________________
RESS
=
પ૯૨ ]
[ મહામણિ ચિંતામણિ =
ચાવી છે, તાળું છે, તિજોરી છે, તિજોરીનું તાળું બંધ છે. ચાવી ન મળે તો તિજોરીમાં | રહેલું ધન જતું રહેતું નથી. તાળું ન ખૂલે તો પણ અંદરના ધનને આંચ આવતી નથી.
આવરણના ખિસ્સામાં પડેલી ચાવીની ખબર, બેખબર આત્માને, ગુરુ વિના કોણ આપે ?
મહાવીર ગુરુ છે, ગૌતમ શિષ્ય છે. ગુરુ-શિષ્યનો સંબંધ પ્રારંભથી પૂર્ણતા સુધીનો છે, ઉદયથી અસ્ત સુધીનો છે, અજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીનો છે. પ્રથમ ગુણસ્થાનથી તેરમાં ગુણસ્થાન ! સુધીનો છે.
પ્રથમ ગુણસ્થાને મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ મહારોગ છે, મહારિપુ છે, મહા તિમિર છે. ' જીવ તેના પનારે છે, તેથી તેને પોતાના શિવ સ્વરૂપનું દર્શન થતું નથી. તેને “સમ્ય”માં ફેરવવાનું છે. પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વથી શરૂ થતી આ યાત્રાની પૂર્ણતાહુતિ (સ્વભાવ દશાની પ્રાપ્તિ) || તેરમા ગુણસ્થાને થાય છે, પછીની અવસ્થાનું વર્ણન નથી, કેવળ અનુભવ છે.
આ યાત્રાનો આરંભ ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકારથી થાય છે, તેની પૂર્ણતા પરમાત્મા | મહાવીરદેવને મળવાથી આવે છે.
બંધનકારક અહંકાર તૂટે નહિ ત્યાં સુધી કોઈ પણ જીવ શાતા પામી શકતો નથી. અહંકારનું એરૂ જેને આભડે, એનું આવી બને. જીવ માત્ર અહંકારથી પીડાય છે. તેથી બીજાને પીડા આપવામાં અહંકારને આનંદ આવે છે. બીજાને ઉતારી પાડવામાં અહંકારને મજા પડે છે. કોઈનો ઉત્કર્ષ એ સાંખી શકતો નથી; બીજાં આગળ, પોતાની જાતને આગળ ધરવામાં એ પાછી પાની પણ કરતો નથી.
જાત ઉપરનો પૂરેપૂરો રાગ, એ જ અહંકારનું સ્વરૂપ છે. એ રાગ, સર્વસમર્થ સદ્ગુરુના | શરણે ગયા વિના શુદ્ધ થતો નથી.
રાગને નિર્મૂળ નહિ, પણ નિર્મળ કરવાનો છે. રાગને નિર્મળ કરવા માટે મહાવીર પાસે પહોંચવાનું છે.
રાગનો વિષય વીતરાગ બને તો, મહાવીર દૂર નથી. આત્માનો વિસામો પરમાત્મા બને ! ત્યારે જ સકલ કલ્યાણની સિદ્ધિ થાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનમાં થયેલું એકાએક રૂપાંતર ! આનો પ્રબળ પુરાવો છે.
પાવાપુરીમાં એક સોમિલ નામનો બ્રાહ્મણ ગૌતમ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવી રહ્યો હતો. સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન મહાવીર પણ તે વખતે ત્યાં પધાર્યા. આકાશમાર્ગે દેવોએ આવી સમવસરણ રચ્યું. દેવવિમાનોના આગમનને જાણનાર લોકોના મુખે સર્વજ્ઞ પ્રભુની પ્રશંસા સાંભળી, ઇન્દ્રભૂતિ ગૌતમ અભિમાનપૂર્વક આશ્ચર્ય પ્રકટ કરે છે ? “વાહ! મારા સિવાય વળી કોઈ બીજોય સર્વજ્ઞ છે ?” પૃથ્વી ઉપર પોતાના સિવાય કોઈ સર્વજ્ઞ છે, એ વાત પણ તેઓ સાંભળી શકતા નથી, સહી શકતા નથી. અહંકારને ઠેસ વાગી, ભારે પીડા થઈ.
મિથ્યાત્વ-માતંગ પર બેસી, પ્રભુને પરાજિત કરવા એ ચાલી નીકળ્યા. સમવસરણમાં પ્રભુને જોઈ ઠંડા હિમ જેવા થઈ ગયા. વીરનાં મધુર અને સ્વ-શંકાને દૂર કરતાં વેણથી એમના મનના