________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ પર૩
આ ગણધર મહાવીરના... |
-મધુકર
શ્રી ગૌતમસ્વામી મહાવીર દેવના પ્રથમ ગણધર હતા પરંતુ ભગવાન , મહાવીરના કુલ અગિયાર ગણધર હતા અને તે સર્વ શાની-તપસ્વી ભવ્યાત્માઓ હતા. ગૌતમ ગણધર સાથેના અન્ય ગણધરો વિષેની માહિતી ગૌતમસ્વામીના ચરિત્ર આસપાસના આભામંડળ જેવું રૂપ ધારણ કરે છે. એનાથી કમળથી સરોવર અને સરોવરથી કમળ શોભાયમાન બને છે તેમ, ગુરુ ગૌતમના ચરિત્રની રેખાઓ વધુ દેદીપ્યમાન બને છે.
-સંપાદક
સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા શ્રી મહાવીર ભગવાનનો પાવાપુરીમાં બ્રાહ્મમુહૂર્તે પ્રવેશ થતાં જ પાવાપુરીનું આકાશ દેવદુંદુભિના અવાજથી ગુંજી ઊઠ્યું. પાવાપુરીનું મહસેન વન વિવિધ પ્રકારનાં પુષ્પોથી મહેંકી ઊઠયું. કોયલ ટહુકવા લાગી. મયૂર પોતાની પંખ ફેલાવી નૃત્ય કરવા લાગ્યા. વૃક્ષો પર ચકલીઓ ચહકવા લાગી. મહસેન વનમાં ચારે બાજુ આનંદનું સામ્રાજ્ય ફેલાઈ ગયું.
વૈશાખ શુક્લ એકાદશીનો મંગલ દિન ભગવાનના સમવસરણથી શોભાયમાન થઈ ગયો હતો. શીતલ હવા મંદ ગતિથી વહી રહી હતી. અસીમ આકાશ સીમિત લાગી રહ્યું હતું. કોટિ-કોટિ દેવ-દેવેન્દ્રોના ગમનાગમનથી જનસમૂહનાં ભક્તિગીતોના ધ્વનિઓ જગ્યાએ જગ્યાએ સંભળાતા હતા.
તે દિવસે કેવળજ્ઞાનની પ્રગટ જ્યોતિએ મૂર્તરૂપ ગ્રહણ કરીને પાવાપુરીના પ્રાંગણમાં પોતાનો મુકામ કરી લીધો હતો. પરમાત્માની પતિતપાવની ભવ્ય જનહિતકારિણી વાણી પ્રવહમાન હતી. દેવસમૂહ, જનસમૂહ અને જીવસમૂહનું આગમન એક તથ્યને પ્રગટ કરી રહ્યું હતું કે અનંત લોકોત્તર વિભૂતિસંપન્ન પરમાત્મા સમવસરણમાં બિરાજમાન છે.
પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું વૈશાખ શુક્લા દશમીના દિવસે, પણ શાસન-સ્થાપના થઈ વૈશાખ શુક્લા એકાદશીના દિવસે. તો તે દિવસે ચતુર્વિધ સંઘરૂપ વીરશાસનની સ્થાપના થઈ રહી હતી. ગણધરપદની સ્થાપના થઈ રહી હતી. તત્કાલીન તત્વદેશીય પ્રખર પંડિત પરિપૂર્ણ અગિયાર મહાવિદ્વાન બ્રાહ્મણ પરમાત્માને સમર્પિત થઈ ગયા હતા. તેમના આત્મસમર્પણ અને શાસન-સ્થાપનાની સંદેશ-લહર સર્વત્ર પ્રસારિત થઇ ગઇ હતી. તે અગિયારે વિદ્વાન પ્રવર્તમાન જૈનશાસનના ગણધર-અધિનાયક થયા.
- ભરતખંડની આર્યભૂમિ આપની પદરજથી પાવન બનાવવાવાળા તે અગિયાર ગણધરોમાં સૌથી પહેલા છે ઇન્દ્રભૂતિ, જેમણે પચાસ વર્ષની ઉમરે સંયમ ગ્રહણ કર્યો. ત્રીસ વર્ષ સુધી સંયમપાલન કરતાં પશ્ચાત તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બાર વર્ષ સુધી તેઓ કેવળી અવસ્થામાં વિચર્યા અને બાણું વર્ષની ઉંમર પૂર્ણ કરી મોક્ષે ગયા.