________________
૫૯૦ ]
[ મહામણિ ચિંતામણિ
પણ હતા. પોતે ચાર જ્ઞાનના ધારક હોવા છતાં, નાનામાં નાના પ્રશ્નો-સંશયો ભગવાન પાસે રજૂ કરતા, અને ભગવાનના ઉત્તરને બાળસહજ કુતૂહલથી પામી રહેતા. ઉત્તર મળી જતાં, સંશય દૂર થતાં, આનંદિવભોર બની જતા. અને ‘ભગવતી સૂત્ર'માં તો આવા ૩૬ હજાર પ્રશ્નોના નિરાકરણનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે.
ભવોભવ ભગવાન સાથે રહીને, આ ભવે ઇન્દ્રભૂતિ રૂપે જન્મેલા ગૌતમસ્વામીએ ૫૦મા વર્ષે દીક્ષા ગ્રહણ કરી, ૮૦મા વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, ૧૨ વર્ષ કેવલી રહી, અંતે એક માસનું અણસણ કરીને, ૯૨ વર્ષે નિર્વાણ પામ્યા. એવા ગણધર ગૌતમસ્વામીના ચરિત્રના અગણિત ગુણોમાંથી યત્કિંચિત ગુણો પ્રાપ્ત થાઓ ! અને આપણ પામર જીવને પળેપળ પ્રેરણા પ્રાપ્ત થાઓ ! એવી પ્રાર્થનાસહ કોટિ કોટિ વંદના !
આપણા દેવાલયો સંદેશને
*
*
વઘર દેવોના