________________
૫૪૬ ]
-
(
[ મહામણિ ચિંતામણિ
નવામાન
છે કે પરમપદની પ્રાપ્તિ માટેની જુદી-જુદી આરાધનામાં પરમાત્મા મહાવીર ભગવંતના શાસનનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને ૧૪જરમા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમનું આલંબન વિશિષ્ટ સહાયક છે જ, તેમાં પણ બે મત નથી.
સામાન્ય વ્યવહારમાં આપણને એમ જોવા મળે છે કે બીજા જીવ પ્રત્યે લાગણી-બહુમાનમાં પૂર્વભવના સંબંધો કામ કરતા હોય છે પરંતુ અહીં એવું નથી. તીર્થકરો પ્રત્યે ગણધરોને ઉચ્ચ કોટિનું બહુમાન હોવા છતાં પૂર્વભવમાં તીર્થંકર-ગણધરો ભેગા થયા જ હોય તેવો એકાંત નિયમ નથી. પૂર્વભવમાં દેવતત્ત્વ-ગુરુતત્ત્વની રીતે આરાધના થયેલી હોય તે જરૂરી છે. વ્યક્તિનું જૈનશાસનમાં મહત્ત્વ નથી, ગુણનું મહત્ત્વ છે, પદનું મહત્ત્વ છે. અરિહંત પદનું મહત્ત્વ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદ (ગુરુતત્ત્વ) મહત્ત્વનું છે. વ્યક્તિરાગ વગર એ દેવગુરુ તત્ત્વની આરાધના થાય તે જીવને પાર લઈ જનાર છે. આથી જ પૂર્વભવમાં તીર્થકરો-ગણધરો ભેગા મળે તે જરૂરી નથી.
ગણધર શ્રી ગૌતમસ્વામીજીના પૂર્વભવો પૂ. રૈલોક્યસાગરજી ગણિવર્યે પ્રકાશિત કરેલા મળે છે. તેમાં પણ છેવટના ભવે મહાવીરસ્વામી જોડેનો સંબંધ જોવા મળે છે. ભગવાન મહાવીરના ૧૮મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ગૌતમસ્વામીનો જીવ તેમના સારથિ તરીકે હતો તેવું વડીલો પાસે સાંભળેલ છે તેમ ઉલ્લેખ પણ કરેલ છે.
ગૌતમસ્વામીજીના ભાવો ઃ ગૌતમસ્વામીના ભાવો ટૂંકમાં જોઈએ. તેમના ૫ પૂર્વભવો ક્રમશઃ બ્રહ્મદત્ત નગરના મંગલ શ્રેષ્ઠિ તરીકે, જળાશયમાં મોટા મત્સ્ય તરીકે, પહેલા સૌધર્મ દેવલોકમાં જ્યોતિમલી નામના દેવ તરીકે, મહાવિદેહ ક્ષેત્રમાં વેગવાન વિદ્યાધર મનુષ્ય તરીકે તથા આઠમા દેવલોકના ઈન્દ્ર તરીકે થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયે મનુષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ થયા.
ગૌતમસ્વામીજીના જીવનનાં વિવિધ પાસાંઓને જોઈએ તો તેમના વાંચેલા–સાંભળેલા ભવો પ્રમાણે પ્રથમથી છેલ્લા ભવમાં જે રહસ્યો, જે દીવાદાંડી રૂ૫ છે તે દ્વારા મુમુક્ષુને મળતી વિગતો જોઈએ.
મહાપુરુષો ભારપૂર્વક એક વાત જણાવે છે કે “રાગી બબાતિ કમણિ વીતરાગો વિમુચ્યતે.” સંસાર-સમુદ્રમાં જીવને અનેક ભવપરંપરા કરાવનાર કર્મ' છે. સામાન્ય જનસમુદાયમાં જીવ પાપથી સંસારમાં રખડે છે તેમ માન્યતા છે. બંને વાત એક જ છે કેમકે પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ પાપની વ્યાખ્યા કરતાં જણાવેલ છે કે “આગમનિષિદ્ધ કર્મ અથતિ આગમમાં નિષેધ કરાયેલાં કર્મ તે પાપ. આવું પાપ રાગી આત્મા બાંધે છે, વીતરાગ બાંધતા નથી. રાગના ૩ પ્રકાર જૈન જગતમાં પ્રચલિત છે. (૧) કામરાગ, (૨) સ્નેહરાગ, (૩) દષ્ટિરાગ. આમાં કામરાગની વિષમતા-ભયંકરતા જૈન-જૈનેતર બધામાં પ્રસિદ્ધ છે. કામરાગથી આ ભવ કે પરભવમાં અનુભવવા પડતાં દુઃખો વિષે પૂર્વકાલથી વર્તમાનકાલ સુધીમાં જન્મ-મરણ-પુનર્જન્મની ઘટમાળમાં માનતા કે કેવલ ભૌતિક સુખમાં લેપાયેલા દેખાતા પાશિમાત્ય જગતમાં પણ તેની વિરૂપતા વિષે લખાણો જોવા મળતાં રહે છે. દષ્ટિરાગની ભયંકરતા વિશે જૈન શાસ્ત્રોમાં અનેક દષ્ટાંતો જોવા મળે છે, જ્યારે નેહરાગનાં છપાયેલાં દષ્ટાંતો કેટલાં? સ્નેહરાગની વિષમતાનાં વર્ણનો કેટલાં?
ગણધર ગૌતમસ્વામીજીનું જીવન એટલે નેહરાગની વિકરાળતા સામેની અપ્રતિમ દીવાદાંડી. સમુદ્રમાં પાણીની અંદર રહેલા ખડકો પાણી ઉપર પસાર થતાં જહાજોનો સોથ વાળી