________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૩૯
માયા ઉપર પૂર્ણ વિજય મેળવી એક માસનું અણસણ સ્વીકાર્યું અને અણસણને અંતે ગૌતમસ્વામી મહાનિર્વાણ પામ્યા. એમની આત્મજ્યોત ભગવાન મહાવીર અને અનંત મુક્ત આત્માઓની જ્યોતમાં સદાને માટે ભળી ગઈ !
ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય, ગણધર શ્રી ગૌતમસ્વામી તે દિવસે અક્ષરસુખના સ્વામી બની સિદ્ધ, બુદ્ધ મુક્ત થયા.
રાજગૃહ નગર, ગુણશીલ ઉદ્યાન (ગુણાયા તીથ) ગુરુ ગૌતમસ્વામીના અંતિમ સંસ્કારની સ્મૃતિરૂપે રચવામાં આવેલ જળમંદિરથી પવિત્ર તીર્થધામ બની ગયું.
| સર્વનું કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવના સેવવી, નિર્મળ નિખાલસ સરળ વૃત્તિ રાખવી, દુઃખ જોઇને કરુણાથી ગગદ થઇ જવું, સુખને જોઇ પ્રસન્નતા અનુભવવી, સર્વનું કલ્યાણ કરવા તત્પર રહેવું. આ રીતે સ્વામી ગૌતમ વિશ્વકલ્યાણની ભાવનાના પ્રતીક બની ગયા !
ધન્ય ભગવાન મહાવીરસ્વામી ! ધન્ય ગુરુ ગૌતમસ્વામી !
*
* *
ધૂપ- દીપથી વાસિત અને કુલોની સુગંધથી હેતાં સ્વચ્છ સુઘડ મંદિરોના સધુર વાતાવરશગમાં ભંગાવાનના દર્શન માત્રથી
અવિકસિત માત્માઓમાં ચેતના જાગૃત થાય છે.