________________
૪૮૮ ].
[ મહામણિ ચિંતામણિ
મન વિચારવા લાગ્યું કે, ક્ષણવારમાં શ્રદ્ધાપૂર્વક તેમનાં ચરણોમાં સમર્પિત બની જાઉં. વાસ્તવમાં આ સર્વજ્ઞ છે! મારા મનની વાતો જાણી શકે છે ! વિચારોમાં ખોવાયેલા ભ. મહાવીરની પાસે પહોંચ્યા. ત્યાં એક ધીર-ગંભીર સ્વર તેમના કાને અથડાયો : “ઇન્દ્રભૂતિ ! તમે આવી ગયા !” ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યા : શું ભ. મહાવીર મારા નામથી પરિચિત છે? અરે, આ મગધમંડળમાં મારા નામથી કોણ અનભિજ્ઞ છે? એમને ખરા સર્વજ્ઞ ત્યારે જ માનું કે તેઓ મારા મનની શંકાને પામીને પોતાના જ્ઞાનના બળે એનું સમાધાન કરે.
ભ. મહાવીરે એ જ ક્ષણે કહ્યું : “ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવ છે કે નહીં આ શંકા તમારા હૃદયને વર્ષોથી સતાવી રહી છે, ખરું ને?” ઇન્દ્રભૂતિના અંતરમાં આનંદની તેજરેખા ચમકી ઊઠી. એમને થયું ? સામે બેઠેલા સર્વજ્ઞ મહાપુરુષ કેવી સાચી વાત કરી રહ્યા છે ! આટઆટલાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યા છતાં જીવ નામક તત્ત્વની શંકા વર્ષોથી સતાવતી હતી. આ શંકાનું કોઈ સમાધાન મળતું ન હતું.
ભ. મહાવીરે, સર્વજ્ઞતાના બળે, જીવવિષયક શંકાનું સમાધાન કર્યું. તેમનાં યુક્તિસંગત વચનોથી ઇન્દ્રભૂતિ ગૌતમની મનની ગાંઠો ખૂલી ગઈ અને જીવ સંબંધી શંકા દૂર થઈ. ભગવાનની સર્વજ્ઞતા અને વીતરાગતા ઉપર અતૂટ વિશ્વાસ થયો.
ઇન્દ્રભૂતિ ભ. મહાવીરનાં ચરણોમાં હાથ જોડીને મસ્તક નમાવીને વિનયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા : “ભત્તે ! આપની તર્કયુક્ત વાણી સાંભળવાથી મારા સંશયો દૂર થયા. આપનું જ્ઞાન લોક-કલ્યાણકારી માનું છું. પ્રભો! મને આપનો શિષ્ય બનાવો, આપના આચારની વિધિપૂર્વક દીક્ષા આપો અને મુક્તિનો સાચો માર્ગ બતાવો.
ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના પાંચસો શિષ્યોની સાથે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ભ. મહાવીરના શિષ્ય બન્યા. આ વાત વીજળીની માફક ચારે બાજુ પ્રસરી ગઈ. ઇન્દ્રભૂતિ પછી ભગવાનની પાસે અગ્નિભૂતિ, વાયુભૂતિ આદિ પંડિતો પોત-પોતાના શિષ્યોની સાથે સમવસરણમાં આવ્યા અને પોત-પોતાની શંકાઓનું સમાધાન પ્રાપ્ત કરી ભગવાનના શિષ્યો બન્યા.
ભ. મહાવીરે સમવસરણમાં ૧૧ પંડિતોને પોતાના ગણધરપદે સ્થાપ્યા. એ પંડિતોના ચુમ્માલીસસો જેટલા શિષ્યો પણ દીક્ષિત બનીને ભગવાનના શ્રમણસંઘને સમૃદ્ધ બનાવી રહ્યા. વૈશાખ સુદ અગિયારસના આ દિવસે ધર્મતીર્થની સ્થાપના કરી. ભગવાને ત્રિપદીનો ગુરુમંત્ર ગણધરોને આપ્યો. ભગવાનની સૂત્રરૂપ વાણીનો વિસ્તાર કરવાનું કામ ગણધર મહારાજાએ સંભાળ્યું. ભગવાનના સમસ્ત શ્રમણ સંઘના નાયક બન્યા હતા ગુરુ ગૌતમસ્વામી. દીક્ષા લીધી તે પળથી જ જીવનસાધના અને શાસન-પ્રભાવના એ જ એમનું જીવનકાર્ય બન્યું હતું. વૈશાખ સુદ ૧૧નો દિવસ ધન્ય-ધન્ય બન્યો. રાજકુમારી ચંદના આદિ અનેક રાજકુમારીઓએ તે દિવસે દીક્ષા ગ્રહણ કરી.
ઇન્દ્રભૂતિ ગૌતમ ભ. મહાવીરના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર હતા. ભ. મહાવીર પછી જૈન પરંપરામાં સાર્વભૌમ વ્યક્તિત્વ બીજા કોઈનું હોય તો તે ગણધર ગૌતમનું છે. ગૌતમસ્વામી જેટલા મોટા તત્ત્વજ્ઞાની હતા તેટલા સાધક પણ હતા. શ્રુત-શીલની પવિત્ર ધારાથી તેમનો આત્મા વિભૂષિત હતો. પચાસ વર્ષની અવસ્થા હોવા છતાં તેમના મુખ પર કોઈ