________________
૫૮૦ ]
[[મહામણિ ચિંતામણિ
ક્ષીર-નીર પરે આપણે એક-બીજામાં ભળી જશે. ને ગૌતમ ક્ષણવાર શાંતિ અનુભવતા. મૂક્તિની અધિરાઈનો દાવાનલ વૉટર-ટેંકોથી શું શમે? તેઓ જાણતા ન હતા કે વીતરાગનો રાગ જ તેમના મુક્તિ-ઉદ્યાનમાં કંટક બની બેઠો છે. પણ ગૌતમની ગતિ જ ન્યારી છે. સંસારનું કારણ કહેવાતો એવો રાગ પણ તેમને શિવનું કારણ બન્યો. પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું. આજીવન અંતેવાસી બનેલા ગૌતમ અંતકાળે વીરથી ઘણા દૂર હતા. વીરના વિરહની વિકરાળ વેદનાએ તેમને વિરાગી બનાવી વીતરાગી બનાવ્યા. અંતકાળે આઘા રાખવાના આઘાતે જ તેમના ઘાતકર્મનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. પ્રશસ્ત રાગ પણ સોનાની સાંકળ સમાન જ છે આ ભાને તેમને દિવ્ય જ્ઞાનની. ભેટ ધરી દીધી, અદના સેવક બની રહેવાની સાધનાએ તેમને શાશ્વત સ્વામી બનાવ્યા.
મહાવીર સ્વામી હતા, તો ગૌતમ સેવક હતા; મહાવીર પિતા હતા, તો ગૌતમ પુત્ર હતા. વારન સાધ્યાસાદ્ધ માટે ઉપસગોના વણઝાર વેઠવી પડી. ૧૨u વર્ષ ઘોર સાધના કરવી પડી. કર્મો સામેના યુદ્ધમાં ભારે જહેમત ઉઠાવી બધી શક્તિ લડાવી ઝઝૂમવું પડ્યું, પૂર્ણતાની પેઢી જમાવતાં પરસેવો પાડવો પડ્યો ને કાયાને કસી ઘસી નાખવી પડી. જ્યારે ગૌતમે આમાંનું કશું કરવું પડ્યું નથી. નથી ઘોર સાધના કરી, નથી ઘોર પરીષહો ને ઉપસર્ગો સહન કર્યા, કે નથી શરીર ઘસ્યું ! તેઓ તો સરળતાથી સહજ રીતે, સમર્પિત ભાવે અખૂટ ખજાનાના વારસદાર સ્વામી બની ગયા.
આ જિનમંદિરોએ જ ભારતીય કલા, શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને અસ્મિતાનું અનેરું સંવર્ધન કર્યું છે
જ
આ
:
2 રન
* 1/