કેવળજ્ઞાન બને તો આત્મા પરમાત્મા રૂપે પરિણમે. ચૌદમા ગુણસ્થાને બિરાજે, પછી તો પૂર્ણિમાની પૂર્ણતાનો પ્રકાશ જ રહે છે.
- આત્મદ્રષ્ટા ગુરુને સમર્પિત થવાની ભાવના જેની પાસે છે, તે જ પોતાની જાતને મિટાવી દેવાનું મહા પરાક્રમ દાખવી શકે છે. એ જ આત્મા અમૃતનો અનુભવ કરી શકે છે.
- શરીરમાં રહેલા અશરીરીનો સંબંધ ગુરુકૃપાથી થાય છે ત્યારે તિજોરીનું કાયમી ધન હાથ લાગે છે. જીવ ન્યાલ થઈ જાય છે. સત્ય પૂર્ણપણે પ્રકાશે છે.
સત્ય સરળ છે. સત્ય સિવાય બીજું બધું જટિલ છે. પણ આપણે સરળ નથી, તેથી એવું સત્ય પણ આપણા માટે જટિલ બની ગયું છે.
સત્યનું સર્જન થતું નથી, પણ દર્શન થાય છે. સત્ય સદા ઉપસ્થિત છે, પણ તેને ગ્રહણ કરવાની આંખની જરૂર છે. તે આંખ સદ્ગુરુ આપે છે.
સત્ય કોઈ સિદ્ધાંત કે શબ્દ નથી, સત્ય તો પ્રતીતિ છે, અનુભૂતિ છે.
દીપકમાં માટી અને જ્યોતિ બને છે. માટી પર ધ્યાન આપવાથી અંધકાર મળે છે, જ્યોતિ પર ધ્યાન ઠેરવવાથી પ્રકાશ મળે છે. આ જ નિયમ દેહદૃષ્ટિ અને આત્મદષ્ટિને પણ લાગુ પડે