________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
| ૫૫૭
વિઉલતેયલેસ્સે ચોદ્દસપૂથ્વી ચઉનાણોવગએ સવ્વક્ષ્મ- રસન્નિવાતી...ભાવેમાણે વિહરઈ. (પંચમ અંગ તથા પ્રથમ ઉપાંગનાં વિશેષણો ભેગાં કરીને અત્ર લીધેલ છે.) નિત્ય સ્મરણમાં ગૌતમસ્વામી
તપાગચ્છ-ખરતરગચ્છ-અંચલગચ્છ, ત્રિસ્તુતિક મત (બૃહદ્ સૌધર્મતપાગચ્છ) વગેરે શ્વેતામ્બર આમ્નાયમાં પૂ. સાધુ-સાધ્વી રાત્રે સૂતાં પહેલાં સંથારા પોરિસીમાં તેમ જ પોષાતી શ્રાવક-શ્રાવિકા પણ સંથારા પોરિસીમાં ‘ગોયમાઈણું મહામુણિણં' શબ્દોથી ૧૪૪૨મા ગણધર ગૌતમસ્વામીને સ્મરણ કરાય છે.
સુકૃત અનુમોદના દ્વારા ભવ સાફલ્ય : સંથારા પોરિસીમાં કરાતું સ્મરણ નાનકડી વાત લાગે, પરંતુ તેની પાછળ કેટલું મહત્ત્વ છે ? શ્રી ભગવતી સૂત્રના ૧લા શતકના ૨જા ઉદ્દેશામાં જીવની વાત આવે છે. એ ભવ્ય-ભવ્ય-દુર્ભાવ્ય-જાતિભવ્ય વગેરે. જન્મ-મરણમાંથી છૂટવા જે ધર્મ-આરાધના કરે છે તે ભવ્ય નિશ્ચે છે, પણ દુર્ભવ્ય હોય તો ?
પંચસૂત્રમાં ભવિતવ્યતાને પકાવવાની ૩ બાબતો જણાવી છે : (૧) ચાર શરણા (૨) સુકૃત અનુમોદના (૩) દુષ્કૃત ગ.. ‘ગોયમાઈણું મહામુણિશં' સુકૃત અનુમોદનાનું સુંદર પ્રતીક છે. ગોયમ આદિ અર્થાત્ ગૌતમસ્વામીથી આજ પર્યંતના મુનિ ભગવંતોના જીવનની આરાધનાની અનુમોદના રૂપ સુકૃત અનુમોદના છે. સુકૃત અનુમોદના થાય, ગુણાનુરાગ વધતો ચાલે અને છેવટે “ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ” મુજબ આત્મા પોતે પોતાના સર્વ ગુણો પ્રગટ કરનારો બને, સાદિ અનંત ભાગે શાશ્વત સુખનો ભોક્તા બને.
પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે તીર્થંકરો માટે જેમ વીતરાગ સ્તોત્રમાં લખ્યું કે હે ભગવંત! તમારા જેવાના ગુણોત્કીર્તન માટે કોણ સમર્થ છે? મતલબ, કોઈ નથી. તેમ ગૌતમસ્વામી જેવા ગુણવંતા ગણધર ભગવંતના ગુણ વર્ણવવા માટે મારી શક્તિ અતિ અલ્પ છે. મતિ અલ્પ છે. શ્રી નંદલાલભાઈના આગ્રહથી અહીં મેં જે લખેલ છે તેમાં ગણધર ભગવંતની મતિમંદતાથી આશાતના-અવહેલના થઈ હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
પુસ્તક પ્રકાશિત કરનારને, તેમાં ફાળો આપનારને, વાંચનારને અને મને આવા ઉત્તમ ગૌતમસ્વામીજી જેવા ગુરુ મળે અને જન્મ-મરણની જંજાળ દૂર થાય તે જ ભાવના.
પરમ ઉપકારી શ્રી ગૌતમસ્વામીજીના પ્રતિમાજી સમ્મુખ બોલવાની પાંચ સ્તુતિ (૧) પ્રભુ વીરના અગિયાર માંહિ, જેહ સૌથી છે વડા, પ્રશ્નો કરંતા વિવિધ ભાતે, સમવસરણે જે ખડા; વિનયીમાં શિરદાર જે છે, માંગું તે ગૌતમ કને, કૈવલ્યદાનની લબ્ધિ ગુરુ ગૌતમ તણી મળજો મને. અષ્ટાપદ માંહે બનાવ્યું, જેણે જગચિંતામણિ, ચઉનાણે જાણી શંકા ફેડે, વયરસ્વામી જીવ તણી; છઠ્ઠ પારણું નિત્ય કરંતા, ગૌતમ વીનવું તને, કૈવલ્યદાનની લબ્ધિ ગુરુ ગૌતમ તણી મળજો મને.
જ