________________
[ મહામણિ ચિંતામણિ
મહાવીરસ્વામીના અગિયાર ગણધરો
-સ્વ. આચાર્યદવ શ્રીમદ્ વિજ્યપદ્મસૂરિજી મહારાજ
આવશ્યક સૂત્ર, વિવિધ તીર્થ—કલ્પ વગેરે ગ્રંથોને આધારે, પ્રભુ વીરના અગિયાર ગણધરોના પરિચય સાથે લબ્ધિઓનું રસમય વર્ણન અહીં ઉપસ્થિત થયેલું છે. ગૌતમ ગણધરનું પ્રારંભિક જીવન-આલેખન પણ વાંચનારને મળશે. ગણધરો વિષેનું સવિસ્તાર આલેખન અહીં પ્રસ્તુત છે. -સંપાદક
૪૭૮ ]
[૧] લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી
જન્મ, માતા-પિતા, કુટુંબ ઃ— ઘણો કાળ વીત્યા બાદ સારથિનો જીવ મગધ દેશના ગોબર નામના ગામમાં વેદાદિ પારંગત વસુભૂતિ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયો. તેમનું નામ ઇન્દ્રભૂતિ અને ગોત્ર ગૌતમ હતું. એમનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશિમાં થયો હતો. એમને પૃથ્વી નામની માતા હતી. વજ્રરૂષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ર સંસ્થાનના ધારક આ શ્રી ઇન્દ્રભૂતિજીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે નાના ભાઈ હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર, પુરાણ, ઉપનિષદ, વેદ વગેરે સ્વધર્મશાસ્ત્રના પારંગત બન્યા. હંમેશાં ત્રણે ભાઈઓ પાંચસો—પાંચસો શિષ્યોને ભણાવતા હતા. આવા પંડિત હોવા છતાં સમ્યગ્દર્શનના અભાવે તેઓ ખરા જ્ઞાની નહોતા ગણાતા, કારણ કે શુદ્ધ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે અને તે એમની પાસે ન હતું.
ભગવાન મહાવીરનો સમાગમ અને દીક્ષા – એ પ્રમાણે શ્રી ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષની ઉંમર સુધી મિથ્યાત્વી રૂપે રહ્યા. બીજી બાજુ શ્રી મહાવીરદેવને કેવલજ્ઞાન થયા બાદ તીર્થની સ્થાપના કરવાના પ્રસંગે, શ્રી ઇન્દ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણો ગણધરપદને લાયક જણાયા. તેથી પ્રભુ વિહાર કરી મધ્યમ પાપા (અપાપા) નગરીના મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી પ્રભુ દેશના આપી રહ્યા હતા અને નગરીમાં સપરિવાર ઇન્દ્રભૂતિ આદિ બ્રાહ્મણો યજ્ઞક્રિયા કરી રહ્યા હતા; ત્યારે ઇન્દ્રભૂતિને, આકાશમાર્ગે આવતા દેવોના નિમિત્તે, સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરનો પરિચય થયો. તે પ્રભુની પાસે ગયો ત્યારે પ્રભુએ તેને પૂછ્યું, “હે ઇન્દ્રભૂતિ ! તમને ‘જીવ છે કે નહીં’ આ બાબતે સંદેહ છે.” પ્રભુનું આ વચન સાંભળીને ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું અને સાથે-સાથે પ્રભુના સર્વજ્ઞપણાની ખાતરી થઈ. વેદવાક્યનો ઇન્દ્રભૂતિ જે અનુચિત અર્થ કરતા હતા તેનો પ્રભુએ ઉપયોગ ધર્મની અપેક્ષાએ, સત્ય અર્થ સમજાવ્યો એટલે સંદેહ દૂર થતાં, તેમણે પચાસ વર્ષ થયાં બાદ એકાવનમા વર્ષે, વૈશાખ સુદિ અગિયારસના દિવસે પૂર્વ ભાગમાં સંયમ ગ્રહણ કર્યું. (બાકીના ૧૦ બ્રાહ્મણોએ પણ તે જ દિવસે પોતાનો સંશય દૂર થતાં ઇન્દ્રભૂતિજીની માફક દીક્ષા ગ્રહણ કરી.)
ગણધરપદ અને ચાર જ્ઞાનની પ્રાપ્તિ :–અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે,