________________
[ મહામણિ ચિંતામણિ
૫૮૨ ]
આ ગુણના વિકાસનાં કારણો માટે શ્વેતામ્બર-દિગમ્બર બંને પરંપરાથી આપણે વિચારીએ.
દિગમ્બર પરંપરા : અનાદિ નિગોદમાંથી બહાર નીકળીને આગળ વધતાં સિદ્ધિને પ્રાપ્ત કરતા સાધકના ગુણોનો વિકાસ ક્રમિક હોય છે, તેમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીને અપાયેલ ઘોર બંભચારી' વિશેષણ મુજબ બ્રહ્મચર્યની સાધનામાંથી સ્વાભાવિક સ્થિતિની પ્રાપ્તિ માટે તેઓશ્રીના પૂર્વભવોની સાધના-આરાધના ણાઈ આવે છે.
સંસારમાં રખડપટ્ટી કરતા કોઈ એક ભવે કાશી દેશના વિશ્વલોચન રાજાની નેત્રવિશાલા નામે રાણી રૂપે ગૌતમનો જીવ હતો. તે રાણી રાજાને અતિ પ્રિય હતી. બંનેનો સંસાર સુચારુપણે વ્યતીત થતો હતો. પરંતુ એક પ્રસંગે ખભભળાટ સર્જ્યો.
કોઈ નર્તકી આવી. તેનો નાચ જોવામાં રાજા એટલો તલ્લીન થઈ ગયો કે વખતનું ભાન ન રહ્યું. રાણી રાહ જોઈને થાકી. અંતે રાણીને નર્તકીની ખબર પડી. એને મનમાં થયું કે, હું રાજાની રાણી, પણ કેદખાના જેવી સ્થિતિ છે. જ્યારે આ નર્તકી યથેચ્છ સુખ ભોગવે છે. હું પણ અહીંથી નાસી જાઉં તો સુખ ભોગવી શકું. વાસના વિકરાળ બની. પાપાનુબંધી પુણ્યે સાથ આપ્યો. આમરી નામની દાસી તથા તેની પુત્રી મદનવતીનો સાથ મળ્યો. ત્રણે ભાગી. યથેચ્છ વિચરણ કરતાં ગમે તે પુરુષો તેની સાથે ભોગ ભોગવવા કહે છે. દારૂ-માંસમાં આસક્ત બને છે. એક વાર અવંતીના પાદરથી થોડે દૂર વનમાંથી ભિક્ષા લેવા નીકળેલા મુનિને જુએ છે. નવજ્યોત–રૂપવંત મુનિ છે. ત્રણે ભાન ભૂલે છે. મુનિને રોકીને વિવિધ ચેષ્ટા કરે છે. મુનિ ઉપસર્ગ જાણી તુરત પાછા વળીને વનમાં જતા રહે છે. ત્રણે પાછી ફરે છે. સાંજના વિચાર આવે છે ઃ રાત્રે મુનિ એકલા હશે ? જંગલમાં કોણ આવવાનું ? ત્રણે જંગલમાં જાય છે. મુનિને ગોતીને અનેક પ્રકારે શારીરિક કુચેષ્ટા દ્વારા મુનિને ભોગ ભોગવવા લલચાવે છે. મુનિ પોતાના ધ્યાનમાં સ્થિર રહે છે. ત્રણે સ્ત્રીઓ પ્રત્યે પણ કોઈ જાતનો દ્વેષ નથી કરતા. મનમાં ત્રણેની ભાવદયા ચિંતવે છે કે, વાસનાવશ થયેલી આ ત્રણે સ્ત્રીઓ મારા નિમિત્તે કેટલો સંસાર વધા૨શે! અત્યારે એ ત્રણેની આસક્તિ જોતાં ઉપદેશ કે સમજાવટ પણ વ્યર્થ છે. રાતભરના ઉપસર્ગ પછી થાકીને ત્રણે પાછી ફરે છે.
પાપાનુબંધી પુણ્ય ખતમ થતાં ત્રણે ખૂબ દુઃખી થાય છે. મદનવતીના આખા શરીરે કોઢ નીકળે છે. તે મરીને નારકીમાં જાય છે. બાકીની બે તિર્યંચમાં. અનેક ભવમાં ભમતાં ત્રણે કૂકડાના ભવમાં ભેગી થાય છે. ઘણાં દુ:ખો ભોગવી હળવી બનેલી ત્રણે એક ખેડૂતની પુત્રીઓ બને છે. ત્યાં પણ જન્મથી દુઃખી-દુર્ભાગી છે. જન્મતાંની સાથે પિતા મરી જાય છે. ધીમે ધીમે કુટુંબવિહોણી બને છે. રખડતાં-ભટકતાં મોટી થાય છે.
એક વાર અવધિજ્ઞાની મુનિનો ભેટો થાય છે. તેઓને પૂર્વભવ જાણવા મળે છે. વિષયની વિફલતા સમજાય છે. વાસનાપૂર્તિ કેટલી ભયંકર દુઃખ આપનારી નીવડી તે જાણે છે. થોડા વખતના સુખ માટે આટલું ભયંકર દુઃખ હવે આ વારાના કોઈ ભવમાં ન જોઈએ. વિષયસુખ ક્યારેય નહિ જોઈએ. જાવજ્જીવ શીલવ્રત ત્રણે ધારણ કરે છે. જ્ઞાની ગુરુને પૂછે છે કે હવે દોષકર્મ ખપાવવા શું કરવું ? ગુરુ ભગવંત જણાવે છે કે, ‘લબ્ધિનિધાન વ્રત' કરો. ત્રણે બહેનો ગુરુ ભગવંતે કહેલ વિધિ પ્રમાણે વ્રત કરે છે. છેવટે તેનું ઉઘાપન કરે છે. આગળ જતાં ત્રણે દીક્ષા ગ્રહણ કરે છે. તેમાં પણ મોટી બહેન