________________
પ૭ર ]
[ મહામણિ ચિંતામણિ
કેવળજ્ઞાન પામેલા તાપસી સમવસરણમાં કેવળીઓની પર્ષદામાં જવા લાગ્યા ત્યારે ગુરુ ગૌતમ બોલી ઊઠ્યા ત્યાં નહિ, આ બાજુ આવો. પણ પ્રભુ તો સર્વજ્ઞ હતા. ભગવાને કહ્યું ઃ ગૌતમ! કેવળીઓની અશાતના ન કર. પ્રભુનાં વચન શ્રવણ થતાં ગૌતમસ્વામીને ભારે વિષાદ થયો.
પરમાત્માની કરુણા એવી અભુત હતી કે તેઓ જ્ઞાનથી જાણે છે કે નિવણસમય નજીક છે. ગૌતમને મારા ઉપર અધિક સ્નેહ છે. મારું નિવણિ થતાં એની છાતી ફાટી જશે. માટે દેવશમને પ્રતિબોધ કરવા મોકલે છે. દેવશમને પ્રતિબોધ કરી પાછા ફરતાં ભગવાનના નિવણના સમાચાર સાંભળતાં છાતી ફાટ રુદન કરે છે, નિર્દોષ બાળકની જેમ. ચાર કલ્યાણકોમાં તો ત્રણે જગતમાં અજવાળાં પથરાય છે; પણ નિવણિ કલ્યાણકમાં ત્રણે. જગતમાં અંધકાર પ્રસરે છે. જેમ સર્ચલાઇટ બુઝાતાં અંધકાર ફેલાય તેમ ભગવંતરૂપ પ્રકાશ બુઝાતાં અંધકાર પ્રસરે છે. ગૌતમસ્વામી વિલાપ કરે છે, છાતી ફાટ રુદન કરે છે. વીર-વીર-ની ધૂન મચાવતાં વી’ વર્ણ જીભે સ્પર્શે. ઓહ! પ્રભુ તો વીતરાગ છે ! રાગ મને છે અને તેમને વીતરાગ ઉત્પન્ન થાય છે–અને કર્મનાં બંધન તૂટતાં પરોઢિયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થાય છે. બેસતા વર્ષે આનો જ મહિમા મનાવવામાં આવે છે. પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે
ત્યાં ૧૮ દેશના રાજાઓ ભેગા થયા હતા. તેમણે ઉપવાસરૂપ પૌષધ કર્યો હતો અને મેરૈયાં કહ્યાં હતાં. આ બાહ્ય પ્રકાશ દ્વારા જ કામ લેવાનું છે. સૌ દીવા કરી દિવાળી પર્વ ઊજવે છે. નંદિવર્ધન રાજાને પ્રભુના વિરહમાં ભારે વિષાદ જન્મે છે. બહેન સુદર્શનાએ ભાઈને પોતાને ત્યાં નિમંત્રી જમાડ્યા, ત્યારથી ભાઇબીજનું પર્વ શરૂ થયું.
ગૌતમસ્વામીનું ચરિત્ર અદ્ભુત છે. અગાધ જ્ઞાન છતાં ગર્વ નહિ. પહેલાં એમને ગર્વ હતો, પણ તે સાચો હતો કે જગતમાં મારા જેવો કોઈ જ્ઞાની નથી. તેઓ ૧૪ વિદ્યાઓમાં પારંગત હતા. માટે જ પ્રભુ પાસે ૫૦૦ વિદ્યાર્થીઓ સાથે વિવાદ કરવા ગયા. પણ ભગવાનનું તેજ જોતાં જ ભોંઠા પડી ગયા. ભગવાને મીઠા-મધુર શબ્દોથી સંબોધ્યા, “સુખે આવ્યા ઇન્દ્રભૂતિ !” વેદનાં પદો દ્વારા “જીવ નથી' એ પ્રકારના ગૌતમ ઇન્દ્રભૂતિના સંશયને વેદનાં પદો દ્વારા જ દૂર કર્યો. તરત જ ગૌતમ ૫૦૦ શિષ્યો સાથે ભગવાનના શિષ્ય બની ગયા. મારું તે સાચું નહિ, પણ સાચું તે મારું.’ એ તેમની માન્યતા હતી તે પામી ગયા. ગર્વ ગળી ગયો. “સાચું તે મા, બીજું બધું કાચું. મારું તે જ સાચું નહિ.” આ વાક્ય હૃદયમાં ઊતરી જાય તો ગૌતમસ્વામી ભગવાનની જેમ આપણો પણ બેડો પાર થઈ જાય !
ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીનાં વિશેષણો વાંચતાં રૂંવાડા ખડાં થઈ જાય છે. ભલભલા એમનું તેજ જોઈ અંજાઈ જતા. એમનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય, છઠ્ઠના પારણે છઠ્ઠની જીવનભરની ઉત્કટ તપશ્ચર્યા, વજૂઋષભનારાય સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને અનેક લબ્ધિસંપન્ન હતા.
ગણધર ભગવંતો ત્રિપદી શ્રવણ કરી કાચી બે ઘડીમાં દ્વાદશાંગીની રચના કરવાની અદ્ભુત તાકાતવાળા હોય છે. જેમ ચાવી દ્વારા તાળું ખૂલે તેમ પ્રભુજીનો હસ્ત ગણધર ભગવંતોના મસ્તક પર પડતાં જ્ઞાનાવરણીય કર્મનો અનુપમ ક્ષયોપશમ થાય છે. આવી યોગ્યતા ગણધર થનાર આત્મામાં જ હોય છે.
શકાય
મદદ કરી
રાખવામાં અw