________________
૪૯૦ ]
[મહામણિ ચિંતામણિ
ન બગાડતા. ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. રાત્રે દ્વિતીય પ્રહરમાં ધ્યાન, તૃતીય પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાયમાં મગ્ન. ગૌતમસ્વામીજીની કઠોર ચય વર્તમાનકાલીન જૈન શ્રમણો માટે દુષ્કર અને દુષ્પાલ્ય ગણાય છે. આજે પણ ગૌતમસ્વામીની ‘કરણી એક ઉચ્ચતમ ક્રિયાપાત્રતાનું સૂચક છે. સાથે એ પણ ધ્વનિત થાય છે કે એક મહાન તત્ત્વજ્ઞાની કેવળ-જ્ઞાનસાગરને આરપાર માપવામાં જ કેવળ સમર્થ ન હતા, પરંતુ આચારક્રિયાનું પણ ઉચ્ચતમ ઉદાહરણ બનીને હજારો વર્ષ બાદ આજ પણ ઝગમગી રહેલ છે. ગૌતમસ્વામીની તપશ્ચયની સાથે શાન્તિ-સહિષણતાનો મણિકાંચન સંયોગ હતો. સાત્તિના કારણે તપજ્યોતિથી તેમનું મુખમંડળ દેદીપ્યમાન હતું. ગૌતમસ્વામીએ તપ કરીને આત્મજ્યોતિને દેદીપ્યમાન બનાવી હતી. આ તપમાં કોઈ પ્રકારની કામના, આશંસા અને યશકીર્તિની અભિલાષા ન હતી. સમતા એ સાધનાના કેન્દ્રમાં હતી અને અહિંસા, સંયમ અને તપની સિદ્ધિના માટે એ સાધના સમર્પિત થઈ હતી. ગુરુ ગૌતમ જ્યાં હોય ત્યાં આનંદ અને પ્રસન્નતાની મધુરતા પ્રસરતી રહેતી.
અધ્યાત્મની ચરમ સ્થિતિ પર પહોંચેલા સાધક માટે તપોજન્ય લબ્ધિઓ અને સિદ્ધિઓ તેમનાં ચરણોમાં આળોટવા લાગે છે. ગુરુ ગૌતમસ્વામીનો પુણ્યાનુયોગ કંઈક એવો વિશિષ્ટ હતો કે લબ્ધિઓના ભંડારરૂપ બનીને દીન-દુઃખી જીવોના મોટા આધાર, અશરણના શરણ અને દીનોના ઉદ્ધારક તરીકે કીર્તિના અધિકારી બની ગયા હતા. એમની પૂજા, ભક્તિ અને સ્તુતિ તો ઠીક, માત્ર એમનું નામસ્મરણ પણ મહામંગલકારી લેખાય છે. તે સંકટોને દૂર કરે છે, મનના મનોરથોને પૂર્ણ કરે છે. કવિવર લાવણ્યસમયજીએ લખ્યું છે કે–‘જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન.”
ગૌતમ કેવળ શ્રુતજ્ઞાનના જ નહીં, પરંતુ માનસવિદ્યાના પણ વિજ્ઞાતા હતા. તેઓ સંક્ષિપંચેન્દ્રિય જીવોના મનોભાવોને જાણી શકતા હતા. અર્થાત્ તેઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન થયેલાં.
એક વેળા ગુરુ ગૌતમે કોઈની પાસે સાંભળ્યું કે પ્રભુએ આજની દેશનામાં કહ્યું છે કે, જે માનવી પોતાના બળે અષ્ટાપદ તીર્થની યાત્રાએ જશે, ત્યાં રહેલા ચોવીસ જિનેશ્વરોની મૂર્તિઓને જુહારશે, તે આ ભવે અવશ્ય મોક્ષે જશે.' આ વાત જાણી, પ્રભુની આજ્ઞા લઈ ગૌતમસ્વામી પોતાની જંઘાચારણ લબ્ધિના બળે અષ્ટાપદ પર્વત ઉપર પહોંચી જાય છે. અહીં નીચે અષ્ટાપદની તળેટીમાં પંદરસો તાપસો જુદી-જુદી તપશ્ચર્યા કરીને બેઠા છે. તેઓ ઉપર જવાની ઈચ્છાથી આવેલા, પણ જવાય જ નહીં તેઓએ ગૌતમસ્વામીને પર્વત ઉપર ચઢી જતા જોઈને વિચાર્યું કે આ મહાપુરુષના શિષ્ય બનીએ તો આપણું કામ થઈ જશે. ગુરુ ગૌતમ પાછા આવ્યા એટલે તાપસોએ કહ્યું : “હે મહાત્મા ! અમને આપના શિષ્ય બનાવો.”
ગૌતમસ્વામી કહે: ‘મારા પૂજનીય ગુરુ ભગવાન મહાવીરસ્વામી તમારા ગુરુ હો.’ તાપસોએ પુનઃ આગ્રહ કર્યો : “અમને તમારા શિષ્ય કરો.” ગુરુ ગૌતમે સૌને દિક્ષા આપી. માર્ગમાં ગોચરીનો વખત થયો એટલે ગોચરી લેવા ગયા, અને નાનકડા પાત્રમાં ખીર વહોરી લાવ્યા. સૌ વિચારવા લાગ્યા : ગુરુ તો કેટલી ઓછી ભિક્ષા લાવ્યા! છતાં શ્રદ્ધા રાખીને બધા હારબંધ બેસી ગયા.