________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૮૩ I[૪] શ્રી વ્યક્ત ગણધર
આ શ્રી વ્યક્ત ગણધર મહારાજ, કોલ્લાક ગામના રહીશ, ભારદ્વાજ ગોત્રના, પિતા ધનમિત્ર અને માતા વારુણીના પુત્ર હતા. તેમનો જન્મ મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયો હતો. શ્રી ઈન્દ્રભૂતિજીની માફક, પ૧મા વર્ષની શરૂઆતમાં “પાંચ (પૃથ્વી આદિ) ભૂત છે કે નહીં?” આ સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યો સહિત તેમણે પ્રભુ શ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી અગ્નિભૂતિની માફક ૧૨ વર્ષ પ્રમાણ છદ્મસ્થ પર્યાય ગાળી, ૬૨ વર્ષની ઉંમર વીત્યા બાદ, ૬૩મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ત્રીજા ગણધરની માફક ૧૮ વર્ષ સુધી કેવલીપણે વિચરી પ્રભુ વીરની હયાતીમાં સવયુિ ૮૦ વર્ષનું પૂર્ણ કરી મુક્તિપદ પામ્યા હતા. બાકીની બીના પૂર્વની જેમ જાણવી. [૫] શ્રી સુધર્માસ્વામી ગણધર
આ પાંચમા ગણધર સુધમસ્વિામીજી કોલ્લાક ગામના રહીશ, અગ્નિવેશ્યાયન ગોત્રમાં જન્મેલા, પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતાશ્રી ભક્િલાના પુત્ર હતા. કન્યા રાશિ અને પ્રભુ શ્રી વીરનું જે જન્મનક્ષત્ર હતું તે ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવે તેઓ ચૌદ વિદ્યાના પારંગત થયા. તેમને એવો સંશય હતો કે “જે પ્રાણી જેવો આ ભવમાં હોય, તેવો જ તે (પ્રાણી) પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે ?” પ્રભુ શ્રી વીરે આ સંશય દૂર કર્યો, જેથી તેમણે પણ પહેલા અને ચોથા ગણધરની માફક એકાવનમા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. આ શ્રી સુધમસ્વિામીની બાબતમાં શ્રી શત્રુંજય માહાભ્યમાં કહ્યું છે કે–આદીશ્વર ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરીક ગણધરે સવાલાખ શ્લોક પ્રમાણ શ્રી શત્રુંજય માહાભ્ય બનાવ્યું હતું.
તે ઘણું વિશાળ હોવાથી અલ્પ જીવિત-બુદ્ધિવાળા જીવોના ઉપકારને માટે પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞાથી ગચ્છનાયક શ્રી સુધર્માસ્વામી ગણધરે તેને ટૂંકું કરીને ૨૪ હજાર શ્લોક પ્રમાણ બનાવ્યું. ત્યાર બાદ કાલાન્તરે શીલાદિત્ય રાજાની વિનંતી ધ્યાનમાં લઈને આચાર્ય શ્રી ધનદેવસૂરિજી મહારાજે તેથી પણ નાનું શત્રુંજય માહાત્મ બનાવ્યું.
સુધમસ્વિામીજી મહારાજ પહેલાં ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા. યુગપ્રધાન મહાપુરુષો (પ્રાયઃ) એકાવતાર હોય છે. તેમણે ૪૨ વર્ષ (બીજા ગણધરો કરતાં અધિક સમય) સુધી છદ્મસ્થપણું ભોગવ્યું. તેમાં તેઓ ૩૦ વર્ષ સુધી પ્રભુ વીરની સેવામાં રહ્યા અને ૧૨ વર્ષ સુધી શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. ૯૨ વર્ષ વીત્યા બાદ, ૯૩ વર્ષની ઉંમરે તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી કેવલીપણે વિચરી અંબૂસ્વામી આદિ ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં વૈભારગિરિ ઉપર માસિક અનશન કરી, પ્રભુ શ્રી વીરના નિવણથી ૨૦ વર્ષે મુક્તિપદ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી.
૧. પ્રભુ શ્રી મહાવીરે અગિયારે શિષ્યોને ગણધર પદ દેતી વખતે બીજા સર્વ કરતાં વધુ હોવાથી સુધમસ્વિામીને ગણની અનુજ્ઞ કરી હતી.